AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજી દૂર કરશે વિવાહ આડેના વિઘ્ન ! હનુમાન જયંતીએ અચૂક કરો આ સરળ ઉપાય

ચૈત્રમાસની પૂર્ણિમાનો દિવસ હનુમાનજીની જયંતી તરીકે ઉજવાય છે. જો વારંવાર વિવાહ આડે વિઘ્ન આવે છે તો હનુમાન જયંતીએ કેટલાક સરળ ઉપાયો કરવાથી આપ આ અવરોધોને દૂર કરી શકો છો. સિંદૂરની એક ચપટી માત્રથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

હનુમાનજી દૂર કરશે વિવાહ આડેના વિઘ્ન ! હનુમાન જયંતીએ અચૂક કરો આ સરળ ઉપાય
LORD HANUMAN (SYMBOLIC IMAGE)
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:51 AM
Share

દર વર્ષે ચૈત્રમાસની પૂર્ણિમાનો દિવસ હનુમાનજીની (HANUMANJI) જયંતી તરીકે ઉજવાય છે. આ દિવસે હનુમાનજીના જન્મોત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો હનુમાન જયંતીએ હનુમાનજી માટે વ્રત રાખતાં હોય છે, તો કોઈ વિશેષ પૂજા પાઠ પણ કરતાં હોય છે. કહે છે કે જો હનુમાન જયંતીએ કોઇ ખાસ ઉપાય કરવામાં આવે તો હનુમાનજીની કૃપાની પ્રાપ્તિ થાય છે. આપણાં શાસ્ત્રોમાં ચિરંજીવીઓનો ઉલ્લેખ છે. તેમાં અશ્વત્થામા, બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામનો સમાવેષ થાય છે. માન્યતા છે કે આ એ અમર આત્માઓ છે જે આજે પણ આપણી પૃથ્વી પર આપણી વચ્ચે હાજર છે. કળિયુગમાં આ સાત ચિરંજીવીઓમાં મહાબલી હનુમાનજીની સાધનાનું અદકેરું જ મહત્વ છે. કહેવાય છે કે પવનપુત્ર હનુમાનનું માત્ર નામ લેવાથી વ્યક્તિના સંકટ ટળી જાય છે, અને દરેક કષ્ટોનું હનુમાનજી નિવારણ કરે છે.

આજે અમે આપને જણાવીશું હનુમાન જયંતીએ કરવાના કેટલાક ખાસ ઉપાયો. જો વારંવાર વિવાહ આડે વિઘ્ન આવે છે તો હનુમાન જયંતીએ કેટલાક સરળ ઉપાયો કરવાથી આપ આ અવરોધોને દૂર કરી શકો છો. સિંદૂરની એક ચપટી માત્રથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

હનુમાન જયંતીના દિવસે કરવાના ઉપાય

1. કન્યાઓ કે જેમના વિવાહ થવામાં વિલંબ થતો હોય તેમણે એક ચપટી સિંદૂર હનુમાનજીના ચરણોમાં રાખી લો અને હનુમાનજીને લગ્ન સંબંધિત પ્રાર્થના કરો. કહે છે કે એક ચપટી સિંદૂર માત્રથી કન્યાઓના કોડની પૂર્તિ થાય છે અને વિવાહ આડે આવતા અવરોધો પણ દૂર થાય છે. 2. હનુમાન જયંતીના દિવસે ઘીમાં એક ચપટી સિંદૂર મેળવી હનુમાનજીને તેનો લેપ લગાવવો જોઇએ. આ ઉપાયથી પણ વ્યક્તિની મનોકમાના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. 3. ચપટી સિંદૂરમાં ઘી મેળવીને કાગળ પર સ્વસ્તિકનું ચિન્હ બનાવી તેને હનુમાનજીના હ્દય પર લગાવીને તેને તિજોરીમાં રાખી લો. આવું કરવાથી વ્યક્તિની આર્થિક પરેશાની હળવી થતી હોવાની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : તમે નહીં જોઈ હોય આવી દુર્લભ ગણેશ પ્રતિમા, જાણો પુણેના ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિનો મહિમા

આ પણ વાંચો : આ 7 બાબતોનું રાખી લો ધ્યાન, સિદ્ધ કુંજિકા સ્તોત્ર ચોક્કસથી કરશે શ્રેષ્ઠ ફળ પ્રદાન!

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">