AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરો આ 5 વસ્તુઓનું દાન, અક્ષયતૃતીયા પ્રાપ્ત કરાવશે અખૂટ આશીર્વાદ!

Akshaya Tritiya 2022: મોંઘવારીના આ સમયમાં સોનાની કે ચાંદીની ખરીદી બધાં માટે શક્ય નથી હોતી. ત્યારે એવા સરળ ઉપાયો જાણીએ કે જે બિલ્કુલ પણ ખર્ચાળ નથી. દાન સંબંધિત આ એવા લૌકિક ઉપાયો છે કે જે કોઈપણ વ્યક્તિ અજમાવી શકે છે અને તેના દ્વારા માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત પણ કરી શકે છે.

કરો આ 5 વસ્તુઓનું દાન, અક્ષયતૃતીયા પ્રાપ્ત કરાવશે અખૂટ આશીર્વાદ!
Daan (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: May 01, 2022 | 6:23 AM
Share

વૈશાખ સુદ ત્રીજનો દિવસ એ અખાત્રીજ તરીકે ઓળખાય છે. વર્ષની તમામ તિથિઓમાં આ ત્રીજ અક્ષય ફળ પ્રદાન કરનારી મનાય છે અને એ જ કારણ છે કે આપણે તેને અક્ષયતૃતીયા પણ કહીએ છીએ. વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાતો આ દિવસ શુભકાર્યો માટે સૌથી શ્રેષ્ઠ છે. આ વર્ષે આ તિથિ 3 મે, મંગળવારના રોજ છે. કહે છે કે આ દિવસે જો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો અજમાવવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન માતાના આશિષની ભક્તોને પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે અખાત્રીજના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરતાં હોય છે પણ અખાત્રીજના દિવસે તમે દાન કરીને પણ અક્ષય ફળની પ્રાપ્તિ કરી શકો છો.

મોંઘવારીના આ સમયમાં સોનાની કે ચાંદીની ખરીદી બધા માટે શક્ય નથી હોતી. ત્યારે અમારે આજે કેટલાક એવા સરળ ઉપાયોની વાત કરવી છે કે જે ન વધારે મોંઘા છે કે ન તો બિલ્કુલ પણ મુશ્કેલ. દાન સાથે સંબંધિત આ એવા લૌકિક ઉપાયો છે કે જે કોઈપણ વ્યક્તિ અજમાવી શકે છે અને તેના દ્વારા માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત પણ કરી શકે છે.

દાનથી લક્ષ્મીકૃપા!

⦁ અખાત્રીજના દિવસે જલપાત્રનું દાન કરવું ઉત્તમ મનાય છે. એવું કહેવાય છે કે આ દિવસે કળશ અથવા માટીના કોઈ પાત્રમાં ખાંડ મિશ્રિત જળ ભરી તેનું દાન કરવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલા દોષ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે.

⦁ અક્ષયતૃતીયાએ જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. અન્નદાનથી જીવનમાં સમૃદ્ધિ સ્થિર રહે છે. કહે છે કે અખાત્રીજના દિવસે અન્નનું દાન કરવાથી ઘરમાં ધન-ધાન્યના ભંડાર અખૂટ રહે છે.

⦁ અખાત્રીજે સફેદ અથવા કોઈ ચમકદાર વસ્ત્રનું દાન કરવું પણ ખૂબ શુભદાયી મનાય છે. આજનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોવાથી ઘરની સ્ત્રીને પણ વસ્ત્રનું દાન કરવું જોઈએ0 અથવા તો કોઈ ભેટ આપવી જોઈએ. માન્યતા છે કે તેનાથી વર્ષ દરમિયાન ઘરમાં ખુશહાલી અકબંધ રહે છે.

⦁ સિંદૂર મા લક્ષ્મીને અત્યંત પ્રિય મનાય છે. ત્યારે દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે અખાત્રીજના દિવસે તેમને સિંદૂર અને સાથે અન્ય સૌભાગ્ય સામગ્રીનું પણ દાન કરવું જોઈએ.

⦁ અખાત્રીજે પિતૃઓના નામથી કરેલું દાન સૌથી વધુ પુણ્યદાયી મનાય છે. અખાત્રીજ એ પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. એટલે જો પિતૃકૃપા અને લક્ષ્મી કૃપા બંન્નેની જો પ્રાપ્તિ કરવી છે તો આપના પિતૃને પ્રિય હોય તેવી કોઈ વસ્તુનું દાન ચોક્કસથી કરો. શક્ય હોય તો તમે કોઈ બ્રાહ્મણને ભોજન પણ કરાવી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શનિ શિંગણાપુર કરતા પણ પ્રાચીન છે આ શનિધામ, અહીં શ્રીકૃષ્ણએ શનિદેવને આપ્યું હતું વરદાન!

આ પણ વાંચોઃ ગૌમાતા સંબંધી આ ઉપાયો આજથી જ કરી દો શરૂ, તમામ સમસ્યાનું મળી જશે નિવારણ !

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">