AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુક્રવારે કરી લો આ એક કામ, સમસ્યાઓ આવતા પહેલાં જ થઈ જશે દૂર !

શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે. આ દિવસે કેટલાંક ખાસ પ્રયોગ અજમાવીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન તો કરી જ શકો છો. સાથે જ કાર્યો આડે આવતા અવરોધો કે અડચણોથી પણ મુક્તિ મેળવી શકો છો.

શુક્રવારે કરી લો આ એક કામ, સમસ્યાઓ આવતા પહેલાં જ થઈ જશે દૂર !
Goddess lakshmi (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 04, 2022 | 7:16 AM
Share

માતા લક્ષ્મીની કૃપા દરેક વ્યક્તિ મેળવવા માગે છે. લક્ષ્મી એટલે સુખ, સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય. પરંતુ દરેક વ્યક્તિ તે પ્રાપ્ત નથી કરી શકતી. કેટલાક વ્યક્તિ ખૂબ જ પરિશ્રમ કરે છતાં તેને તેનું ફળ નથી મળતું અને કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે જેમને ઓછી મહેનત કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ! જે લોકોને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થતી તે લોકો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાય ઉપાયો કરતા હોય છે. કારણ કે માતા લક્ષ્મીની કૃપા અને ધનના અભાવમાં કોઇપણ સુખની પ્રાપ્તિ નથી થતી.

ભૌતિક સુખ સુવિધાનો ઉપયોગ કરવા માટે ધનની આવશ્યકતા જરૂરી છે. તો ચાલો આજે જાણીએ કે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ કેવા ઉપાયો કરવા કે જે ઉપાય કરવા માત્રથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય. ઉલ્લેખનીય છે કે શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે શું ખાસ કરવું જોઈએ.

ફળદાયી લક્ષ્મીપૂજા

⦁ સવારે બ્રહ્મમૂહુર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સફેદ કે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરો.

⦁ ત્યારબાદ માતા લક્ષ્મીનું સ્મરણ કરો, તેમને નમન કરો.

⦁ શ્રીયંત્ર કે પછી માતા લક્ષ્મીની તસવીર સન્મુખ ઊભા રહીને શ્રીસૂક્તના પાઠ કરો

⦁ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરો

⦁ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે જ્યારે પણ ઘરેથી બહાર નીકળો ત્યારે નીકળતા પહેલા થોડું મીઠું (ગળ્યું) દહીં ખાઇને ઘરની બહાર કોઇ કામ માટે નીકળવું. આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે.

⦁ શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડનું કીડીયારું પૂરવું જોઇએ. આ કાર્ય કરવાથી તમારા કાર્યોમાં આવતી સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે.

⦁ ઘરમાં સ્થાયી સુખ સમૃદ્ધિ મેળવવા માટે પીપળાના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણમાં જળ, ખાંડ, ઘી અને દૂધ મેળવીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરવું જોઇએ. આ કાર્ય કરવાથી ઘરમાં લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

⦁ જો તમારા ઘરમાં વારંવાર ધનની હાનિ થતી રહેતી હોય તો તમારે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને ત્યાં શુદ્ધ ઘીનો બેમુખી વાટનો દીવો પ્રગટાવવો જોઇએ અને મનમાં પ્રાર્થના કરવી કે તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય અને ભવિષ્યમાં પણ તે ક્યારેય ન આવે. આ કાર્ય કર્યા પછી દીવાને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : પંચામૃતને ગ્રહણ કરવાના પણ છે કેટલાંક ખાસ નિયમ, જાણી લો શું રાખશો સાવચેતી ?

આ પણ વાંચો : ભગવાની પૂજામાં તિલકનું મહત્વ શું હોય છે ? જાણો તેને લગાવવાની વિધિ અને ઉપાય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">