AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: હનુમાનજીની અલગ-અલગ તસવીરોનું અલગ-અલગ મહત્વ, વાસ્તુ અનુસાર જાણો ફોટા લગાવવાની સાચી દિશા

પંચમુખી હનુમાનજીની તસ્વીર ઘરમાં લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો મંગળવારે સાચી ભક્તિ સાથે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિમાંથી મંગલ દોષ દૂર થાય છે.

Vastu Tips: હનુમાનજીની અલગ-અલગ તસવીરોનું અલગ-અલગ મહત્વ, વાસ્તુ અનુસાર જાણો ફોટા લગાવવાની સાચી દિશા
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 7:24 PM
Share

મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા અને ઉપવાસ વગેરે માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. બજરંગબલી ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો મંગળવારે સાચી ભક્તિ સાથે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિમાંથી મંગલ દોષ દૂર થાય છે.

આ પણ વાચો: Good Luck મેળવવા માગતા લોકો એ અરીસાને ખોટી દિશામાં ગોઠવવાની ભૂલ ન કરવી જોઈએ, વાંચો શું કહે છે વાસ્તુનો સાચો નિયમ

જ્યોતિષમાં હનુમાનજીના દરેક સ્વરૂપનું અલગ-અલગ મહત્વ સમજાવવામાં આવ્યું છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીના અલગ-અલગ ફોટા યોગ્ય દિશામાં લગાવવાથી તે શુભ અને ફળદાયી બને છે. આવો જાણીએ હનુમાનજીનો ફોટો ક્યાં અને કેવી રીતે લગાવવો જોઈએ.

પંચમુખી હનુમાન

પંચમુખી હનુમાનજીની તસ્વીર ઘરમાં લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ફોટો લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો તેની શક્તિ દર્શાવતા હનુમાનજીનો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે.

હનુમાનજીના ફોટાને દક્ષિણ દિશામાં લગાવો

એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં જ લગાવવો જોઈએ. કહેવાય છે કે હનુમાનજીનો પ્રભાવ દક્ષિણ દિશામાં વધુ હોય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો નથી.

લાલ રંગના હનુમાન

ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનો લાલ રંગનો બેઠો ફોટો લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. હનુમાનજીના ચિત્રની સામે બેસીને હંમેશા ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ.

ભગવાન રામના ચરણોમાં બેઠેલા હનુમાન

ઘરના લિવિંગ રૂમમાં રામના દરબારમાં રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર લગાવવાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા જળવાઈ રહે છે.

પર્વત ઉપાડતા સંકટ મોચન હનુમાન

જો પરિવારના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસની કમી હોય તો ઘરમાં પર્વતને ઉપાડતા હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી પરિવારના સભ્યોનો આત્મવિશ્વાસ વધે છે.

                          ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                         ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">