Navratri 2022 : ગુજરાતના ગ્લોબલ બનેલા શેરી ગરબાની રમઝટ જામી છે ટોરન્ટોમાં, અહીં આવતું દાન અંબાજીના ચરણે થાય છે અપર્ણ

|

Sep 29, 2022 | 9:14 AM

ટોરેન્ટોમાં છેલ્લા 18 વર્ષથી આ રીતે નવરાત્રિ કરવામાં આવે છે જેમાં મા અંબાની આરતી થાય છે. ત્યારબાદ, ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ માણે છે અહીં થતી માતાજીની આરતીમાં આવતું દાન ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવે છે.

Navratri 2022 : ગુજરાતના ગ્લોબલ બનેલા શેરી ગરબાની રમઝટ જામી છે ટોરન્ટોમાં, અહીં આવતું દાન અંબાજીના ચરણે થાય છે અપર્ણ
'ટોરોન્ટોમાં 18 વર્ષથી થાય છે ગરબાનું આયોજન

Follow us on

હાલમાં ગુજરાતમાં ગરબાની  (Garba) રંગત જામી છે ત્યારે વિદેશમાં વસેલા ગુજરાતીઓ નવરાત્રીની (Navratri 2022) મજા વિદેશમાં પણ માણી રહ્યા છે. કેનેડાના  (Canada) ટોરન્ટોમાં વસતા ગુજરાતી પરિવારની સાથે અન્ય ગુજરાતી પરિવારો તેમજ આસપાસના લોકોએ પણ નવરાત્રીના ગરબા રમવાની મજા માણી હતી. કહેવાય છે ને કે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે આ બાબતની પ્રતીતિ  કેનેડાના ટોરન્ટોમાં પણ થઈ  હતી.  કેનેડામાં ઘણા ગુજરાતીઓ રહે છે ત્યારે નવરાત્રીના તહેવારની મજા માણ્યા વિના તેઓ  કેવી રીતે રહી શકે. અહીં  ગુજરાતના શેરી ગરબાની જેમ જ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા .

નવરાત્રીની  રંગત  માત્ર ગુજરાતમાં  નહીં પણ વિદેશની ધરતી ઉપર પણ જોવા મળી રહી છે. કેનેડામાં વસતા ગુજરાતીઓ ટોરેન્ટોમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.  18 વર્ષ અગાઉ  મૂળ મહેસાણાના અને હાલ ટોરેન્ટોમાં રહેતા  ગુજરાતી પરિવારે નવરાત્રીની ઉજવણી કરવાની  શરૂઆત કરી હતી. ત્યાર બાદ સતત અહીં નવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મા અંબાની આરતી કરીને  વિદેશની  ધરતી પર ખેલૈયાઓ શેરી ગરબાનો આનંદ માણે છે . ગુજરાતી પરિવારની  મહિલાઓ, યુવક-યુવતીઓ સહિત નાના-મોટા સૌ  લોકો ટોરેન્ટોમાં યોજાતા શેરી ગરબામાં મ્યુઝીકના તાલે ઝૂમ્યા હતા.  જેમાં 2 હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

નવરાત્રીમાં એકત્ર થતું દાન અપાય છે અંબાજીમાં

ટોરેન્ટોમાં છેલ્લા 18 વર્ષથી આ રીતે નવરાત્રિ કરવામાં આવે છે જેમાં મા અંબાની આરતી થાય છે. ત્યારબાદ, ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ માણે છે અહીં થતી માતાજીની આરતીમાં આવતું દાન ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવે છે.

Next Article