ચૈત્રી નવરાત્રીમાં માતાજીની એક અખંડ જ્યોત આપના જીવનમાં લાવશે અખંડ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ !

TV9 Bhakti

|

Updated on: Mar 18, 2023 | 6:23 AM

ચૈત્રી નવરાત્રી (chaitri navratri) દરમ્યાન માતાજીની પૂજા કરવાનું વિશેષ વિધાન શાસ્ત્રોમાં જણાવ્યું છે તેની સાથે ચૈત્રી નવરાત્રીમાં ખાસ કરીને માતા દુર્ગાના દુર્ગા સપ્તસતીના પાઠ અવશ્ય કરવા જોઇએ અને આ નવ દિવસોમાંથી જો તમે સાતમી નવરાત્રીના દિવસે આ ઉપાય કરો છો તો આપને માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની એક અખંડ જ્યોત આપના જીવનમાં લાવશે અખંડ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ !

હોળીનો તહેવાર પૂર્ણ થાય અને દરેક લોકો નવરાત્રીની રાહ જોતા હોય છે. આ વર્ષે નવરાત્રી જલ્દી શરૂ થવાની છે. જો કે ચૈત્ર મહિનાના અંતમાં નવરાત્રી આવતી હોય છે. પરંતું આ વખતે 22 માર્ચથી જ નવરાત્રી શરૂ થવાની છે. નવરાત્રી પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ નવ દિવસો સુધી માતાના નવ સ્વરૂપોની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને વ્રત કરવાનું શાસ્ત્રોમાં વિધાન જણાવ્યું છે.

આ રીતે ઉપાય કરવાથી માતા પ્રસન્ન થઇને પોતાના ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. આ નવ દિવસોમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી આપના જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

ચૈત્રી નવરાત્રીનું વ્રત

અખંડ જ્યોત

ચૈત્રી નવરાત્રીના નવ દિવસો સુધી માતા દુર્ગાની અખંડ જ્યોત ઘરમાં પ્રજવલિત રાખવી જોઇએ. ચૈત્રી નવરાત્રીના નવ દિવસો સુધી માતાજીની સ્થાપના કરી હોય ત્યાં તેમની સમક્ષ બેસીને મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઇએ. આ રીતે પૂજન અર્ચન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે અને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.

દુર્ગા સપ્તશતીના પાઠ

ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાના દુર્ગા સપ્તસતીના પાઠ અવશ્ય કરવા જોઇએ અને આ નવ દિવસોમાંથી ખાસ કરીને સાતમા દિવસે ઉપાય અવશ્ય કરવો જોઇએ તેનાથી માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. આ નવ દિવસો દરમ્યાન ક્યારેય કોઇના વિશે ખરાબ વિચારવું નહીં અને પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઇએ.

લાલ રંગનું આસન

ચૈત્રી નવરાત્રીમાં પૂજા કરતાં સમયે લાલ આસન પર સ્થાન ગ્રહણ કરવું જોઇએ અને જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો લાલ રંગનું કપડું પાથરીને તેની પર સ્થાન ગ્રહણ કરીને પછી જ પૂજા કરવી જોઇએ.

ત્રણ દેવીઓનું પૂજન

ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાની સાથે માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનું પૂજન અવશ્ય કરવું જોઇએ.માતાજીના આ 3 સ્વરૂપોની પૂજા કરવાથી માતા વૈષ્ણોદેવીની પૂજા સંપન્ન થાય તેવું માનવામાં આવે છે. આ રીતે પૂજન અર્ચન કરવાથી માતાજી આપની દરેક પ્રકારની મનોકામનાની પૂર્તિ કરે છે અને આપના જીવનમાં સુખ-સમૃદ્ધિના અખંડ આશીર્વાદ આપે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati