AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળી ચૌદશને કેમ નરક ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે છે શરીર પર કચરો અને તેલ લગાવવાની પ્રથા

રૂપ ચતુર્દશીથી સરસવના તેલની માલિશ કરવાની અને લગાડવાની પ્રથા શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ દિવસે શરીર પર તેલથી માલિશ કરે છે, તેમને શ્રી કૃષ્ણની પત્ની દેવી રૂકમણીના આશીર્વાદ મળે છે.

કાળી ચૌદશને કેમ નરક ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે છે શરીર પર કચરો અને તેલ લગાવવાની પ્રથા
Narak Chaturdashi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:22 PM
Share

Diwali 2022: કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસ રૂપ ચતુર્દશી અથવા તો નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. તે નરક ચૌદશ અને છોટી દિપાવલી તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને 16 હજાર મહિલાઓને તેની કેદમાંથી મુક્ત કરી હતી. તેથી જ આ દિવસને નરક ચૌદસ તરીકે ઓળખવામાં આવે છે.

નરકના ત્રાસથી મુક્તિ મળવાની માન્યતા

આ દિવસે સવારે શરીર પર ઉબટન લગાવવાનું અને તેલની માલિશ કરવાનું વિશેષ મહત્વ છે. આ પછી સાંજે યમદીપ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને સુંદરતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે.

શું છે નરક ચૌદશની ઉજવણી પાછળની કથા ?

દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારેબાજુ હાહાકાર મચાવ્યો હતો. તેણે 16100 રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. જેથી બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં મદદ માગવા ગયા. નરકાસુરને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હોવાથી, ભગવાન કૃષ્ણ તેની પત્ની સત્યભામાને મારવા માટે સાથે લઈ ગયા. આ પછી તેનો વધ કર્યો અને ત્યાંથી 16100 મહિલાઓને મુક્ત કરાવી.

મુક્ત થયા પછી તે બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં, માટે ભગવાન હવે તમે જ કહો કે ક્યાં જવું. તેમની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તે 16100 રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવી. આ પછી આ બધી સ્ત્રીઓ કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી. ચોથા દિવસે નરકાસુરના મૃત્યુ પછી બધા દેવતાઓએ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો. ત્યારથી આ દિવસ નરક ચૌદસ અને નરક ચતુર્દશી તરીકે ઓળખાવવા લાગ્યો.

શરીર પર કચરો અને તેલ લગાવવાનું મહત્વ

નરકાસુરના કેદમાં રહીને તે બધી સ્ત્રીઓનું રૂપ ગુમાવ્યું હતું, આવી સ્થિતિમાં તે સ્ત્રીઓએ કચરો લગાવીને અને તેલની માલિશ કરીને પોતાના શરીરને સાફ કર્યું અને 16 શૃંગાર કર્યા. આ કચરાથી તેનું સ્વરૂપ ઉજળું થયું હતું. ત્યારથી રૂપ ચતુર્દશીથી સરસવના તેલની માલિશ કરવાની અને લગાડવાની પ્રથા શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ દિવસે માલીશ કરે છે, તેમને શ્રી કૃષ્ણની પત્ની દેવી રૂકમણીનો આશીર્વાદ મળે છે અને તેમનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">