AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2022: દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા માટે આ જરૂરી વસ્તુઓની ખરીદો કરો

દિવાળીની (Diwali) રાત્રે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. જો તમે પણ દિવાળી પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જાણી લો દેવીની પૂજામાં કઈ કઈ વસ્તુઓ જરૂરી છે. અહીં અમે તમને પૂજા માટે બજારમાંથી શું ખરીદવું જોઈએ તે વિશે જણાવીશું.

Diwali 2022: દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા માટે આ જરૂરી વસ્તુઓની ખરીદો કરો
Laxmi - Ganesh Puja
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 12:54 PM
Share

ભારતમાં દિવાળીનો (Diwali) તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી (Laxmi) અને ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. જો તમે પણ દિવાળી પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જાણી લો દેવીની પૂજામાં કઈ કઈ વસ્તુઓ જરૂરી છે. અહીં અમે તમને પૂજા માટે બજારમાંથી શું ખરીદવું જોઈએ તે વિશે જણાવીશું.

દેવી લક્ષ્મી અને ગણેશની પ્રતિમા

દિવાળીના તહેવારને હવે માત્ર એક જ દિવસ બાકી છે. દિવાળીના તહેવારની તૈયારીઓ પણ તમામ ઘરોમાં પૂર્ણ થઈ ગઈ છે. દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે દિવાળીની પૂજા દરમિયાન ઘરમાં લક્ષ્મી અને ગણેશની નવી મૂર્તિઓ ખરીદવામાં આવે છે. એટલા માટે તમારે દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીની નવી મૂર્તિઓ પણ ખરીદવી જોઈએ.

દેવી માટે લાલ વસ્ત્ર અને કમળ ખરીદો

તમને જણાવી દઈએ કે કમળના ફૂલનો ઉપયોગ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. તેથી, દિવાળીના દિવસે, તમારે દેવીની પૂજા કરતી વખતે માતાને કમળનું ફૂલ પણ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ફૂલ લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. આ માટે દેવીની પૂજા માટે લાલ રંગના વસ્ત્ર અવશ્ય ખરીદો. મા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિઓને લાલ રંગના કપડા પર રાખીને પૂજા કરવામાં આવે છે.

પંચામૃત બનાવવા માટેનો સામાન

પંચામૃતનો ઉપયોગ દેવીની પૂજામાં પણ થાય છે. પંચામૃત દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે લક્ષ્મી પૂજા માટે પંચામૃતની તમામ વસ્તુઓ અગાઉથી ખરીદી લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પંચામૃત વિના દેવી લક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">