AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુરુ ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ કઇ રાશિને મળશે લાભ અને કઇ રાશિએ રહેવું પડશે સાવધાન

મિથુન રાશિથી (zodiac signs) અગિયારમાં સ્થાનમાં ગુરુનું ભ્રમણ કુટુંબને લગતી બાબતમાં લાભ અપાવે. સંતાન બાબતે પણ કોઈ સારી વાત બની શકે છે, દામ્પત્યજીવનમાં પણ સુખની વાત બની શકે છે.

ગુરુ ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ કઇ રાશિને મળશે લાભ અને કઇ રાશિએ રહેવું પડશે સાવધાન
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:36 AM
Share

ડો. હેમિલ પી લાઠીયા,જ્યોતિષાચાર્ય

દેવગુરુ બૃહસ્પતિ તા. ૨૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ પોતાની સ્વરાશિ મીન માંથી નીકળી તેમના મિત્રની રાશિ મેષમાં પ્રવેશ કરે છે, અને તા. ૦૧ મે ૨૦૨૪ સુધી ત્યાં ભ્રમણ કરશે. બાર રાશિના જાતકને એ સામાન્ય ફળકથન મુજબ કેવું ફળ મળશે તે જોઈએ, જાતકની વર્તમાન ગ્રહ દશા, ગોચર વગેરે જેવી બાબત મુજબ ફળકથનમાં વિશેષ લાભાલાભ જોવામાં આવે છે. અહીં ફક્ત રાશિનું સામાન્ય ફળકથન રજૂ કરેલ છે,

મેષ ( અ,લ,ઈ )

તમારી રાશિ પરથી ગુરુનું ભ્રમણ સંતાન બાબત તેમજ મુસાફરી યાત્રા કે જાત્રા બાબત લાભ અપાવી શકે છે, સ્વાસ્થ્ય બાબત થોડી કાળજી રાખવી હિતાવહ છે, આર્થિક બાબતમા સુધારો સંભવિત કહી શકાય.

વૃષભ (બ,વ,ઉ )

તમારી રાશિથી બારમે ગુરુનું ભ્રમણ થોડી કાળજી રાખવી, નોકરીમાં લાભની તક અપાવે, કોઈ સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તેમાં કોઈ નિદાન ફાયદો કરાવે. જમીન, મકાન બાબત કોઈ લાભની વાત પણ બની શકે.

મિથુન ( ક,છ,ઘ )

તમારી રાશિથી અગિયારમાં સ્થાનમાં ગુરુનું ભ્રમણ કુટુંબને લગતી બાબતમાં લાભ અપાવે. સંતાન બાબતે પણ કોઈ સારી વાત બની શકે છે, દામ્પત્યજીવનમાં પણ સુખની વાત બની શકે છે.

કર્ક ( ડ,હ )

તમારી રાશિથી દશમે ગુરુનું ભ્રમણ પરિવાર અને નાણાં સુખમાં વધારો કરે. કોઈ સારા પ્રસંગની વાત બની શકે. વ્યવસાયમાં સુધારો થાય. વડીલ વર્ગના સ્વાસ્થ્યની થોડી ચિંતા આવી શકે.

સિંહ ( મ,ટ )

તમારી રાશિથી નવમે ગુરુનું ભ્રમણ ધાર્મિક કાર્યમાં રૂચી વધારે, સ્વાસ્થ્ય અંગે કોઈ દ્વિધા હોય તો તેમાં પણ સારો સુધારો આવી શકે, કુંટુંબમા કોઈ લાભની વાત પણ બની શકે છે.

કન્યા ( પ,ઠ,ણ )

તમારી રાશિથી આઠમે ગુરુનું ભ્રમણ કોઈ કાર્ય અર્થે મુસાફરી કરાવે, નાણાંકીય સ્થિતિમાં સુધારો આવે, પરિવારમાં કોઈ સારા પ્રસંગમાં યોગદાન આપવાનું પણ બની શકે છે.

તુલા ( ર,ત )

તમારી રાશિથી સાતમે ગુરુનું ભ્રમણ આકસ્મિક લાભના યોગ ઉભા કરશે, સ્વાસ્થ્યમાં સુધારો થાય, આત્મબળ વધે, કુટુંબ પ્રત્યે ભાવના વધે, કામકાજમાં ઉત્સાહ પણ વધે તેવા યોગ બને છે.

વૃશ્ચિક ( ન,ય )

તમારી રાશિથી છઠે ગુરુનું ભ્રમણ કામકાજમાં સારો લાભ કે સારી તક અપાવશે, મુસાફરીના યોગ પણ બનાવશે, નાણાંકીય બાબતમાં પણ લાભ થાય તેવું બનવાજોગ છે.

ધન ( ભ,ફ,ધ ઢ )

તમારી રાશિથી પાંચમે ગુરુનું ભ્રમણ ભાગ્યને બળ મળશે, અટકેલા કાર્ય પૂરા કરવા મહેનત કરશો તો લાભ સંભવિત છે, આકસ્મિક લાભની વાત બનવાજોગ છે, સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે,

મકર ( ખ, જ )

તમારી રાશિથી ચોથે ગુરુનું ભ્રમણ આકસ્મિક લાભની તક અપાવશે, નોકરી, વ્યવસાયમાં લાભની કોઈ વાત પણ બની શકે છે, યાત્રા કે જાત્રાના યોગ પણ છે જેમાં ખુશી અનુભવો.

કુંભ ( ગ,સ,શ )

તમારી રાશિથી ત્રીજે ગુરુનું ભ્રમણ દામ્પત્યજીવનમાં સુખાકારી વધારશે, ભાગ્યને બળ મળશે જેથી મહેનત બાદ કામકાજમાં સારી સફળતા મળે, કોઈ લાભની વાત અંગત જીવનમાં પણ મળી શકે છે.

મીન ( દ,ચ,ઝ,થ )

તમારી રાશિથી બીજે ગુરુનું ભ્રમણ નોકરી વ્યવસાયમાં લાભ અપાવશે, જુના અટકેલા કાર્યમાં સફળતા મળી શકે છે, પરિવારમાં કોઈ પ્રસંગમા સારું યોગદાન પણ આપી શકાય.

(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણ પણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું )

g clip-path="url(#clip0_868_265)">