Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અપરા એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કામ ! નહીંતર, બનવું પડશે શ્રીવિષ્ણુના ક્રોધનો ભોગ !

અપરા એકાદશીના (Apara Ekadashi) દિવસે કાળા રંગના કપડા પહેરવા ન જોઇએ. એકાદશીના વ્રતમાં આ રંગના કપડા પહેરવું અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જેમણે વ્રત કર્યું હોય તેમણે તો કાળા રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ.

અપરા એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કામ ! નહીંતર, બનવું પડશે શ્રીવિષ્ણુના ક્રોધનો ભોગ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 15, 2023 | 6:20 AM

આજે અપરા એકાદશી વ્રતનો અવસર છે. વૈશાખ માસના વદ પક્ષની આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. તે મનોકામનાની પૂર્તિ કરનારી અને મોક્ષ પ્રદાન કરનારી મનાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી આ એકાદશીનું વ્રત કરનારના અશક્ય કાર્યો પણ શક્ય બની જાય છે.

અપરા એકાદશી આમ તો તમામ પ્રકારના દુઃખો દૂર કરનારી એકાદશી છે. પણ, આ એકાદશીનું વ્રત કરનારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિને વ્રતથી પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી. એટલું જ નહીં, ઘણીવાર તો એણે સ્વયં શ્રીહરિની નારાજગી સહન કરવાનો પણ વારો આવે છે. આવો, આજે તે જ સંદર્ભમાં મહત્વની જાણકારી મેળવીએ.

શું રાખશો વિશેષ ધ્યાન ?

⦁ અપરા એકાદશીના અવસરે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ. પણ, જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો પણ કેટલાંક શાકભાજીનો ભોજનમાં નિષેધ કરવામાં આવ્યો છે. જેમ કે રીંગણ, ગાજર, સલગમ વગેરે બિલકુલ પણ ગ્રહણ ન કરવા જોઈએ.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

⦁ હિન્દુ ધર્મ અનુસાર એકાદશીના દિવસે અક્ષતનું એટલે કે ચોખાનું સેવન ન કરવું જોઇએ. એવું કહેવાય છે કે આ દિવસે અક્ષતનું સેવન કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ સરીસૃપ જીવ જાતિમાં થાય છે.

⦁ આ દિવસે માંસ, મદિરા, તેમજ મસૂરની દાળ જેવા તામસી આહારથી વ્યક્તિએ દૂર જ રહેવું જોઈએ.

⦁ અપરા એકાદશીના દિવસે વ્રત કરનાર જાતકે પાનનું સેવન ન કરવું જોઇએ. આ દિવસે પાનનું સેવન કરવું નિષેધ માનવામાં આવ્યું છે તેનાથી મનમાં રજોગુણની વૃત્તિ વધે છે.

⦁ આ વ્રત કરનાર જાતકે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.

⦁ વ્રત કરનાર જાતકે કોઇની પણ નિંદા, ધૃણા, લોભ કે ચોરી જેવા ધૃણિત કર્મો કરવાથી બચવું જોઇએ.

⦁ એકાદશીના દિવસે નખ, વાળ અને દાઢી કરવાનું વર્જીત માનવામાં આવે છે. તે જ રીતે આ દિવસે કપડા અને વાળ ધોવા પણ વર્જિત માનવામાં આવે છે.

⦁ એકાદશીના દિવસે ભૂલથી પણ ગુસ્સો ન કરવો જોઇએ. ગુસ્સો એક પ્રકારની માનસિક હિંસા જ છે. તેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અને ઘરની સુખ-સમૃદ્ધિ નાશ પામે છે. એટલે આજના દિવસે ગુસ્સો પણ ન કરવો અને કોઇપણ પ્રકારના અપશબ્દો પણ ન બોલવા જોઈએ.

⦁ એકાદશીના દિવસે કાળા રંગના કપડા પહેરવા ન જોઇએ. એકાદશીના વ્રતમાં આ રંગના કપડા પહેરવું અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જેમણે વ્રત કર્યું હોય તેમણે તો કાળા રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ.

⦁ શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર અપરા એકાદશીના દિવસે વ્રત કરનાર જાતકે રાત્રે સૂવું ન જોઈએ. રાત્રે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો તેમજ ભજન કિર્તન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહે છે કે આ કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુની સંપૂર્ણ કૃપાની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">