AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરની તમામ નકારાત્મક ઊર્જાનું શમન કરી દેશે શંખનાદ, જાણો ઘરમાં શંખ રાખવાના આ લાભ !

સમુદ્ર મંથનના સમયે ચૌદ રત્નોની ઉત્પત્તિ થઈ. કહે છે કે શંખ (Conch) પણ તેમાંથી જ એક છે કે જેની ઉત્પત્તિ છઠ્ઠા નંબરે થઈ હતી ! સમુદ્રમાંથી પ્રાપ્ત બીજા તેર રત્નોની જેમ શંખમાં પણ અદભુત ગુણ છે.

ઘરની તમામ નકારાત્મક ઊર્જાનું શમન કરી દેશે શંખનાદ, જાણો ઘરમાં શંખ રાખવાના આ લાભ !
Conch
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 12, 2022 | 6:15 AM
Share

ધાર્મિક વિધિઓમાં શંખનું (Conch) એક આગવું જ મહત્વ છે. શ્રીનારાયણના (Narayan) વિવિધ સ્વરૂપો પર શંખથી જ અભિષેક (Abhishek) કરવાનો મહિમા છે. તો પૂજા સમયે તેમજ આરતી સમયે શંખનાદની પણ અદકેરી મહત્તા રહેલી છે. પણ, શું તમને એ ખબર છે કે આ શંખનાદ સાથે કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. આવો, આજે એ જાણીએ કે હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર મનાતો શંખનાદ કેવી રીતે તમારા સ્વાસ્થ્ય અને ઘરના વાતાવરણ માટે પણ બની શકે છે અત્યંત કલ્યાણકારી !

શંખનું પ્રાગટ્ય

પ્રચલિત કથા અનુસાર સમુદ્ર મંથનના સમયે ચૌદ રત્નોની ઉત્પત્તિ થઈ. કહે છે કે શંખ પણ તેમાંથી જ એક છે કે જેની ઉત્પત્તિ છઠ્ઠા નંબરે થઈ હતી ! સમુદ્રમાંથી પ્રાપ્ત બીજા તેર રત્નોની જેમ શંખમાં પણ અદભુત ગુણ છે.

નકારાત્મક ઊર્જાનો નાશ

શંખના નાદમાંથી ઑમ અર્થાત ૐ ધ્વનિ નીકળે છે. શંખ વગાડતી વખતે ૐ નો નાદ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. ઘરમાં નિત્ય શંખનાદ કરવાથી ઘરની અંદર એક સકારાત્મક ઊર્જાનું કવચ બને છે.

વૈજ્ઞાનિક-વૈદિક માન્યતાઓ

વૈજ્ઞાનિક સંશોધન અનુસાર માનવ જીવન માટે ઘાતક એવાં ખૂબ જ નાના વિષાણુ શંખનાદથી નષ્ટ થઈ જાય છે ! તો, વૈદિક માન્યતામાં શંખને વગાડવું ખાસ લાભદાયક ગણાય છે. શુભ કાર્ય કરતી વખતે શંખનાદ કરવાથી શુભતાનો સંચાર થાય છે. જ્યાં સુધી શંખનો અવાજ પહોંચે છે, ત્યાં સુધી તેને સાંભળારને ઈશ્વરનું સ્મરણ થઈ જાય છે.

સ્વાસ્થ્ય માટે લાભદાયી શંખનાદ !

⦁ સ્વાસ્થ્યની નજરે પણ શંખ વગાડવું લાભદાયક છે. શંખનાદ એ નવી ઘોષણાનું પ્રતીક છે, તો સાથે શ્વાસ સંબંધિત રોગોને પણ તે સમાપ્ત કરે છે.

⦁ શંખનાદથી નીકળનાર ‘ઑમ’ નો મહાનાદ માનસિક રોગોની નિવૃત્તિ કરીને કુંડલિની ઉર્જાને જાગ્રત કરે છે. જેના કારણે બહિકૃભંક પ્રાણાયામની પ્રક્રિયા શરૂ થાય છે. શંખનાદથી આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે.

⦁ આજનો સૌથી ઘાતક રોગ હૃદયરોગ, બ્લ્ડપ્રેશર, મંદાગ્નિ તેમજ શ્વાસ સંબંધિત રોગમાં પીડિત દ્વારા શંખ વગાડવું પરમ શુભ ગણાય છે. કહે છે કે તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે.

ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ નથી થતો

⦁ શંખના વાદનથી ઘરની બહારની આસુરી શક્તિ ઘરની અંદર પ્રવેશ નથી કરી શકતી !

⦁ ઘરમાં શંખ રાખવાથી અને નિત્ય શંખ વગાડવાથી વાસ્તુદોષ ખત્મ થઈ જાય છે.

⦁ શંખનો નાદ શુભ અને સતોગુણી ક્રિયાશક્તિનો વ્યક્તિની અંદર સંચાર કરે છે.

⦁ વાણી સંબંધી વિકાર પણ શંખનાદથી દૂર થાય છે, તેવું તો પ્રયોગોમાં પણ સાબિત થયું છે.

⦁ શંખને પૂજાઘરમાં જ રાખવામાં આવે છે અને પૂજા સિવાય તેને પીળા કપડાંની અંદર રાખવામા આવે છે.

⦁ પૂજામાં રાખતી વખતે શંખનું મોંઢુ હંમેશા આપણી તરફ રાખવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓ માટે વર્જિત !

કેટલીક પ્રથાઓ પ્રમાણે એવું પણ કહેવાય છે કે શંખનાદ ગર્ભવતી સ્ત્રીઓએ ન કરવો જોઈએ. કારણ કે શંખના ધ્વનિથી અવયવો પર દબાણ થતું હોવાથી ગર્ભને નુકસાન પહોંચી શકે છે. તો, આ વાતને ધ્યાનમાં રાખશો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">