Mahashivratri: એક બીલીપત્ર કેવી રીતે પ્રાપ્ત કરાવશે મહાદેવની મહાકૃપા ? જાણો અત્યંત ફળદાયી વિધિ
શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે. પણ, જો આ જ બીલીપત્ર એક વિશેષ પ્રયોગ સાથે મહેશ્વરને અર્પણ કરવામાં આવે તો તે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં આ દિવસે કરવામાં આવતા સરળ પ્રયોગ તમારું ભાગ્ય પણ બદલી શકે છે !
આ મહાશિવરાત્રિનો (MAHASHIVRATRI) અવસર શુભ સંયોગ સાથે આવ્યો છે. આ દિવસે મહેશ્વરને આસ્થાથી જળ અર્પણ કરવામાં આવે તો પણ તે રીઝી જાય છે. શિવ (SHIV) તો છે જ ભોળાનાથ. અને આ ભોળાનાથ એટલે તો ઝડપથી રીઝનારા દેવ. અલબત્, શ્રદ્ધાળુઓ પ્રભુની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા તેમને દૂધ, ધતુરો કે બીલીપત્ર અર્પણ કરતા રહે છે. તમે પણ શિવાલયમાં જઈ બિલ્વના પાનથી ભોળાશંભુની પૂજા કરી જ હશે. પણ, શું તમે જાણો છો કે અત્યંત સરળ પૂજાવિધિથી પણ શિવજી પ્રસન્ન થાય છે !
બિલિપત્ર એ શિવજીને પ્રિય હોવાનું તો સૌ જાણે જ છે. પણ, આજે એ જાણીશું કે આ પ્રિય બીલીપત્ર કેવી રીતે શિવને અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થશે ! ચાલો જાણીએ કે કઈ રીતે સરળ પૂજાવિધિ સાથે પ્રસન્ન કરીશું મહાદેવને. આ પૂજાવિધથી આપ પ્રાપ્ત કરશો શિવની વિશેષ કૃપા !
શિવરાત્રિના દિવસે કરવામાં આવતી વિશેષ પૂજાની વિધિ
⦁ માટી કે તાંબાના કળશમાં પાણી કે દૂધ ભરીને તેમાં બીલીપત્ર, આંકડાના પુષ્પ, ચોખા વગેરે મિશ્રિત કરીને શિવલિંગ પર અર્પણ કરવું.
⦁ મહાશિવરાત્રિના દિવસે શિવપુરાણનો પાઠ અને મહામૃત્યુંજય મંત્ર કે શિવના પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઇએ. સાથે જ મહાશિવરાત્રિના અવસરે રાત્રિ જાગરણનો મહિમા છે.
⦁ શાસ્ત્રો અનુસાર, મહાશિવરાત્રિની પૂજા રાત્રીના સમયે ઉત્તમ ગણાય છે. જો કે ભક્ત પોતાની સુવિધા અનુસાર ભગવાન શિવની પૂજા કરી શકે છે.
બીલીપત્ર અર્પણ કરવાની વિધિ
શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે. પણ, જો આ જ બીલીપત્ર એક વિશેષ પ્રયોગ સાથે મહેશ્વરને અર્પણ કરવામાં આવે તો તે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. અને આ પ્રયોગ એટલે સ્વયં શિવજીનો મંત્ર લખેલું બીલીપત્ર ! જી હાં, સ્વયં શિવજીનો મંત્ર લખેલું બીલીપત્ર મહાદેવને અર્પણ કરવાથી તે ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. તો આવો, આ પ્રયોગ માટેની વિધિ જાણીએ.
⦁ 3 પાન સાથેના 11 બીલીપત્ર લો.
⦁ એક પણ બીલીપત્ર કાણાંવાળુ કે ફાટેલું ન હોવું જોઈએ.
⦁ ચંદનની મદદથી બીલીપત્ર પણ “ૐ નમઃ શિવાય” લખો.
⦁ 1 બિલ્વના ત્રણેવ પાન પર આ રીતે મંત્ર લખો.
⦁ 11 પાનને જોડી એક માળા બનાવો.
⦁ શિવાલયમાં જઈ “ૐ નમઃ શિવાય”ના જાપ સાથે જ આ માળા શિવજીને અર્પણ કરો.
⦁ માળા ન બનાવી શકો તો મંત્ર બોલતા 11 પાન મહેશ્વને અર્પણ કરો.
કહે છે, કે આ સરળ પ્રયોગથી મહાદેવ ત્વરિત પ્રસન્ન થાય છે. શિવરાત્રીમાં તો આ પ્રયોગ અત્યંત લાભદાયી મનાય છે.
મનાશાપૂર્તિના આશીર્વાદ
⦁ મહાશિવરાત્રિના દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિના આશિષ પ્રાપ્ત થાય છે.
⦁ જો આપની કોઇ ઇચ્છાની પૂર્તિ કરવી હોય તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી જોઇએ.આ કરવાથી ભગવાન ભોળાનાથ આપની મનોકામનાની પૂર્તિ કરે છે.
⦁ જો કુંડળીમાં કોઇ દોષ જોવા મળે તો તેનું નિવારણ પણ કરશે આ મહાશિવરાત્રિનો દિવસ. જો કોઇ જાતકની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી હોય તો આજના દિવસે શિવલિંગ પર દૂધ વડે અભિષેક કરવો જોઇએ. સાથે જ “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો જોઇએ. આ કાર્ય કરવાથી જાતકની કુંડળીમાં રહેલ ગ્રહની સ્થિતિમાં સુધારો આવશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : રુદ્રાભિષેક મહાદેવને પ્રસન્ન કરવાનો કારગર ઉપાય છે, તેનાથી બધી પરેશાનીઓ થશે દૂર
આ પણ વાંચો : શું તમને ખબર છે કે ધરતીના કયા સ્થાન પર થયા હતા શિવ-પાર્વતીના વિવાહ ?