AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વિધિ સાથે કરી લો સંકષ્ટી ચતુર્થીનું વ્રત, જીવનના સઘળા કષ્ટ થઈ જશે નષ્ટ !

સંકટ ચતુર્થીના (Sankashti Chaturthi ) દિવસે વાછરડા સાથેની ગાયની સેવા કરવી જોઇએ. આ કાર્ય કરવાથી આપનું બાળક ક્યારેય કોઇપણ રોગનો ભોગ નહીં બને. તેમજ તેમનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહેશે.

આ વિધિ સાથે કરી લો સંકષ્ટી ચતુર્થીનું વ્રત, જીવનના સઘળા કષ્ટ થઈ જશે નષ્ટ !
Lord Ganesh (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:26 AM
Share

ભગવાન ગણેશજીને સર્વ પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો મંગળવાર, બુધવાર અને વિશેષ કરીને સંકટ ચતુર્થીનું વ્રત કરતા હોય છે. દર મહિને વદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિએ ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવાનું માહાત્મ્ય છે. આ ચોથની તિથિને સંકટ ચોથ તેમજ સંકષ્ટી ચતુર્થી જેવાં નામથી ઓળખવામાં આવે છે. 12 નવેમ્બર, શનિવાર એટલે કે આજ રોજ આવો જ શુભ સંયોગ પ્રાપ્ત થયો છે. ત્યારે આવો જાણીએ કે, સંકટ ચતુર્થીના દિવસે કયા ઉપાયો દ્વારા ભગવાન ગણેશની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકાશે.

ધાર્મિક માન્યતા અનુસાર સંકટ ચતુર્થીના દિવસે ગણેશજીની વિશેષ રૂપે વિધિ વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેનાથી જાતકના તમામ કષ્ટો દૂર થાય છે. તેમના જીવનમાં આવનારા અવરોધો દૂર થાય છે અને ભગવાન ગણેશ તેમની તમામ મનોકામનાની પૂર્તિ કરે છે. અલબત્, આ વ્રત કરનારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વ્રતના પારણાં ચંદ્રોદય પછી જ કરવા જોઈએ.

સંકટ ચતુર્થીની પૂજા-વિધિ

⦁ સંકટ ચતુર્થીના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને સર્વ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું.

⦁ સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી સંકટ ચોથના વ્રતનો સંકલ્પ લેવો.

⦁ એક બાજઠ કે ઘરના મંદિરમાં લાલ વસ્ત્ર પાથરીને તેની ઉપર કળશની સ્થાપના કરવી.

⦁ કળશની સાથે જ ભગવાન ગણેશજીની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરવી.

⦁ ભગવાનને જળ અર્પણ કરી હળદર-કંકુનું તિલક કરીને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરો.

⦁ ગણેશજીને પીળા રંગના ફૂલોની હારમાળા અર્પણ કરો. સાથે જ ભૂલ્યા વિના દૂર્વા અર્પણ કરો.

⦁ ભગવાન ગણેશજીને ભોગમાં મીઠાઈ અર્પણ કરવી. શક્ય હોય ત્યાં સુધી મોદક પ્રસાદ જ અર્પણ કરવો.

⦁ ગણેશ વંદનાથી શરૂઆત કરીને પૂજાનો પ્રારંભ કરવો અને આરતી સાથે પૂજા સંપન્ન કરવી.

⦁ સાંજે ફરી ગણેશજીની પૂજા આરાધના કરવી.

⦁ ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને પ્રસાદ ધરાવીને વ્રતના પારણાં કરવાં.

સંકટ ચતુર્થીના દિવસે કરવાના ઉપાયો

⦁ સંકટ ચોથના દિવસે ગાયનું પૂજન કરવું. ત્યારબાદ ગૌશાળામાં દાન કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા તો એવી છે કે આ ઉપાય કરવાથી ક્યારેય ઘરમાં ધન-ધાન્યની અછત નથી થતી.

⦁ સંકટ ચતુર્થીના દિવસે વાછરડા સાથેની ગાયની સેવા કરવી જોઇએ. આ કાર્ય કરવાથી આપનું બાળક ક્યારેય કોઇપણ રોગનો ભોગ નહીં બને. તેમજ તેમનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહેશે.

⦁ આજના દિવસે કોઇ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, અનાજ, વસ્ત્રનું દાન કરવું જોઇએ. તેનાથી આપને આપના કાર્યોમાં ક્યારેય વિઘ્ન નહીં આવે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે તેમજ ઘરની ઉન્નતિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">