AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : દૂંદાળા દેવની ધામધૂમથી થઈ રહી છે પધરામણી, નાગરિકોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અંગે આવી જાગૃતતા

ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના અને ખરીદી ટ્રેન્ડમાં છે. ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ, રૂપાણી સર્કલ જેવા અનેક વિસ્તારોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમાની ખરીદી કરતા વિવિધ પરિવારો અને અનેક ભક્તો જોવા મળી રહ્યા છે.

Bhavnagar : દૂંદાળા દેવની ધામધૂમથી થઈ રહી છે પધરામણી, નાગરિકોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અંગે આવી જાગૃતતા
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 31, 2022 | 9:39 AM
Share

આજથી શરૂ થયેલા ગણેશ ઉત્સવમાં માટીની મૂર્તિને લઇને ગણેશ ભક્તોમાં જાગૃતતા જોવા મળી રહી છે. જે લોકો પીઓપીની  (POP) મૂર્તિનો આગ્રહ રાખતા હતા તે હવે માટીની મૂર્તિ તરફ વળ્યાં છે. ભાવનગરમાં  (Bhavnagar)  માટીના ગણેશ મૂર્તિ ખરીદવા લોકોએ દોટ મુકી છે. ભાવનગરમાં રસ્તા ઉપર ઇકો  ફ્રેન્ડલીના   (Eco friendly  Ganesh ) ગણપતિ સ્ટોલમાં રસ્તા પર જોવા મળી રહ્યા છે. વાઘાવાડી રોડ, રૂપાણી સર્કલ જેવા અનેક વિસ્તારોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમાની ખરીદી કરતા અનેક લોકો જોવા મળી રહ્યા હતા. મૂર્તિકારોએ માટીના ગણપતિ બપ્પાની અદભુત મૂર્તિઓનું સર્જન કર્યું છે અને વિવિધ  થીમ આધારિત મૂર્તિઓ ખરીદવા માટે પણ લોકો ઉત્સાહી જોવા મળ્યા હતા.

ભાવનગરના વિવિધ વિસ્તારોમાં માટીના ગણેશની ખરીદી

છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશની સાથે ગુજરાત અને ભાવનગરમાં  (Bhavnagar) ગણેશ ઉત્સવની ઉજવણીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. તો સાથે સાથે ભાવનગરના લોકો માં માટીના ગણેશ ની ખૂબ જ મોટી ડિમાન્ડ ઊભી થવા પામી છે. લોકોની જાગૃતિથી અને અમુક સંસ્થાઓ ના પ્રયાસોથી પર્યાવરણને અંગે જાગૃતતા આવતા લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાના સ્થાપન અને વિસર્જન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આજકાલ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના અને ખરીદી ટ્રેન્ડમાં છે. ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ, રૂપાણી સર્કલ જેવા અનેક વિસ્તારોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમાની ખરીદી કરતા અનેક પરિવારો અને અનેક લોકો જોવા મળી રહ્યા છે.

ભાવનગર શહેરમાં અને બહારથી માટીના ગણેશ બનાવતા કસબીઓ જાતજાતના રંગબેરંગી ભગવાન ગણેશની માટીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને જેનું ધૂમ વેચાણ અત્યારે ભાવનગર શહેરમાં ચાલી રહ્યું છે. હાલમાં છેલ્લા આઠ દિવસથી લોકો માટીના ગણેશ બુકિંગ કરાવી રહ્યા છે. અને હવે જ્યારે ગણેશ ઉત્સવ કાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે લોકો ગણેશજીની મૂર્તિ અને ખાસ કરીને માટીના ગણેશ લેવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.  નોંધનીય છે કે દેશભરમાં આજથી 11 દિવસ ચાલતા ગણેશોત્સવનો પ્રારંભ થયો  છે  ત્યારે લોકો  વાજતે ગાજતે  દૂંદાળા  દેવની સ્થાપના કરી રહ્યા  છે.

પ્રથમ દિવસે નડિયાદમાં દુર્ઘટના

આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો (Ganesh Chaturthi) ધાર્મિક પર્વની  ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ગણેશજીને આવકારવા લોકો અગાઉથી જ તૈયારી શરૂ કરી દેતા હોય છે. જો કે નડિયાદમાં વિધ્નહર્તાની આગમનની તૈયારીમાં જ વિધ્ન નડ્યુ છે. ગણેશ પંડાલમાં (Ganesha pandal) તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ (electrocution) લાગ્યો હતો, જેમાં બે યુવકના મોત થયા છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

મહત્વનું છે કેનડિયાદના પીજ રોડ ગીતાંજલી ચોકડી નજીક આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 11 કેવીનો વાયર માથાના ભાગે અડી જતા આ ઘટના બની હતી. બન્ને યુવકના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં (Nadiad civil hospital)  પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">