Bhakti: બુધવારે કરો આ એક કામ, ગણેશજી કરશે તમામ નકારાત્મક ઊર્જાનો નાશ
બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે.આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. સાથે જ તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે. ત્યારે માન્યતા અનુસાર બુધવારના (wednesday) દિવસે ગણેશજીની (ganesha) વિશેષ પૂજા-અર્ચના કરવાથી તે જીવનના તમામ સંકટ નકારાત્મક ઊર્જાને દૂર કરી દે છે.
બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ બુધ ગ્રહને બળ મળે છે, તે મજબૂત બને છે. આ દરમ્યાન બુધ ગ્રહની અશુભ સ્થિતિમાં પણ સુધાર લાવે છે ગણેશજીનું પૂજન વિશેષ સફળતા અપાવનાર માનવામાં આવે છે.કોઇપણ કાર્યમાં સફળતાની (Success) પ્રાપ્તિ કરવી હોય તો સૌથી જરૂરી છે મહેનત, વિશ્વાસ અને ધીરજ. પરંતુ, ઘણીવાર કુંડળી કે ગ્રહદોષના (graha dosha) કારણે મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ નથી મળતું.
ત્યારે આજે આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. એ તો બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. સાથે જ તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે. ત્યારે માન્યતા અનુસાર બુધવારના (wednesday) દિવસે ગણેશજીની (ganesha) વિશેષ પૂજા-અર્ચના કરવાથી તે જીવનના તમામ સંકટને દૂર કરી દે છે.
આ રીતે કરો ગણેશજીનું પૂજન
આ દિવસે ગણેશજીને સિંદૂર, ચંદન, યજ્ઞોપવીત, દૂર્વા , લાડુ કે ગોળથી બનેલ મિઠાઇનો ભોગ લગાવવો જોઇએ સાથે જ ધૂપ દીપ કરીને આરતી પણ ઉતારવી જોઇએ
ઉપાય
બુધવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યોથી નિવૃત થઇને ગણેશજીના મંદિર જઇને ગણેશજીને દૂર્વા અર્પણ કરો. આ દૂર્વાની 11 કે 21 ગાંઠ હોવી જોઇએ.
ગાયને લીલો ઘાસચારો નીરવો. શાસ્ત્રો અનુસાર ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવા કરવાવાળા વ્યક્તિ પર દરેક દેવી દેવતાઓની કૃપા બની રહે છે.
કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કે કોઇ મંદિરમાં લીલા મગનું દાન કરવું. મગનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. આનું દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થાય છે.
શ્રીગણેશને મોદકનો ભોગ લગાવવો જોઇએ
મુખ્ય દ્વાર પર ગણેશજીની પ્રતિમાં લગાવો
બુધવારના દિવસે ઘરમાં સફેદ રંગના ગણપતિજીની સ્થાપના કરવાથી તમામ પ્રકારના તંત્રની શક્તિનો નાશ થાય છે સાથે જ તે નકારાત્મક ઊર્જાનો સહેજ પણ અહેસાસ નથી થતો.
ધનની કામના માટે બુધવારે શ્રીગણેશને ઘી અને ગોળનો ભોગ લગાવવો. થોડા સમય પછી તે ગોળ-ઘી ના ભોગને ગાયને ખવડાવી દેવું. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાનું નિદાન થઇ જાય છે.
પરિવારમાં કલેશ કે ઝઘડા થતા હોય તો બુધવારના દિવસે દૂર્વા વડે ગણેશજીની પ્રતિકાત્મક મૂર્તિ બનાવો. આ મૂર્તિને ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને પ્રતિદિન તેની વિધિ વિધાનથી પૂજા કરો. ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. સાથે જ ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જાનો પ્રવેશ નથી થતો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જાપ કરતાં પહેલા જરૂર જાણી લો માળાના નિયમ, દરેક દેવતાના જાપ માટે થાય છે અલગ-અલગ માળાનો ઉપયોગ
આ પણ વાંચો : કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ચોક્કસથી કરો આ ઉપાય, સૂર્યદેવતા શુભ ફળ કરશે પ્રદાન