AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 2023: 30 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ, શરદપૂનમના દિવસે લાગશે ચંદ્રગ્રહણ, આ વ્યક્તિઓએ રાખવું ખાસ ધ્યાન

Lunar Eclipse 2023: ચંદ્રગ્રહણ દરમિયાન સૂતકકાળથી લઈને ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પડે છે, ત્યારે આ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવું જોઈએ.

Chandra Grahan 2023: 30 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ, શરદપૂનમના દિવસે લાગશે ચંદ્રગ્રહણ, આ વ્યક્તિઓએ રાખવું ખાસ ધ્યાન
Chandra Grahan 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 11:42 AM
Share

Moon Eclipse 2023: વર્ષ 2023નું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023 એટલે કે શરદપૂનમના (Sharad Purnima 2023) દિવસે છે. ધાર્મિક દ્રષ્ટિથી ચંદ્રગ્રહણને ખુબ જ ખાસ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણની અસર લોકોના જીવન પર પણ પડે છે. વ્યક્તિઓ પર તેનો શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પડે છે. નિષ્ણાંતો મુજબ આ સંયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે, જેમાં શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણ લાગશે. ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા જ સૂતક લાગી જાય છે. શરદપૂનમ એટલે કે 28 ઓક્ટોબરે જે ચંદ્રગ્રહણ લાગશે તે ભારતમાં પણ જોવા મળશે. જેથી સૂતકકાળ પણ લાગુ પડશે.

શું છે ચંદ્રગ્રહણનો સમય?

ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની મોડી રાત્રે 1 કલાક 05 મિનિટે શરૂ થશે અને રાત્રે 2 કલાક અને 24 મિનિટે પૂર્ણ થશે. ત્યારે સૂતકકાળનો સમય 4 વાગ્યાની આસપાસ શરૂ થશે અને ગ્રહણ પૂર્ણ થશે ત્યાં સુધી રહેશે. જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન સૂતકકાળથી લઈને ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પડે છે, ત્યારે આ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવું જોઈએ.

આ પણ વાંચો: ભગવાન રામની કુંડળીમાં એવા ક્યાં યોગ હતા જેમણે શ્રીરામને બનાવ્યા મર્યાદા પુરુષોત્તમ,વાંચો રામની જન્મ કુંડળી વિશે

ચંદ્રગ્રહણ દરમિયાન આ લોકોએ રાખવું ખાસ ધ્યાન

  1. ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું. કારણ કે તે દરમિયાન તેની પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે.
  2. ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ ના જોવું અને ઘરની બહાર પણ ના નીકળવું જોઈએ.
  3. ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવું અને મંત્રોનો જાપ કરો પણ મંદિરમાં ના જવુ.
  4. ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન અને દુધ-દહીં જેવી વસ્તુઓમાં તુલસીના પાન નાખવા જોઈએ. જો આ દરમિયાન ભોજનની કોઈ વસ્તુઓમાં તુલસીના પાન નાખવાના રહી ગયા હોય તો તેનું સેવન ના કરો.
  5. ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાની પાસે એક નારિયેળ રાખવું જોઈએ. માનવામાં આવે છે કે ગ્રહણના નકારાત્મક પ્રભાવથી માતા અને બાળકો બંનેની રક્ષા થાય છે. ગ્રહણ બાદ આ નારિયેળને નદીમાં વિસર્જિત કરી દો.
  6. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલમાં પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">