Bhakti : ઘરના મંદિર પાસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

ઘરમાં મંદિર કઈ દિશામાં સ્થાપવું જોઈએ એ વિશે તો બધાં ધ્યાન રાખતાં જ હોય છે. પરંતુ, મંદિર સ્થાપન બાદ જે ખૂબ જ જરૂરી છે તેવી બાબતોને જ ધ્યાને લેવાનું ભૂલી જાય છે.

Bhakti : ઘરના મંદિર પાસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર પસ્તાવાનો આવશે વારો !
ઘરનું મંદિર જ હોય છે ઘરનું સૌથી જાગ્રત સ્થાન !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:56 PM

ભક્તો જેટલાં ઉત્સાહથી પોતાનું ઘર (Home) સજાવતા હોય છે, એનાથી પણ વધારે હરખભેર તેઓ ઘરમાં રહેલાં ભગવાનના ‘ઘર’ ને શણગારતા હોય છે. કારણ કે એ ઘરમાં રહેલું ‘મંદિર’ જ હોય છે કે જેની દિવ્ય ઊર્જાથી એક મકાન એ ઘર બને છે. કહે છે કે ઘરમાં સ્થાપિત મંદિરની પવિત્રતાથી જ પરિવારજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. પણ તેનાથી વિપરીત જો આ મંદિર પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવે તો તે ઘરમાં રહેનારાઓની પ્રગતિને પણ અવરોધી શકે છે.

ઘરમાં મંદિર કઈ દિશામાં સ્થાપવું જોઈએ એ વિશે તો બધાં ધ્યાન રાખતાં જ હોય છે. પરંતુ, મંદિર સ્થાપન બાદ જે ખૂબ જ જરૂરી છે તેવી બાબતોને જ ધ્યાને લેવાનું ભૂલી જાય છે. ઘરમાં યોગ્ય સ્થાન પર મંદિર સ્થાપનાની વિધિનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ કેટલાંક નિયમોને અનુસરવાનું પણ છે. આ એ નિયમો છે કે જે ઘરની પવિત્ર ઊર્જાને અકબંધ રાખશે. કેટલીક નાની બાબતોને ધ્યાનમાં રાખીને તમે ઘરમાં જ કોઈ ‘દેવાલય’ જેવું વાતાવરણ અનુભવી શકશો ! આવો આજે કેટલીક આવી જ માન્યતાઓ વિશે જાણકારી મેળવીએ.

ઘરના મંદિર સંબંધી માન્યતાઓ

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

1. ઘરમાં ક્યારેય એકથી વધારે મંદિરની સ્થાપના ભૂલથી પણ ન કરવી. તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

2. ઘરની અંદર જ સીડી પડતી હોય તો ભૂલથી પણ તેની નીચે ક્યારેય મંદિર ન બનાવવું. ભોંયરામાં પણ મંદિરનું નિર્માણ ન કરવું. તેનાથી નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે.

3. મંદિરની આસપાસ કે સામે ક્યારેય શૌચાલય ન જ હોવું જોઈએ.

4. ક્યારેય રસોડામાં મંદિર ન મૂકવું જોઈએ. મંદિરની સાથે રસોડું કે સ્ટોર રૂમ પણ ન જ હોવો જોઈએ.

5. ઘરના મંદિરમાં ભૂલથી પણ શનિદેવની તસવીર કે મૂર્તિ ન રાખવી. તેમજ પૂર્વજોની તસવીર પણ ઘરના મંદિરમાં ન મૂકવી. ઘરના મંદિરમાં આવી તસવીરોનું હોવું અશુભદાયી મનાય છે.

6. જો મંદિરમાં એક જ ભગવાનની બે મૂર્તિ હોય તો તેને એકબીજાની સામે ન રાખવી. તેમજ મંદિરની બે મૂર્તિ વચ્ચે ઓછામાં ઓછું એક ઈંચનું અંતર રાખવું જોઈએ.

7. મંદિરની આસપાસ ગંદકી ન હોવી જોઈએ. તે ઘરનું સૌથી પવિત્ર સ્થાન હોઈ હંમેશા જ સ્વચ્છ રાખવું જોઈએ. ત્યાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ.

8. મંદિર તરફ પગ રાખીને ક્યારેય ન સૂવું જોઈએ. તેનાથી પૂજાના શુભફળની પ્રાપ્તિ નહીં થાય.

9. મંદિર એ ઘરનું સૌથી જાગ્રત સ્થાન હોઈ તેનો દરવાજો ક્યારેય બંધ ન કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ બધી જ બાબતો લૌકિક અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. પણ, કહે છે કે આ નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો સમગ્ર ઘરનું વાતાવરણ પણ મંદિર જેટલું જ પવિત્ર ભાસવા લાગશે.

આ પણ વાંચો : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા

આ પણ વાંચો : વર્ષમાં માત્ર દોઢ માસ ભક્તોને દર્શન દે છે આ દેવાધિદેવ ! સ્વયં પાંડવો દ્વારા પૂજીત શિવલિંગનો જાણો મહિમા

g clip-path="url(#clip0_868_265)">