AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 વર્ષ બાદ હાઇબ્રિડ સૂર્યગ્રહણ ! જાણો, કઈ રાશિઓને આ સૂર્યગ્રહણ કરાવશે લાભ ?

વર્ષ 2023નું આ પહેલું સૂર્યગ્રહણ (solar eclipse) ભારતમાં જોવા નહીં મળે. એવામાં સૂતક કાળ પણ પાળવામાં નહીં આવે. પરંતુ સૂર્યગ્રહણની અસર દરેક રાશિના જાતકોના જીવન પર તો પડશે જ !

100 વર્ષ બાદ હાઇબ્રિડ સૂર્યગ્રહણ ! જાણો, કઈ રાશિઓને આ સૂર્યગ્રહણ કરાવશે લાભ ?
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 14, 2023 | 6:12 AM
Share

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દર વર્ષે થાય છે. તેને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે. એવી જ રીતે આ વખતે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ, તેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 20 એપ્રિલે જ્યારે સૂર્યગ્રહણ થશે, તે સમયે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં બિરાજમાન હશે. એટલું જ નહીં, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે ત્યારે એક અદભૂત નજારો પણ જોવા મળશે જે પૂરાં 100 વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે ! 20 એપ્રિલે 3 પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળશે ! આ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકોએ હાઇબ્રિડ સૂર્યગ્રહણનું નામ આપ્યું છે. તો ચાલો જાણીએ આ હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે ? અને આ સૂર્યગ્રહણથી કઈ રાશિઓને થશે લાભ ?

વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ ક્યારે ?

વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023, ગુરુવારે સવારે 07:04 કલાકે શરૂ થશે. જે બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે. એટલે કે, આ વખતે સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાકને 24 મિનિટ જેટલો રહેશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે.

કયા પ્રકારનું સૂર્યગ્રહણ હશે ?

વાસ્તવમાં સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના હોય છે. આંશિક સૂર્યગ્રહણ, પૂર્ણ સૂર્યગ્રહણ અને કુંડલાકાર સૂર્યગ્રહણ ! વૈજ્ઞાનિકોના મત અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ ત્રણેવ પ્રકારથી જોવા મળશે. એટલે કે, તે સૂર્યગ્રહણના ત્રણેય પ્રકારના મિશ્રણ સમાન હશે !

હાઇબ્રિડ સૂર્યગ્રહણ !

વૈજ્ઞાનિકોના મત અનુસાર જ્યારે સૂર્ય ગ્રહણના સમયે તે આંશિક, કુંડલાકાર અને પૂર્ણ હોય તો તેને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવાય છે. માનવામાં આવે છે કે આવી ખગોળીય ઘટના 100 વર્ષ પછી થઇ રહી છે !

આંશિક સૂર્યગ્રહણ એટલે શું ?

આ ખગોળીય ઘટના ત્યારે સર્જાય છે કે જ્યારે ચંદ્ર સૂર્યના નાના ભાગને જ પ્રભાવિત કરતો હોય છે !

શું છે પૂર્ણ સૂર્યગ્રહણ ?

પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે સર્જાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની એક જ સીધી લાઇનમાં આવે છે. એવામાં પૃથ્વીના એકભાગમાં સંપૂર્ણ અંધારુ છવાઈ જાય છે.

કુંડલાકાર સૂર્યગ્રહણ એટલે શું ?

આ એક ખગોળીય ઘટના છે અને એકદમ અલગ છે. આ સૂર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યની બરાબર વચ્ચે આવી જાય છે એટલે કે સૂર્ય એક ચમકદાર રીંગ જેવો જોવા મળશે, આને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે !

કઇ રાશિઓને થશે સૂર્યગ્રહણનો લાભ ?

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર વર્ષનું આ પહેલું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. એવામાં સૂતક કાળ પણ નહીં પાળવામાં આવે. પરંતુ સૂર્યગ્રહણની અસર દરેક રાશિના જાતકોના જીવન પર તો પડશે જ ! માન્યતા અનુસાર આ સૂર્યગ્રહણ સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના જાતકો પર તેની શુભ અસર પાડશે ! આ રાશિઓને સમાજમાં માન-સન્માન તેમજ ધનલાભની પ્રાપ્તિ થશે. તેની સાથે જ આ રાશિઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ સફળ રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">