Gangaur Teej 2022 : ગણગૌરની પૂજાનો શુભ સમય, પૂજા વિધિ અને ત્રીજનું મહત્વ જાણો

|

Apr 04, 2022 | 10:37 AM

Gangaur Teej 2022 : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ગણગૌરનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે આ તહેવાર 4 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે વ્રત રાખે છે.

Gangaur Teej 2022 : ગણગૌરની પૂજાનો શુભ સમય, પૂજા વિધિ અને ત્રીજનું મહત્વ જાણો
Gangaur Teej 2022 (symbolic image )

Follow us on

આજે 4 એપ્રિલે, ગણગૌર (Gangaur Teej 2022) નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર ચૈત્ર શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ ગૌરીની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. તમામ પરિણીત મહિલાઓ આ દિવસે સારા નસીબના આશીર્વાદ મેળવવા અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ગણગૌરનો તહેવાર ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ઉજવવામાં આવે છે. ગણગૌર ત્રીજ(Gangaur Teej)ના દિવસે, અપરિણીત અને નવવિવાહિત સ્ત્રીઓ નદી અથવા તળાવમાં ગણગૌરની મુર્તિને પાણી આપે છે. બીજા દિવસે તેઓ સાંજે વિસર્જિત કરે છે. અપરિણીત છોકરીઓ પોતાને મનગમતો પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે.

ગણગૌર ત્રીજ 2022 તારીખ

ઉદયતિથિ અનુસાર, ગણગૌર ત્રીજનું વ્રત 04 એપ્રિલ 2022 એટલે કે આજે સોમવારના રોજ રાખવામાં આવશે.
તૃતીયા તિથિનો પ્રારંભ સમય રવિવાર, 3 એપ્રિલ, 2022 ના રોજ બપોરે 12:38 વાગ્યાથી છે.

તૃતીયા તિથિનો અંતિમ સમય સોમવાર, 4 એપ્રિલ, 2022 ના રોજ બપોરે 01:54 વાગ્યે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગણગૌર ત્રીજનું મહત્વ

ગણ એટલે શિવ અને ગૌર એટલે ગૌરી. આ દિવસે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. જો અપરિણીત મહિલાઓ આ વ્રત રાખે છે તો તેઓને ઈચ્છા મુજબનો પતિ મળે છે. પરિણીત મહિલાઓને સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ મળે છે. આ દિવસે નિયમ પ્રમાણે શિવ ગૌરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ પણ અખંડ સૌભાગ્યની ઈચ્છા સાથે તપસ્યા કરી હતી. આ તપના કારણે ભગવાન શિવ તેમના પતિ તરીકે મળ્યા. આ દિવસે ભગવાન શિવે દેવી પાર્વતીને આશીર્વાદ આપ્યા હતા અને દેવી પાર્વતીએ મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું હતું. તેથી જ આ દિવસથી ઉપવાસની પ્રથા ચાલી રહી છે.

પૂજા વિધિ

આ દિવસે મહિલાઓ અને છોકરીઓ સજેધજે કરે છે. મહિલાઓ કળશમાં પાણી ભરવા તળાવ કે નદીમાં જાય છે અને તે કળશને ફૂલો અને પાંદળાથી શણગારે છે. તેને માથે રાખીને તે ગંગૌરના ગીતો ગાતી ગાતી ઘરે આવે છે. આ પછી, શુદ્ધ માટીમાંથી ગણગૌર એટલે કે શિવ અને પાર્વતીની મૂર્તિઓ બનાવીને, તેઓ તેને વેદી પર સ્થાપિત કરે છે. ગંગૌર સુંદર વસ્ત્રોમાં સજ્જ. તેમને રોલી, મહેંદી અને કાજલ જેવી વસ્તુથી શણગાવામાં આવે છે, તેને મીઠી વસ્તુઓ ધરાવામાં આવે છે. ભોગ અર્પણ કર્યા પછી ગૌરી વ્રત કથા વાંચવામાં આવે છે. અક્ષત, ચંદન, ધૂપ-દીપથી પૂજા કરવામાં આવે છે. મા ગૌરીને ચઢાવવામાં આવેલ સિંદુર સુહાગનસ સ્ત્રીઓ માંગમાં ભરવો જોઈએ. બપોરે ગૌરીની પૂજા કરવામાં આવે છે. આ પછી માત્ર એક જ વાર ખાઇને વ્રતના પારણા કરવામાં આવે છે. પુરુષોને ગણગૌરનો પ્રસાદ આપવો વર્જિત માનવામાં આવે છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :Tech News: સિમકાર્ડ વિના કોલ, ઈન્ટરનેટ અને મેસેજની સુવિધા ? Google લાવી રહ્યું છે નવું ફિચર

આ પણ વાંચો :Surat : સુરત જિલ્લા સેવાસદનના ઉજ્જડ બાગમાં 1 હજાર ટુ વ્હીલર માટે પાર્કિંગ બનાવાશે 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article