Bhakti : જો જો પછતાવું ન પડે ! સત્યનારાયણની કથાના આયોજન પહેલાં જાણી લો આ ખાસ વાત

ઘરની સ્વચ્છતા, શુદ્ધતાથી લઈ સત્યનારાયણ ભગવાનની પ્રતિમા અને કથા દિશા સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. કારણકે તમારા ઘરની તમામ સમસ્યાઓનું સમાધાન છે ભગવાન સત્યનારાયણની કથા.

  • Publish Date - 9:46 am, Thu, 22 July 21 Edited By: Bhavesh Bhatti
Bhakti : જો જો પછતાવું ન પડે ! સત્યનારાયણની કથાના આયોજન પહેલાં જાણી લો આ ખાસ વાત
સત્યનારાયણની કથાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે

ઘરે સુખ અને શાંતિ મેળવવા માટે સત્યનારાયણ (SATYANARAYAN) ની પૂજાનું ખાસ મહત્વ છે. દરેક લોકોના જીવનમાં કોઈને કોઈ પરેશાની હોય છે. જીવનમાં સતત આવતી સમસ્યા પાછળ ઘણા કારણો હોય છે જેમકે ખરાબ ભાગ્ય, ઘરમાં વાસ્તુ દોષ, નકારાત્મક ઉર્જા, દુષ્ટ શક્તિનો પ્રભાવ અને બીજું પણ ઘણું બધુ. આ તમામથી છૂટકારો પ્રાપ્ત કરવાની સૌને મહેચ્છા હોય છે. કારણકે અંતે તો દરેકને સુખની જ શોધ હોય છે.

પણ સવાલ તો એ છે કે આ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે કેવી રીતે ? પ્રભુનું સામિપ્ય હોય અને શાસ્ત્રોની સાચી સમજ હોય તો કોઈ પણ પરેશાનીનો આસાનીથી સામનો કરી શકાય. પરંતુ પ્રશ્ન તો એ પણ થાય ને કે ઈશ્વરનું સામિપ્ય મેળવવું કેવી રીતે ? આ તમામ સવોલોનો જવાબ, આપની સમસ્યાનો હલ અને આપના સુખનું સરનામું છે ઘરમાં થતી ભગવાન સત્યનારાયણની કથા.

તમે પણ તો ઘરે સત્યનારાયણની કથા કરાવતાં હશો. આ લેખ વાંચનારા કેટલાય લોકોએ તો આજ પહેલાં પણ ઘણી વખત સત્યનારાયણની કથા કરાવી હશે. પરંતુ કથામાં અમુક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આવો જાણીએ કે ભગવાન સત્યનારાયણની પૂજા કે કથા કરતા સમયે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

ઘરની સ્વચ્છતા
ઘરમાં સત્યનારાયણ પ્રભુની કથા કરાવવી એટલે કે ઘરમાં ભગવાન સત્યનારાયણને નિમંત્રણ આપવું. હવે જો પ્રભુને ઘરમાં આમંત્રિત કરો છો તો ઘર પણ તો સ્વચ્છ જોઈએ ને ? એટલે કે જ્યારે પણ તમે તમારા ઘરમા કથાનુ આયોજન કરતા હોવ ત્યારે આખા ઘરને સારી રીતે સ્વચ્છ કરવું. ઘરના દરેક ભાગમા ધૂળ કે માટી રહી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવુ.

ઘરની શુદ્ધતા
કથા પૂર્વે ઘર સ્વચ્છ પણ હોવું જોઈએ અને શુદ્ધ પણ હોવું જોઈએ. ઘરની શુદ્ધતા માટે કથા કરતા પૂર્વે ઘરને ગંગાજળથી યોગ્ય રીતે પવિત્ર કરો. પોતાના ઘરના એક એક ખૂણાના તમામ ભાગ પર ગંગાજળનો છટકાવ કરવો જોઈએ. ગંગાજળના છંટકાવથી ઘરમા હકારાત્મક શક્તિનો સંચાર થાય છે અને કથા માટે એક ઉત્તમ વાતાવરણનું નિર્માણ થાય છે.

સાચી દિશામાં જ રાખો પ્રતિમા
સત્યનારાયણ ભગવાનની પ્રતિમાની દિશા પણ આપના જીવન પર ખુબ પ્રભાવ પાડે છે. ઘરની પૂર્વ દિશામાં સત્યનારાયણની પ્રતિમાને સ્થાપિત કરવી જોઈએ કારણ પૂર્વ દિશા સૂર્યદેવની દિશા કહેવાય છે, આ દિશામાં સૂર્યની પહેલી કિરણ પડે છે. સૂર્યની પહેલી કિરણ અપાર સકારાત્મક ઊર્જાથી ભરેલી હોય છે. તેથી આ સ્થાન પર સત્યનારાયણ કથા કરાવવાથી ભગવાન જલ્દી આપના ઘરમાં પ્રવેશ કરે છે. તેમજ કથામાં આવેલા દરેક લોકો પર પણ સકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે.

ઘરમાં કથાનું સ્થાન
સત્યનારાયણ કથા ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં ઘરમાં સૌથી વધુ નેગેટીવ એનર્જી હોય છે. તેથી આપણને પૂજાનું ફળ નથી મળતું. એવું કહેવાય છે કે કથા દરમિયાન ક્યારેય મોટા અવાજે ન બોલવું. ઘરના તમામ લોકો એ શાંતિ રાખવી.

અતિથીને સન્માન
આપણી પરંપરા ‘અતિથી દેવો ભવ:’ ની છે. કથા દરમિયાન હાજરી આપનારા તમામ વ્યક્તિને પ્રભુ સત્યનારાયણનો પ્રસાદ મળે તે ખુબ જરૂરી છે. સત્યનારાયણની કથામાં પ્રભુ સત્યનારાયણના પ્રસાદનું ખુબ મહત્વ છે. ખાસ યાદ રહે આપના ઘરે આવેલ કોઈપણ વ્યક્તિ પ્રસાદ વગર પરત ન ફરે.

એવું માનવામાં આવે કે જે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થાય છે ત્યાંથી નકારાત્મક ઊર્જા નાશ પામે છે અને ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જા સ્થિર થાય છે. એવું કહે છે કે વર્ષમાં 2 વાર જો ઘરમાં કથાનું આયોજન કરવામાં આવે તો પરિવારના લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય છે.

સત્યનારાયણની કથા દ્વારા ઘરમાંથી વાસ્તુદોષ પણ દુર થઈ જાય છે. પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે. તો ઘરના તમામ લોકોને યશ અને કિર્તીની પણ પ્રાપ્તિ થાય છે.

 

આ પણ વાંચો : માળા કરતી વખતે ભૂલથી પણ આ ન કરવું, નહીંતર મળશે ભયાનક પરિણામ !

Click on your DTH Provider to Add TV9 Gujarati