AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivratri 2022 : મહાશિવરાત્રી પર આ 5 રાશિઓ પર રહેશે ભગવાન શિવની વિશેષ કૃપા

Maha Shivratri 2022 : આ વર્ષે મહા શિવરાત્રી 01 માર્ચ, મંગળવારના રોજ છે. આ વર્ષે મહાશિવરાત્રી 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. જાણો કઈ છે આ રાશિઓ.

Maha Shivratri 2022 : મહાશિવરાત્રી પર આ 5 રાશિઓ પર રહેશે ભગવાન શિવની વિશેષ કૃપા
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 11:59 PM
Share

હિંદુ ધર્મમાં મહા શિવરાત્રી (Maha Shivratri 2022) ના તહેવારનું ખૂબ મહત્વ છે. આ દિવસે શિવભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ વર્ષે મહા શિવરાત્રીનો તહેવાર 01 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. આ વાર્ષિક તહેવાર દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે બિલીના પાન અને જળ અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ વર્ષે મહા શિવરાત્રીનો તહેવાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. તેમાં મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. આ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે.

મેષ

આ વર્ષે મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ રહેશે. આ દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગનો અભિષેક કરો. ભગવાન શિવના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા દરેક કાર્ય સફળ થશે.

મિથુન

મહા શિવરાત્રીના દિવસે સારા સમાચાર મળવાની અપેક્ષા છે. ભગવાન શિવ પણ તમારા પર પોતાની વિશેષ કૃપા વરસાવશે. તમારા વિવાહિત જીવનમાં પણ સારા બદલાવ આવશે. સંબંધો સુધરવાની શક્યતા સૌથી વધુ છે. તમારા જીવનસાથી સાથેના તમારા બોન્ડને મજબૂત કરવા માટે આ સમયની ઊર્જાનો ઉપયોગ કરો.

વૃશ્ચિક

આ શિવરાત્રિ પર આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. તેઓ તેમના જીવનમાં વધુ માનસિક શાંતિ અને સંતુલન અનુભવે તેવી શક્યતા છે. જો આ રાશિના લોકો નોકરી શોધી રહ્યા છે, તો તેમને ઘણી સારી તકો મળવાની સંભાવના છે. નોકરી અને ધંધામાં સફળતા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

મકર

મકર રાશિના લોકોને શનિદેવ અને મહાદેવ બંને તરફથી વિશેષ આશીર્વાદ મળશે. આ શિવરાત્રિ પર બિલીપત્ર, ગંગા જળ, ગાયના દૂધ વગેરેથી ભગવાનની પૂજા કરવાથી તમને સમૃદ્ધિ અને સુખ મળશે.

કુંભ

આ રાશિના લોકોને શનિદેવ અને મહાદેવ બંનેના આશીર્વાદ પણ મળશે. તમે કાર્યક્ષેત્રમાં સફળ થશો અને પૈસાની સાથે આવક પણ વધશે. આ તહેવાર પર વ્રત કરો અને પૂરા વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Junagadh: આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, નાગા બાવાના ધુણા ચેતવા લાગ્યા

આ પણ વાંચો: Mahashivratri: મહાશિવરાત્રિએ અજમાવો આ અત્યંત સરળ ઉપાય, મનની બધી જ ઈચ્છા પૂર્ણ કરશે મહાદેવ !

Follow Us
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
g clip-path="url(#clip0_868_265)">