AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: સફળ અને સક્ષમ નેતા બનવા માટે વ્યક્તિમાં આ ત્રણ ગુણો હોવા જરૂરી

સદીઓ પહેલા લખેલી વાતો આજના સમયમાં પણ લોકોને માર્ગદર્શન આપે છે. જો તેમાં લખેલી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યક્તિ દરેક અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે. અહીં જાણો આચાર્યના મતે એક કાર્યક્ષમ નેતા બનવા માટે વ્યક્તિમાં કયા ગુણો હોવા જરૂરી છે.

Chanakya Niti: સફળ અને સક્ષમ નેતા બનવા માટે વ્યક્તિમાં આ ત્રણ ગુણો હોવા જરૂરી
Chanakya Niti
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 5:41 PM
Share

આચાર્ય ચાણક્ય એક મહાન વ્યક્તિત્વ અને મહાન વિદ્વાન હતા. તેમની ગણતરી શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી, વ્યૂહરચનાકાર, રાજદ્વારી અને રાજકારણી તરીકે થાય છે. તે આચાર્યની કાર્યક્ષમ નીતિઓ હતી, જેમણે સદીઓ પહેલા ઇતિહાસનો માર્ગ ફેરવ્યો હતો અને નંદ વંશનો નાશ કરીને એક સામાન્ય બાળકને ભારતનો સમ્રાટ બનાવ્યો હતો. આચાર્ય ચાણક્યએ જીવનભર લોકોના હિત માટે કામ કર્યું અને ઘણી રચનાઓ પણ કરી. આ રચનાઓમાંથી એક નીતિશાસ્ત્ર છે.

સદીઓ પહેલા આ પુસ્તકમાં લખેલી વાતો આજના સમયમાં પણ લોકોને માર્ગદર્શન આપે છે. જો તેમાં લખેલી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યક્તિ દરેક અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે. અહીં જાણો આચાર્યના મતે એક સફળ અને સક્ષમ નેતા બનવા માટે વ્યક્તિમાં કયા ગુણો હોવા જરૂરી છે.

જે દરેકને સાથે લઇ આગળ વધવાની ક્ષમતા ધરાવે છે

આચાર્ય ચાણક્યના મતે, એક કુશળ નેતા તે બની શકે છે, જે દરેકને સાથે લઈ આગળ વધવાની ક્ષમતા ધરાવે છે. દુનિયામાં કોઈ પણ કાર્ય એકલા હાથે પોતાના દમ પર ક્યારેય કરી શકાતું નથી. કાર્ય પૂર્ણ કરવા દરેકને સમય સમય પર લોકોની મદદની જરૂર છે. આ સ્થિતિમાં જે વ્યક્તિ દરેકની સંભાળ રાખે છે અને તેમને સાથે લઈ આગળ જવામાં સક્ષમ છે, તે સારા નેતા સાબિત થાય છે.

જે હંમેશા નવું શીખવા માટે તત્પર રહે

શીખવું એ એક ગુણ છે જે દરેક વ્યક્તિ પાસે હંમેશા હોવો જોઈએ. કારણ કે શીખવાની પ્રક્રિયા જીવનમાં ક્યારેય સમાપ્ત થતી નથી. જીવનના દરેક તબક્કા પર વ્યક્તિ કંઈક નવું શીખે છે. જો તમે સારા નેતા બનવા માંગો છો તો તમારામાં આ ગુણ હોવો ખૂબ જ જરૂરી છે. સમયાંતરે નવા પ્રયોગો અને નવી નીતિઓ બનાવવા માટે નવું શીખવાની જરૂર રહે છે. તેથી જ્યારે પણ તમને શીખવાની તક મળે, તેને ચૂકશો નહીં.

જે સમયનું મહત્વ સમજે

કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે સમયનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. સારો નેતા માત્ર તે વ્યક્તિ બની શકે છે જે સમય અને તેના સંચાલનનું મહત્વ સમજે છે. કોઈ પણ યોજનામાં સફળ થવા માટે, સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે બિનજરૂરી કામમાં મહત્વનો સમય બગાડ્યો હોય, તો તમારે તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુરુ કરશે વક્રી સંક્રમણ, આરોગ્યથી લઈ અર્થતંત્ર સુધી આ ઘટનાની પડશે વૈશ્વિક અસર

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : દૂર્વા અર્પણ કરવા માત્રથી ગજાનન થઈ જાય છે પ્રસન્ન ! જાણો, કેમ વિનાયકને અત્યંત પ્રિય છે દૂર્વા ?

g clip-path="url(#clip0_868_265)">