AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક શિવલિંગના દર્શન કરો અને કરોડ ગણાં પુણ્યની પ્રાપ્તિ કરો ! કચ્છના કોટેશ્વરધામનો જાણો મહિમા

ભક્તોને કોટિ આશિષ પ્રદાન કરે છે ‘કોટેશ્વર’ (Koteshwar) મહાદેવ. 33 કોટિ દેવતાઓ દ્વારા સ્થાપિત છે કચ્છના કોટેશ્વર ! આ શિવલિંગ તો એ જ ધરા પર વિદ્યમાન છે, કે જ્યાં એક સમયે મહાદેવનું સૌથી શક્તિશાળી શિવલિંગ સ્થાપિત થયું હતું.

એક શિવલિંગના દર્શન કરો અને કરોડ ગણાં પુણ્યની પ્રાપ્તિ કરો ! કચ્છના કોટેશ્વરધામનો જાણો મહિમા
Kutch's Koteswaradham
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 01, 2022 | 6:24 AM
Share

કચ્છમાં આવેલા સુપ્રસિદ્ધ કોટેશ્વર (Koteshwar) ધામના, શિવાલયના (Shivalay) દર્શન કર્યા છે ખરા તમે ? કોટેશ્વર મહાદેવના (Mahadev) દર્શન કરીને તમે કરોડ ગણાં પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો. હા, એક શિવલિંગના (Shivling) દર્શન અને કરોડ ગણું પુણ્ય ! આજે અમારે એક એવાં જ શિવાલયની વાત કરવી છે, કે જેની સાથે કંઈક આવી જ માન્યતા જોડાયેલી છે.

કચ્છના લખપત તાલુકામાં કોટેશ્વર મહાદેવનું મંદિર વિદ્યમાન છે. દરિયાકિનારે સ્થાપિત આ મંદિરના સાનિધ્યે સતત ઘૂઘવતા દરિયાનો અવાજ પડઘાતો રહે છે. જેને સાંભળતા જ ભક્તોને સહેજે સોમનાથ અને રામેશ્વરના મંદિરોનું સ્મરણ થઈ આવે છે. અહીં ગર્ભગૃહની મધ્યે મહેશ્વનું અત્યંત સુંદર રૂપ પ્રસ્થાપિત થયું છે. આ મહાદેવ એટલે તો, ભક્તોને કોટિ આશિષ પ્રદાન કરતા ‘કોટેશ્વર’ મહાદેવ.

માન્યતા અનુસાર કોટેશ્વર મહાદેવના તો દર્શન માત્રથી ભક્તોને કરોડગણાં પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. કારણ કે, આ શિવલિંગ તો સ્વયં 33 કોટિ દેવતાઓ દ્વારા સ્થાપિત હોવાની માન્યતા છે. એટલું જ નહીં, કહે છે કે આ શિવલિંગ તો એ જ ધરા પર વિદ્યમાન છે, કે જ્યાં એક સમયે મહાદેવનું સૌથી શક્તિશાળી શિવલિંગ સ્થાપિત થયું હતું. અને તે શિવલિંગ એટલે ‘આત્મલિંગ’ !

પ્રચલિત કથા અનુસાર રાવણે અમરત્વનું વરદાન પ્રાપ્ત કરવા દેવાધિદેવની આકરી તપસ્યા કરી. મહાદેવે પ્રસન્ન થઈ સ્વયં તેમની જ આત્મામાંથી એક શિવલિંગ પ્રગટ કરી રાવણને આપ્યું. અને મહાદેવે રાવણને કહ્યું કે જ્યાં સુધી આ શિવલિંગ તારી સેથે રહેશે, તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે ! શિવજીએ ઉમેર્યું હતુ કે, આ શિવલિંગ તું જે સ્થાન પર મુકીશ, ત્યાં જ તે સ્થાપિત થઈ જશે.”

કહે છે કે, આત્મલિંગ પ્રાપ્ત કરી રાવણ તો પ્રસન્ન થઈ ગયો. પણ, બીજી તરફ રાવણ અમર થઈ જશે તે ભયે દેવતાઓ ભયભીત થઈ ગયા. તેમણએ બ્રહ્મા અને વિષ્ણુને પ્રાર્થના કરી. કોટેશ્વરની કથા અનુસાર સ્વયં બ્રહ્માજીએ ગાયનું અને વિષ્ણુજીએ બ્રાહ્મણનું રૂપ ધર્યું. ગાય રૂપ બ્રહ્માજી કાદવના ખાડામાં ખૂંપી ગયા. જેવો રાવણ આત્મલિંગ લઈ કચ્છના આજના કોટેશ્વરમાં પહોંચ્યો, તે સાથે જ બ્રાહ્મણ રૂપી વિષ્ણુએ કાદવમાં ફસાયેલી ગાય કાઢવા રાવણની મદદ માંગી. અનિચ્છા છતાં ગૌહત્યાનું પાપ લાગવાના ડરે રાવણ મદદ માટે તૈયાર થયો. અનેક પ્રયાસ છતાં ગાય ન નીકળી ત્યારે રાવણે શિવલિંગ જમીન પર મૂકી દીધું. અને ત્યાં જ દેવતાઓની માયા સંકેલાઈ ગઈ.

રાવણ સમજી ગયો કે આ દેવતાઓની માયા છે. તે આત્મલિંગ લેવાં પહોંચ્યો, તો શિવજીએ ત્યાં એક જેવાં જ કરોડ શિવલિંગ ઉત્પન્ન કરી દીધાં. સાચું આત્મલિંગ કયું છે તે ન કળાતા, રાવણ આત્મલિંગ વિના જ લંકા પરત ફર્યો અને પછી શ્રીરામના હાથે તેનો વધ થયો. કહે છે કે રાવણના વધ બાદ શિવજીએ અહીંના કરોડ શિવલિંગ અદ્રશ્ય કરી દીધાં. પણ, શિવજીની જ કૃપાથી રાવણનો વધ શક્ય બન્યો હોઈ, સર્વ દેવી-દેવતાઓએ ભેગા થઈ આ ધરા પર શિવલિંગની સ્થાપના કરી. આમ, કોટેશ્વર મહાદેવ એ તો સ્વયં દેવતાઓના હસ્તે સ્થાપિત હોવાની લોકવાયકાને લીધે જ શ્રદ્ધાળુઓને મન અહીં દર્શનનો સવિશેષ મહિમા છે.

Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
g clip-path="url(#clip0_868_265)">