આ 7 બાબતોનું રાખી લો ધ્યાન, સિદ્ધ કુંજિકા સ્તોત્ર ચોક્કસથી કરશે શ્રેષ્ઠ ફળ પ્રદાન!
સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ અત્યંત સાવધાની પૂર્વક કરવો જોઇએ. આમ તો આ સ્તોત્રને નિત્યની પૂજામાં સામેલ કરી શકાય છે. પરંતુ, જો આપ અનુષ્ઠાનના રૂપમાં કે વિશેષ ઈચ્છાપૂર્તિ અર્થે તેનો જાપ કરી રહ્યા હોવ તો તેમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
સિદ્ધ કુંજિકા સ્તોત્ર (Siddha Kunjika Stotram) એ આદ્યશક્તિ જગદંબાને પ્રસન્ન કરી તેમની કૃપાને પ્રાપ્ત કરાવતો અત્યંત ફળદાયી સ્તોત્ર છે. કહે છે કે જે વ્યક્તિ નિત્ય જ સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન કરે છે, તેને વાણી અને મનની શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રના પઠનથી વ્યક્તિની અંદર દિવ્ય ઊર્જાનો સંચાર થાય છે. સિદ્ધ કુંજિકા સ્તોત્ર એ વ્યક્તિની કુંડળીમાં રહેલાં ખરાબ દોષોને પણ નિવારી દે છે. તે નકારાત્મક ઊર્જાના પ્રભાવને રોકી દે છે, અને સાથે જ વ્યક્તિને જીવનમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. અલબત્, આ બધાં ફળ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે, કે જ્યારે વ્યક્તિ નિયમ અનુસાર આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે. ત્યારે આવો જાણીએ કે કઈ વિધિ સાથે સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન કરવાથી વ્યક્તિને સવિશેષ લાભની પ્રાપ્તિ થતી હોય છે.
શું રાખશો ધ્યાન ?
સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ અત્યંત સાવધાની પૂર્વક કરવો જોઇએ. આમ તો આ સ્તોત્રને નિત્યની પૂજામાં સામેલ કરી શકાય છે. પરંતુ, જો આપ અનુષ્ઠાનના રૂપમાં કે વિશેષ ઈચ્છાપૂર્તિ અર્થે તેનો જાપ કરી રહ્યા હોવ તો તેમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આવો તે વિશે જ વિગતે જાણીએ.
1. સંકલ્પ
સિદ્ધ કુંજિકા સ્તોત્ર વાંચતા પહેલા હાથમાં અક્ષત, પુષ્પ અને જળ લઇને સંકલ્પ કરવો જોઇએ. મનમાં જ દેવીમાતાને આપની ઇચ્છા કહેવી જોઈએ.
2. પાઠની સંખ્યા
તમે કેટલા પાઠ એક સાથે કરી શકશો, જેમ કે, 1, 2, 3, 5, 7, 11 તે મુજબ સંકલ્પ કરો. અનુષ્ઠાન દરમ્યાન એકસાથે જ મંત્રજાપની માળા પૂર્ણ કરવી.
3. નિયમ
સિદ્ધ કુંજિકા સ્તોત્રના અનુષ્ઠાન દરમ્યાન જમીન પર શયન કરો અને બ્રહ્મચર્યનું પાલન કરો.
4. પ્રસાદ-પુષ્પ
અનુષ્ઠાનના દિવસો દરમિયાન નિત્ય જ માતાને દાડમનો ભોગ લગાવવો અને દેવી ભગવતીને લાલ રંગનું પુષ્પ અર્પણ કરવું.
5. કયો સમય શ્રેષ્ઠ ?
રાત્રે 9 વાગે આ પાઠ કરવો અતિ ઉત્તમ મનાય છે. આપ રાત્રે 9 થી 11.30 સુધીના સમયમાં આ પાઠ કરી શકો છો.
6. આસન
લાલ આસન પર બેસીને સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરવાથી સવિશેષ ફળની પ્રાપ્તિની માન્યતા છે.
7. દીવો
અનુષ્ઠાન દરમ્યાન શક્ય હોય તો બે દીવા પ્રજ્વલિત કરવા. ઘીનો દીવો જમણી તરફ અને સરસવના તેલનો દીવો ડાબી તરફ રાખવો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ભક્તો પર માતાની જેમ જ વાત્સલ્ય વરસાવે છે આ કાલિકા ! જાણો કોલકાતાની દક્ષિણેશ્વર કાલીનો મહિમા
આ પણ વાંચો : માત્ર એક મંત્ર અપાવશે દેવામાંથી મુક્તિ ! અત્યારે જ જાણી લો દરેક કામનાને સિદ્ધ કરતાં સિદ્ધકુંજિકા સ્તોત્રનો મહિમા