આજે અચૂક કરો આ કામ, સમસ્ત સંસારના સુખની પ્રાપ્તિ કરાવશે સૂર્યદેવ

માનસિક અને શારિરિક તમામ સમાસ્યાઓને દૂર કરનાર છે સૂર્યદેવનું વ્રત. યશ, કિર્તી અને સન્માનની પ્રાપ્તિ કરાવનાર છે કળિયુગના સૌથી જાગ્રત દેવ. 52 રવિવારના વ્રતથી પ્રાપ્ત થશે સમસ્ત સંસારના સુખ.

આજે અચૂક કરો આ કામ, સમસ્ત સંસારના સુખની પ્રાપ્તિ કરાવશે સૂર્યદેવ
GET THE BLESSINGS OF LORD SUN
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 02, 2022 | 6:34 AM

સૂર્યદેવને (Lord Sun) સમર્પિત વાર એટલે રવિવાર. આપણા દરેક વાર કોઈને કોઈ દેવી કે દેવતાને સમર્પિત હોય છે. જેમકે આપણે રવિવારે સૂર્યદેવની આરાધના કરીએ અને સોમવાર શિવપૂજા માટે સમર્પિત ગણીએ. દરેક વારે જેમ જે તે દેવ કે દેવી માટે સમર્પિત છે તેમ દરેક વારના વ્રતનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે આજે વાત રવિવારના એ વ્રતની કે જે આપને આપશે સવિશેષ ફળ. આવો સૌથી પહેલાં જાણીએ આ વ્રતના ફાયદા.

કહેવાય છે કે સૂર્ય સમાન તેજ, બળ અને માન સન્માનની પ્રાપ્તિ માટે રવિવારનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતના દેવતા સૂર્ય છે. એટલે તેમની જેમ તેજસ્વી તેમજ બળવર્ધક બનવા માટે તેમને પ્રસન્ન કરવા માટે લોકો આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી સમસ્ત સંસારના સુખ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના જીવનના તમામ કષ્ટ અને પીડાનો નાશ થાય છે.

એવું પણ કહેવાય છે કે આ વ્રત કરનારના માનસિક કલેશ દૂર થાય છે તથા મન શાંત થાય છે. એટલું જ નહીં વ્યક્તિની દરેક મનોકામનાઓની પૂર્તિ કરાવનાર છે રવિવારનું વ્રત. આ વ્રતથી સૂર્યદેવ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાપ્તિ પણ વ્રત કરનારને કરાવે છે. કૃષ્ઠ રોગ જેવા ચામડી સાથે સંકળાયેલા રોગથી પણ મુક્તિ મળે છે. જ્યારે ઘરમાં સદાય રિદ્ધિ-સિદ્ધિનો વાસ રહે છે અને ઘરમાં ક્યારે આર્થિક પ્રશ્નો સતાવતાં નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જો શક્ય હોય તો વર્ષના દરેક રવિવારે આ વ્રત કરવું જોઈએ. જો આખું વર્ષ ન કરી શકો તો તમે 12 કે 30 રવિવાર પણ કરી શકો છો. કેટલાક લોકો માને છે કે આસો માસના શુક્લપક્ષના અંતિમ રવિવારથી પ્રારંભ કરવાનું શુભ માને છે અને આ વ્રતની પૂર્ણાહૂતિ મહા માસની સાતમે કરવાનું વિધાન છે.

આવો જાણીએ વ્રતની વિધિ :

1. રવિવારના વ્રત કરતી વખતે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠવું જોઇએ. 2. સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સૂર્ય નારાયણને અર્ધ્ય અર્પણ કરવું જોઇએ. અર્ધ્ય અર્પણ કરતી વખતે એક કળશમાં સૌપ્રથમ શુદ્ધ જળ ભરો, આ જળમાં ચોખા, કુમકુમ અને લાલ રંગનું પુષ્પ ઉમેરો. 3. આ જળ અર્પણ કરતી વખતે સૂર્યનારાયણના 5 નામના મંત્રોનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ. નોંધીલો અર્ધ્ય અર્પણ કરતી વખતે કરવાના મંત્રો : ૐ સૂર્યાય નમ: ૐ આદિત્યાય નમ: ૐ રવેય નમ: ૐ ભાસ્કરાય નમ: ૐ ભાનવે નમ:

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

આ પણ વાંચો : કુંડળીમાં શુક્ર બળવાન ન હોય તો ધનનો હોઈ શકે છે અભાવ! કરો આ લાભકારી ઉપાય

g clip-path="url(#clip0_868_265)">