AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિ જયંતીના અવસરે ભૂલથી પણ ન આરોગતા આ વસ્તુઓ ! નહીંતર, શનિદેવના ક્રોધનો બની જશો ભોગ !

શનિ જયંતીના (shani jayanti) દિવસે પૂજા પાઠ પછી મસૂરની દાળનું સેવન કરવાથી બચવું જોઇએ. કારણ કે, મસૂરની દાળનો રંગ લાલ હોય છે અને તેનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. માન્યતા અનુસાર મસૂરની દાળના સેવનથી વ્યક્તિનો સ્વભાવ ક્રોધી થઇ જાય છે !

શનિ જયંતીના અવસરે ભૂલથી પણ ન આરોગતા આ વસ્તુઓ ! નહીંતર, શનિદેવના ક્રોધનો બની જશો ભોગ !
TV9 Bhakti
| Edited By: | Updated on: May 17, 2023 | 6:27 AM
Share

ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વદ પક્ષની અમાસની તિથિએ શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે વિશેષ કરીને શનિદેવની ઉપાસના કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે. અલબત્, આ દિવસે કરવામાં આવેલી કેટલીક ભૂલ વ્યક્તિને ભારે પણ પડી શકે છે !

આ વખતે શનિ જયંતી તારીખ 19 મે, 2023, શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી સાધકને લાભની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. તેમને નવગ્રહોના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. તે જાતકને કર્મના આધારે ફળ પ્રદાન કરે છે.

જે જાતકની કુંડળીમાં શનિગ્રહ પ્રબળ હોય છે, તેના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો તેનાથી વિપરીત શનિદેવની કુદૃષ્ટિથી કેટલાય પ્રકારના સંકટોનો સામનો કરવો પડે છે. એ જ કારણ છે કે શનિ જયંતીના દિવસે વ્યક્તિએ પૂજા પાઠની સાથે સાથે કેટલીક સાવધાની રાખવી અત્યંત જરૂરી બની જાય છે. આ દિવસે કેટલાંક ખાસ પ્રકારના ભોજનથી બચવું જોઈએ. જો આ દિવસે તમે શનિદેવને અપ્રિય વસ્તુઓનું સેવન કરો છો, તો તમારે તેમના ક્રોધનો ભોગ પણ બનવું પડી શકે છે. આવો, તે જ વિશે વિગતે માહિતી મેળવીએ.

દૂધનું સેવન ન કરવું !

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિ જયંતીના અવસરે શનિદેવનો પ્રભાવ સવિશેષ હોય છે. એટલે આ દિવસે વ્યક્તિએ દૂધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, દૂધનો સંબંધ શુક્ર સાથે જોડાયેલો છે. જે ઇચ્છાનો કારક મનાય છે. જ્યારે શનિદેવ આધ્યાત્મ સાથે જોડાયેલ છે. એટલે આ દિવસે ખાસ દૂધનું સેવન કરવાથી બચવું જોઇએ. કહે છે કે જો આવું કરવામાં ન આવે તો લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે !

તીખો ખોરાક ન લેવો

જ્યોતિષવિદ્યાના જાણકારોના જણાવ્યા અનુસાર શનિદેવનો સ્વભાવ ઉગ્ર છે. એટલે શનિ જયંતીએ તીખા પદાર્થોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઇએ. આ દિવસે લાલ મરચાનું સેવન ન કરવું હિતાવહ રહેશે. નહીંતર જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ! એટલું જ નહીં, વ્યક્તિને શનિદેવના ક્રોધનો ભોગ પણ બનવું પડે છે.

તામસિક ભોજન ગ્રહણ ન કરવું

શનિ જયંતીના દિવસે વ્યક્તિએ માંસાહાર, તામસિક ભોજન અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઇએ. આ બધા રાક્ષસી પ્રવૃત્તિના ખાદ્ય પદાર્થ છે. તેનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. સાથે જ શનિ જયંતીના દિવસે આ બધી વસ્તુઓનું સેવન કરવાથી શનિદેવ ક્રોધિત થઇ શકે છે અને વ્યક્તિને કુંડળીમાં શનિદોષનો ભય સતાવી શકે છે.

મસૂરની દાળનું સેવન ન કરો

શનિ જયંતીના દિવસે પૂજા પાઠ પછી મસૂરની દાળનું સેવન કરવાથી બચવું જોઇએ. કારણ કે, મસૂરની દાળનો રંગ લાલ હોય છે અને તેનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. માન્યતા અનુસાર મસૂરની દાળના સેવનથી વ્યક્તિનો સ્વભાવ ક્રોધી થઇ જાય છે. એવામાં શનિદેવના ક્રોધથી બચવા માટે મસૂરની દાળનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">