Navaratri 2023: આ દિવસે શરૂ થાય છે નવરાત્રી, જાણો કળશ સ્થાપના તેમજ પૂજા-વિધિ અને સામગ્રીનું લિસ્ટ

Durga Puja 2023 : નવરાત્રી પૂજામાં 9 દિવસો સુધી નવ માતાજી એટલે કે દેવીઓની પૂજા કરવામાં આવે છે એટલા માટે તો તેને નવરાત્રી કહેવામાં આવે છે. દૂર્ગા માતાજીની પૂજાની તૈયારીઓ દરેક ઘરમાં શરૂ થઈ ગઈ છે. આ વર્ષે એટલે કે 2023માં આસો નવરાત્રી 15 ઓક્ટોબરે શરૂ થાય છે.

Navaratri 2023: આ દિવસે શરૂ થાય છે નવરાત્રી, જાણો કળશ સ્થાપના તેમજ પૂજા-વિધિ અને સામગ્રીનું લિસ્ટ
Navaratri 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 4:14 PM

Navaratri 2023 : ધાર્મિક માન્યતાઓમાં આસો નવરાત્રી હિન્દૂ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવી છે. નવરાત્રીમાં નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે. દૂર્ગા માની પૂજાની તૈયારીઓ દરેક ઘરમાં શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ મા દૂર્ગા ઘણી ખુશીઓ અને સમૃદ્ધિ લઈને પધારી રહ્યા છે.

આ પણ વાંચો : Navratri Food Recipe: આ નવરાત્રીમાં તમે ઘરે જ બનાવી શકો છો બજાર જેવા ખમણ ઢોકળા, જાણો અહીં સરળ રીત

આ વખતે 9 દિવસ સુધી 9 દેવીઓના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવશે. આસો નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વિજયા દશમી એટલે કે દશેરા 24 ઓક્ટોબર મનાવવામાં આવશે. આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે. તેનાથી વિશ્વમાં સુખ અને શાંતિ વધશે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

કળશ સ્થાપનનું મહત્વ

નવરાત્રીમાં મા દૂર્ગાના કળશનું સ્થાપન પણ મહત્વ ધરાવે છે. કળશમાં હળદરનો ગાંઠિયો, સોપારી, દૂર્વા, 5 પ્રકારના પાંદડાથી કળશ શણગારવામાં આવે છે. કળશની નીચે ઘાસની વેદી બનાવીને જઉં ઉગાડવામાં આવે છે. સાથે જ દૂર્ગા સપ્તશતી તેમજ દૂર્ગા ચાલીશાના પાઠ કરવામાં આવે છે.

પૂજાનું મૂહુર્ત

  1. 15 ઓક્ટોબરે 3 મૂહુર્ત આપવામાં આવ્યા છે. સવારે 08:11 વાગ્યે અને બીજું મૂહુર્ત સવારે 10:15 વાગ્યે પછી બપોરે 11 વાગ્યા પછી આખો દિવસ દરમિયાન સ્થાપના કરી શકો છો.

પૂજા-વિધિ કેવી રીતે કરવી

  • સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરીને મંદિરને સાફ કરવું
  • માતાજીને પવિત્ર ગંગાજળથી અભિષેક કરવો
  • ચોખા, લાલ ચંદન, ચુંદડી, અને લાલ ફૂલ અર્પણ કરો
  • પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ ચઢાવો.
  • ઘરના મંદિરમાં અગરબત્તી અને ઘીનો દીવો પ્રગટાવો.
  • દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો
  • પાન પર કપૂર રાખીને માતાજીની આરતી કરો
  • અંતે ક્ષમા માટે પ્રાર્થના કરો.

પૂજા સામગ્રીની સંપૂર્ણ યાદી

જવ, ધૂપ, ફૂલ, પાન, ફળ, લવિંગ, દુર્વા, કપૂર, ચોખા, સોપારી, કલશ, કલાવા, નાળિયેર, એલચી, લાલ ચુંદડી, લાલ કપડાં, નાગરવેલના પાન, લાલ ચંદન, ઘીનો દીવો, શણગારનો સામાન

(ડિસ્ક્લેમર : આ ન્યૂઝમાં આપેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે તેની પુષ્ટી કરતા નથી. વિગતવાર અને વધુ માહિતી માટે કૃપા કરીને કોઈ પંડિત કે પુજારીની સલાહ લેવી.)

Latest News Updates

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">