હનુમાનજી દૂર કરશે લગ્નની ચિંતા, એક સરળ ઉપાયથી દૂર થશે આપની સમસ્યા

દરેક માતા પિતાને તેમના સંતાનો માટે સુયોગ્ય પાત્રની ચિંતા રહેતી હોય છે. કેટલીક વાર સુયોગ્ય પાત્ર તો મળી જાય પણ મનમેળ જ ન બેસે. હનુમાનજીનો એક સરળ ઉપાય આપના વિવાહ આડે આવતા વિઘ્નોને દૂર કરી શકે છે.

હનુમાનજી દૂર કરશે લગ્નની ચિંતા, એક સરળ ઉપાયથી દૂર થશે આપની સમસ્યા
HANUMANJI
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 08, 2022 | 6:22 AM

દરેકના કષ્ટ અને ચિંતાઓને હરનારા છે પવનપુત્ર હનુમાન. પણ શું તમે જાણો છો હનુમાનજી(Hanumanji)નો એક સરળ ઉપાાય તમારા લગ્ન (Marriage)આડે આવતા વિઘ્નોને પણ દૂર કરી શકે છે ? વિશ્વમાં કોઈ માતા-પિતા એવાં નહીં હોય કે જેમને તેમના બાળકોને લઈને ચિંતા નહીં સતાવતી હોય. સંતાન લગ્નની ઉંમરે પહોંચે એટલે માતા-પિતાની ચિંતા અનેકગણી વધી જતી હોય છે. એમાંય વાત જ્યારે હોય સંતાનોના લગ્નની ત્યારે તો ઊંઘ હરામ થઈ જ સમજો. સંતાનની ઉંમર વધતી જતી હોય અને જો તેને યોગ્ય પાત્ર ન મળે તો માતા-પિતા પરેશાન થઈ જતા હોય છે. ત્યારે આજે કરવી છે એક એવાં જ સરળ ઉપાયની વાત કે જે વિવાહ આડેના વિઘ્નોને દૂર કરી દેશે.

ઘણીવાર એવું બને છે કે યુવક-યુવતીને સુયોગ્ય પાત્ર નથી મળતું. તો, ક્યારેક સારું પાત્ર મળવા છતાં મનમેળ નથી બેસતો, અને વાત આગળ વધે તે પહેલાં જ અટકી જાય છે. તો ઘણીવાર એવું બને કે યોગ્ય પાત્ર મળી જાય, વિવાહ નક્કી પણ થઈ જાય, તો પણ, વિવાહ પૂર્વે જ કેટલાંક વિઘ્નો આવીને ઉભા રહી જાય. વારંવાર મુહૂર્ત જોવડાવા છતાં વિવાહ પાછા જ ઠેલાતા જાય. આ બધી જ સમસ્યાઓમાં આ એક અત્યંત સરળ ઉપાય ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ પ્રયોગ મંગળવારના દિવસે કરવાનો છે.

પવનસુત હનુમાનજીને આપણે કષ્ટભંજન દેવ તરીકે પૂજીએ છીએ. તે જીવનના તમામ પ્રકારના કષ્ટને નષ્ટ કરી દે છે. એટલે જ વિવાહ આડેના વિઘ્નોને દૂર કરવામાં પણ તેમનું શરણું લેવાનું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
  1. સૌપ્રથમ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ તેમને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો.
  2. ત્યારબાદ તેમને વિવાહ આડેના વિઘ્ન દૂર કરવા માટેની પ્રાર્થના કરો.
  3. શક્ય હોય તો સળંગ 7 મંગળવાર સુધી સતત હનુમાન મંદિરે જઈ આ કાર્ય કરવું જોઈએ.
  4. જો મંદિરમાં જઈ આ પ્રયોગ કરવો શક્ય ન હોય તો ઘરે પણ ઘર મંદિરમાં હનુમાન પ્રતિમાને આસ્થા સાથે સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરી શકાય. જો આપ ઘરે આ ઉપાય કરો છો તો પણ સતત 7 મંગળવાર સુધી આ ઉપાય કરવો.
  5. લગ્નવાંચ્છુક યુવક-યુવતી આ પ્રયોગ કરે તો તે વિશેષ ફળદાયી બની રહેશે. જો શક્ય ન હોય તો તેમના માતા-પિતા પણ આ ઉપાય અજમાવી સંતાનો વતી પ્રાર્થના કરી શકે છે.
  6. આ પ્રયોગ લૌકિક માન્યતાઓ પર આધારીત છે. પણ, કહે છે કે શ્રદ્ધા સાથે જો આ પ્રયોગ થાય તો કષ્ટભંજન દેવ ચોક્કસથી પ્રસન્ન થાય છે. અને લગ્ન આડેના તમામ વિઘ્નો ઝડપથી દૂર કરી દે છે. જેને લીધે શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">