AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2022 : એક દૂર્વાએ શાંત કરી ગણેશજીની ભૂખ ! જાણો ‘બ્રાહ્મણ’ બનેલા શ્રીગણેશની આ રોચક કથા

શ્રીગણેશજીએ (shree Ganesha) બ્રાહ્મણ વેશે રાજા જનકના ગર્વનું ખંડન કર્યુ. તો સાથે જ દૂર્વાના માહાત્મયને પણ વિશ્વ સમક્ષ રાખ્યું. કહે છે લંબોદરને જો આસ્થાથી માત્ર દૂર્વા અર્પણ કરવામાં આવે તો પણ તે લાભકારી બની રહે છે.

Ganesh Chaturthi 2022 : એક દૂર્વાએ શાંત કરી ગણેશજીની ભૂખ ! જાણો ‘બ્રાહ્મણ’ બનેલા શ્રીગણેશની આ રોચક કથા
Lord Ganesh
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 01, 2022 | 6:27 AM
Share

લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી

ગજાનન શ્રીગણેશજીને (shree ganesha) તો દૂર્વા (durva) અત્યંત પ્રિય છે. અને તેને સંબંધીત અનેકવિધ કથાઓનો પુરાણોમાં (Puran) ઉલ્લેખ મળે છે. આવો, આજે એક આવી જ કથાને જાણીએ. જેમાં ગણેશજીએ મિથિલા નરેશ (Mithila naresh) જનક રાજાના (King janak) અભિમાનનું ખંડન કર્યું હતું. કૌંડિન્ય ઋષિ તેમના પત્ની આશ્રયાને આ કથા સંભળાવીને દૂર્વા માહાત્મ્યનું વર્ણન કરે છે.

જનક રાજાને અભિમાન હતું કે હું બ્રહ્મસ્વરુપ છું કારણ કે મારુ ધન-ધાન્ય ક્યારેય ઘટતું નથી. મારા જેવું ત્રિભુવનમાં કોઈ શ્રેષ્ઠ નથી. ત્યારે ભગવાન ગણેશજી જનકના અભિમાનનું ખંડન કરવા એક દુર્બળ બ્રાહ્મણનું રૂપ લઈને રાજા જનક પાસે ગયા અને રાજા જનક પાસે પોતાના પેટ પૂરતું ભોજન માંગ્યું અને કહ્યું કે જો તમે મને પેટ પૂરતું ભોજન આપશો તો આપને સો યજ્ઞોનું પુણ્ય મળશે.

આ સાંભળી જનક રાજા આ વિપ્રને ભોજનશાળામાં લઈ ગયા અને આ બ્રાહ્મણને ભોજન આપવા કહ્યું. ગજાનને બ્રાહ્મણના વેશમાં ભોજન શરૂ કર્યું. જોતજોતામાં તેઓ ભોજનશાળાનું બધુ અન્ન જમી ગયા અને રાજા જનકનો સંપૂર્ણ અન્ન ભંડાર ખાલી કરી નાખ્યો તેમ છતાં પણ જનક રાજા આ બ્રાહ્મણની ભૂખ શાંત કરી શક્યા નહીં. એટલે જનક રાજા લજ્જિત થયા અને એમના ગર્વનું ખંડન થયું. ત્યાર બાદ ભક્તોએ ગણેશજીને દૂર્વાદલ આપ્યું અને એમની ભૂખને શાંત કરી.

કૌંડિન્ય ઋષિએ તેમની પત્નિને કહ્યું કે આવું છે દૂર્વાનું માહાત્મ્ય અને જો તારે વધારે ખાતરી કરવી હોય તો આ દૂર્વાદલ લે અને ઈન્દ્રને એનાં ભારોભાર સુવર્ણ આપવાનું કહે. પતિની આજ્ઞા પ્રમાણે ઋષિ પત્ની આશ્રયા દૂર્વાદલ લઈ ઈન્દ્ર પાસે ગયા અને કહ્યું કે, “દેવરાજ મારા પતિએ આ દૂર્વાના ભાર જેટલું સુવર્ણ માંગ્યું છે.” આ દૂર્વા જોઈ ઈન્દ્ર હસ્યા અને કહ્યું કે તમે મારા દૂત સાથે કુબેર પાસે જાવ એ તમને એના ભારોભાર સુવર્ણ આપશે.

ઈન્દ્રની આજ્ઞા પ્રમાણે દૂત કૌંડિન્ય ઋષિના પત્નિ આશ્રયાને લઈને કુબેર પાસે ગયા. અને કુબેરે ત્રાજવાના એક પલ્લામાં દૂર્વાદલ મૂક્યું અને બીજામાં તેના ભારોભાર સુવર્ણ મૂક્યું પરંતુ દૂર્વાદલનું પલ્લું જરાપણ નમ્યું નહીં. એટલે કુબેરે વધારે સુવર્ણ મૂક્યું તો પણ પલ્લું નમ્યું નહીં. છેવટે ભંડારમાં હતું એ સઘળું સુવર્ણ મૂકી દીધું તો પણ દૂર્વાદલનું પલ્લું નમ્યું નહીં. આ ચમત્કાર જોઈ દેવો લજ્જિત થયા અને સૌ આશ્ચર્ય સાથે કૌંડિન્ય ઋષિના આશ્રમમાં આવ્યા અને બોલ્યા, “હે મહર્ષિ ! ભક્તિયુક્ત અંત:કરણથી ભગવાન ગજાનનને સમર્પિત એક દૂર્વાદલનું માહાત્મ્ય કેવડું મોટું છે એ અમે આજે પ્રત્યક્ષ જોયું,” એમ બોલી સૌએ ભગવાન ગજાનનની પૂજા કરી.

(નોંધ : આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">