કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ચોક્કસથી કરો આ ઉપાય, સૂર્યદેવતા શુભ ફળ કરશે પ્રદાન
વિધિ વિધાન સાથે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને સફળતા મળી શકે છે અને સાથે જ માનસિક શાંતિ અને સ્વયંમાં શક્તિનો સંચાર પણ તે અનુભવી શકે છે. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો શુભ ફળની પ્રાપ્તિ અર્થે કોઈપણ એક સૂર્યમંત્રનો જાપ નિત્ય કરવો જોઈએ.
હિંદુ ધર્મમાં (hindu religion) ભગવાન સૂર્યદેવ (lord surya) એ પ્રત્યક્ષ દેવતાના રૂપમાં પૂજાય છે. એ જ કારણ છે કે તેમની પૂજા વિશેષ ફળદાયી મનાય છે. કહે છે કે વિધિ વિધાન સાથે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને સફળતા મળી શકે છે અને સાથે જ માનસિક શાંતિ અને સ્વયંમાં શક્તિનો સંચાર પણ તે અનુભવી શકે છે. સૂર્યદેવની પૂજામાં સૂર્યમંત્ર, સૂર્ય ગાયત્રી મંત્ર સહિત અનેક મંત્રોનો પ્રયોગ કરાય છે. કહે છે કે વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર નિત્ય થોડાં થોડાં જાપ કરે તો પણ સમય આવ્યે તેનું ફળ ચોક્કસથી પ્રાપ્ત થાય છે.
ફળદાયી સૂર્ય પૂજા
સૂર્ય એ યશનો કારક મનાય છે. તે માન સન્માનમાં વૃદ્ધિ કરાવે છે. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો શુભ ફળની પ્રાપ્તિ અર્થે કોઈપણ એક સૂર્યમંત્રનો જાપ નિત્ય કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે શુક્લ પક્ષના રવિવારથી સૂર્યમંત્રના જાપનો પ્રારંભ કરવો અત્યંત શુભદાયી મનાય છે. માન્યતા અનુસાર જ્યારે આ જાપ 7,000 સુધી પહોંચે છે ત્યારે તે સિદ્ધ થાય છે. જો કે વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર નિત્ય થોડાં-થોડાં જાપ કરી શકે છે. પરંતુ, આ મંત્રજાપનો પ્રારંભ કરતા પૂર્વે વ્યક્તિએ આ જાપને એક નિશ્ચિત સમયગાળામાં પૂરા કરવાનો સંકલ્પ જરૂરથી લેવો જોઈએ. આવો હવે, મંત્ર વિશે વિગતે માહિતી મેળવીએ.
સૂર્યનો વૈદિક મંત્ર
ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મત્ર્યણય । હિરણ્યેન સવિતા રથેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન્ ।।
સૂર્ય માટેના તાંત્રોક્ત મંત્ર
ૐ ધૃણિ: સૂર્યદિત્યોમ । ૐ ધૃણિ: સૂર્ય આદિત્ય શ્રી ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમ:। ૐ હ્રીં હ્રીં સૂર્યાય નમ:।
સૂર્ય નામ મંત્ર
ૐ ઘૃણિ સૂર્યાય નમઃ ।
સૂર્યનો પૌરાણિક મંત્ર
જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ । તમોરિસર્વ પાપઘ્નં પ્રણતોસ્મિ દિવાકરમ્ ।।
સૂર્યનો ગાયત્રી મંત્ર
ૐ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય: પ્રચોદયાત્ ।
આ મંત્રની નિત્ય માળાજાપ કરવાથી આપની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે.
વ્યવસાયમાં વૃદ્ધિ અર્થે
ૐ ધૃણિ: સૂર્ય આદિવ્યોમ ।
દરરોજ વ્યવસાયના સ્થળે જતા પૂર્વે આ મંત્રની માળા કરીને નિકળવું.
અસાધ્ય રોગથી મુક્તિ અર્થે મંત્ર
ૐ હ્રાં હ્રીં સઃ સૂર્યાય નમઃ ।
આ મંત્રજાપ કરવાથી ઘર પરિવારમાં રહેલ માંદગી દૂર થાય છે. ઘરના સભ્યો તંદુરસ્ત રહે છે.
સંતાન પ્રાપ્તિ સૂર્યમંત્ર
ૐ ભાસ્કરાય સંતાન દેહિ મહાતેજસે । ધીમહિ તન્ન સૂર્ય પ્રયોદયાત્ ।।
જાતકે દરરોજ બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને આ મંત્રના જાપ કરવા જેથી તેનો લાભ મળી શકે.
કહે છે કે જે વ્યક્તિ તેના મનોરથ અનુસાર ઉપરોક્ત મંત્રોનો આસ્થા સાથે જાપ કરે છે અને મંત્રને સિદ્ધ કરી લે છે, તેને ચોક્કસથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જો આ રીતે કરશો બજરંગ બાણનું પઠન, તો તમામ મુસીબતને હરી લેશે પવનસુત હનુમાન
આ પણ વાંચો : પૌરાણિક કથાઓમાં પણ સિંદૂરનો ઉલ્લેખ, જાણો સિંદૂર સાથે જોડાયેલી રસપ્રદ માન્યતા