Chanakya Niti: ચાણક્ય નીતિમાં મહત્વનો ઉલ્લેખ, પોતાના શત્રુથી ક્યારેય ના કરવી જોઈ નફરત, જાણો શું કહે છે આચાર્ય ?

આચાર્યના પુસ્તક નીતિ શાસ્ત્રમાં, તેમણે ધર્મ, સમાજ, રાજકારણ, સંપતિ વગેરે જેવા તમામ વિષયો વિશે ઘણું કહ્યું છે, જે દરેક વ્યક્તિને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જણાવે છે.

Chanakya Niti: ચાણક્ય નીતિમાં મહત્વનો ઉલ્લેખ, પોતાના શત્રુથી ક્યારેય ના કરવી જોઈ નફરત, જાણો શું કહે છે આચાર્ય ?
Chanakya Niti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:55 AM

Chanakya Niti: કેટલીકવાર આચાર્ય ચાણક્ય (Chanakya)ના શબ્દો સાંભળવામાં ખૂબ કઠોર લાગે છે, પરંતુ તે વર્તમાનની વાસ્તવિકતાની કસોટી પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. આચાર્યે આજના સમય વિશે જે કંઈ કહ્યું હતું તે સાચું જણાય છે. તેની દરેક વાતમાં જીવનનું રહસ્ય છુપાયેલું છે. આચાર્યના પુસ્તક નીતિ શાસ્ત્રમાં (Ethics), તેમણે ધર્મ (Religion), સમાજ (Society), રાજકારણ (Politics), સંપતિ વગેરે જેવા તમામ વિષયો વિશે ઘણું કહ્યું છે, જે દરેક વ્યક્તિને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જણાવે છે.

જો આચાર્ય ચાણક્યની નીતિઓને ધ્યાનમાં રાખવામાં આવે તો વ્યક્તિ જીવનના દરેક પડકારનો સામનો કરી શકે છે. ચાણક્ય રાજકારણ અને અર્થશાસ્ત્રના વિદ્વાન હતા. આચાર્યની વાતને સમજીએ તો જીવનની તમામ મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ચાણક્ય નીતિમાં માનવ સમાજ સાથે જોડાયેલી દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ચાણક્યની તે નીતિઓ વિશે-

જાણો શું કહ્યું આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિ અનુસાર, જે પણ પોતાની પ્રેમિકા અથવા પત્નીને સુરક્ષાની લાગણી આપે છે, તેમની વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. કારણ કે દરેક સ્ત્રી પોતાના પતિમાં પિતાનું સ્વરૂપ જુએ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમારા દુશ્મન હંમેશા તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, જેથી તમે ગુસ્સે થશો. કારણ કે ગુસ્સામાં વ્યક્તિની શક્તિ અને સમજવાની શક્તિ અડધી થઈ જાય છે. જેનો લાભ તમારા દુશ્મનને મળે છે. દુશ્મન દ્વારા ઉશ્કેરવામાં આવે ત્યારે હંમેશા શાંત રહો અને યોગ્ય સમયે તમારી પ્રતિક્રિયા રજૂ કરો.

આટલું જ નહીં, ચાણક્યની નીતિ મુજબ જ્યાં માન-સન્માન ન હોય, રોજગારની વ્યવસ્થા ન હોય, શિક્ષણ ન હોય, ત્યાં મકાન ન બને. આવા સ્થળોથી અંતર રાખવું જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર, વ્યક્તિએ ક્યારેય પોતાના કોઈ પણ દુશ્મનને નફરત ન કરવી જોઈએ. જો તમે તમારા દુશ્મનને નફરત કરો છો, તો તમે તમારી વિચારવાની ક્ષમતા ગુમાવો છો. જેના કારણે તમે તેની નબળાઈ જ જોઈ શકો છો અને તેની તાકાત જોઈ શકતા નથી.

આવી સ્થિતિમાં, વ્યક્તિએ હંમેશા પોતાના દુશ્મનને મિત્ર તરીકે જોવું જોઈએ અને તેની યોગ્યતાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આટલું જ નહીં, બુદ્ધિશાળી વ્યક્તિએ પોતાની આર્થિક તંગી અંગે ક્યારેય અન્ય કોઈની સાથે ચર્ચા ન કરવી જોઈએ. જો તમે આર્થિક નુકસાનમાંથી પસાર થઈ રહ્યા છો, તો આ બાબતને તમારા સુધી જ સીમિત રાખો.

આ પણ વાંચો: Mukesh Ambani Antilia Case: પોલીસે કહ્યું મુકેશ અંબાણી પરિવારને કોઈ ખતરો નથી, જાણો કોણ હતો એન્ટિલિયાનું સરનામું પૂછનાર વ્યક્તિ

આ પણ વાંચો: Uddhav Thackeray Surgery: ગરદન અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બે દિવસમાં થઈ શકે છે સર્જરી

g clip-path="url(#clip0_868_265)">