Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 17 ઓગસ્ટ: આજે આળસ છોડી કામ પર આપો ખાસ ધ્યાન, પરિવાર સાથે સારો સમય થશે પસાર

|

Aug 17, 2021 | 6:08 AM

Aaj nu Rashifal: મનોરંજન અને પરિવાર સાથે ઓનલાઈન શોપિંગમાં આનંદનો સમય પસાર થશે. પ્રેમ સંબંધો પણ ગંભીર રહેશે

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 17 ઓગસ્ટ: આજે આળસ છોડી કામ પર આપો ખાસ ધ્યાન, પરિવાર સાથે સારો સમય થશે પસાર
Horoscope Today Gemini

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન: આજે ગ્રહોનું પરિવહન તમારા માટે લાભદાયક અને આરામદાયક પરિસ્થિતિઓ સર્જી રહ્યું છે. તેથી, આળસ છોડીને, પૂર્ણ નિષ્ઠા સાથે તમારા કામ પર ધ્યાન આપો. લોકોની ચિંતા ન કરો. જો તમે સફળતા પ્રાપ્ત કરશો તો આ લોકો તમારી ક્ષમતાની ખાતરી કરશે.

ક્યારેક કોઈ કારણ વગર મન વિચલિત થઈ શકે છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખો. બાળકોની પ્રવૃત્તિઓ અને સંગત પર નજીકથી નજર રાખવી પણ જરૂરી છે. બિનજરૂરી મુસાફરી મુલતવી રાખવાની સલાહ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કાર્યસ્થળમાં લગભગ તમામ કામ સરળતાથી પૂર્ણ થશે. આ સમયે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સારી થઈ રહી છે. પરંતુ તમારા વ્યવસાયના સ્થળે નકારાત્મક વૃત્તિના લોકોને દખલ ન થવા દો. ઓફિસનું વાતાવરણ સુખદ રહેશે.

લવ ફોકસ- મનોરંજન અને પરિવાર સાથે ઓનલાઈન શોપિંગમાં આનંદનો સમય પસાર થશે. પ્રેમ સંબંધો પણ ગંભીર રહેશે.

સાવચેતી- હવામાનમાં ફેરફારની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. બેદરકાર ન બનો અને વ્યવસ્થિત રૂટિન રાખો.

લકી રંગ- લાલ
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 3

 

 

Next Article