Bhavnagar: નવરાત્રિ પહેલા યુવા હૈયાઓમાં થનગનાટ, અવનવા સ્ટેપ્સ શીખવા ગરબા કલાસીસમાં ખેલૈયાઓની ભીડ

|

Sep 19, 2022 | 2:55 PM

સમગ્ર ગુજરાતમાં જ્યારે નવરાત્રિની (Navratri) રમઝટ આ વર્ષે જામવાની છે ત્યારે ભાવનગરમાં પણ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના આગમન માટે તમામ પ્રકારની તૈયારીઓ ખેલૈયાઓમાં જોવા મળી રહી છે.

Bhavnagar: નવરાત્રિ પહેલા યુવા હૈયાઓમાં થનગનાટ, અવનવા સ્ટેપ્સ શીખવા ગરબા કલાસીસમાં ખેલૈયાઓની ભીડ
નવરાત્રિ પહેલા યુવા હૈયાઓમાં થનગનાટ

Follow us on

સમગ્ર ગુજરાતમાં (Gujarat) કોરોનાને કારણે બે વર્ષના વિરામબાદ આ વર્ષે નવરાત્રિ (Navratri) ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાશે. ત્યારે નવરાત્રિને લઇને ગુજરાતના લોકોમાં તત્પરતા જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે નવરાત્રિની રમઝટ આ વર્ષે જામવાની છે ત્યારે ભાવનગરમાં પણ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના આગમન માટે તમામ પ્રકારની તૈયારીઓ ખેલૈયાઓમાં જોવા મળી રહી છે. ભાવનગરમાં (Bhavnagar) મોટા પાયા પર પ્રોફેશનલ ગરબાના આયોજનો થઈ રહ્યા છે. બીજી તરફ ગરબા શીખવતા કલાસીસમાં પણ અવનવા ગરબાના સ્ટેપ શીખવા યુવાનોની અને યુવતીઓની ભીડ જોવા મળી રહી છે.

ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ

નવરાત્રિને લઈ ભાવનગર શહેરમાં ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબા કલાસીસમાં યુવક અને યુવતીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને અવનવા ગરબાના સ્ટેપ શીખી રહ્યા છે. નવ દિવસ સુધી ગરબા રમવા શહેરના ખેલૈયાઓ કમર કસી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી યુવક અને યુવતીઓ ગરબા અને રાસના નવા સ્ટેપ શીખીને નવરાત્રીમાં ઝૂમી ઉઠવા પ્રયત્નો કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે થશે ગરબા

ભાવનગરમાં આ વર્ષે નવરાત્રિ મહોત્સવને ઉજવવા ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. આધુનિક સાઉન્ડ અને સંગીતના અવનવા બેન્ડ સાથે ગુજરાતના જાણીતા ગાયક કલાકારો ધૂમ મચાવશે. શહેરના ત્રણ ખાનગી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વર્ષે નવરાત્રિમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Published On - 12:55 pm, Sun, 11 September 22

Next Article