Chanakya Niti : તમારે નોકરી કે ધંધામાં સફળતા મેળવવી છે ? તો આ 4 નીતિઓનું પાલન કરો

|

Sep 01, 2021 | 2:00 PM

જો તમે તમારી કારકિર્દીમાં ટોચ પર પહોંચવા માંગો છો તો તમારે ચાણક્ય નીતિમાં ઉલ્લેખિત કેટલીક નીતિઓનું પાલન કરવું આવશ્યક છે.

Chanakya Niti : તમારે નોકરી કે ધંધામાં સફળતા મેળવવી છે ? તો આ 4 નીતિઓનું પાલન કરો
Chanakya Niti

Follow us on

આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા. તેમને રાજકારણ, અર્થશાસ્ત્ર, કૃષિ, સામાજિક નીતિ વગેરેમાં નિષ્ણાત માનવામાં આવે છે. આચાર્ય ચાણક્યે નંદ વંશનો નાશ કરવામાં અને મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજના આધુનિક સમયમાં પણ આચાર્યની નીતિઓ લોકો માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

આચાર્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિ શાસ્ત્રમાં વ્યવહારુ જ્ઞાનની તમામ બાબતો લખી છે. જો કોઈ વ્યક્તિ તેમને સમજે છે, તો તે તેના જીવનની દરેક ખુશીઓ મેળવી શકે છે. જો તમે તમારી કારકિર્દીમાં ટોચ પર પહોંચવા માંગો છો તો તમારે ચાણક્ય નીતિમાં ઉલ્લેખિત કેટલીક નીતિઓનું પાલન કરવું આવશ્યક છે.

1. જો તમારે તમારા નોકરી કે ધંધામાં સફળતા મેળવવી હોય તો સૌથી પહેલા શિસ્તનું ધ્યાન રાખો અને તમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂરી કરો. જો તમે તમારા કામ પ્રત્યે પ્રામાણિક અને શિસ્તબદ્ધ નહીં રહો, તો તમારી કોઈ પણ ઈચ્છા ક્યારેય પૂરી થઈ શકે નહીં. સફળતાનો પ્રથમ સિદ્ધાંત શિસ્ત અને પ્રામાણિકતા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

2. જીવનમાં ઘણી વખત કોઈ મોટું કામ કરવા માટે જોખમ લેવું પડે છે. તેથી મોટા નિર્ણયો લેવા માટે તૈયાર રહો અને યોગ્ય સમયે નિર્ણય લો. આવો નિર્ણય લેતી વખતે નિષ્ફળતાના ડરને ધ્યાનમાં ન રાખો. સંપૂર્ણ તૈયારી સાથે યોગ્ય સમયે લેવાયેલો યોગ્ય નિર્ણય ભવિષ્યમાં તમને ચોક્કસ સારા પરિણામ આપશે.

3. જેઓ મધુર બોલે છે અને સારું વર્તન કરે છે, તે લોકોને નોકરીમાં ઝડપી પ્રગતિ મળે છે અને વ્યવસાયમાં પણ ઘણો નફો મળે છે. જે લોકો કડવા શબ્દો બોલે છે તેમની પાસે જે વસ્તુ આવે છે તે પણ હાથમાંથી નીકળી જાય છે. તેથી તમારી વાણી મધુર રાખો અને મૈત્રીપૂર્ણ બનો.

4. જો તમે જીવનમાં કારકિર્દીમાં ઉંચાઈ સુધી પહોચવા માંગતા હો, તો તેને ક્યારેય એકલા હાંસલ કરવાની ઈચ્છા ન રાખો. સહકારથી મોટા સપના પૂરા થાય છે, તેથી દરેકને સાથે લઈ જાઓ અને લોકોને તેમની ક્ષમતા મુજબ કામ સોંપો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Chanakya Niti : આ 3 સંકેત નાણાકીય કટોકટીની નિશાની છે ! જો તમે નહીં સમજો તો થશે મુશ્કેલી

આ પણ વાંચો : Garuda Purana : આ 5 પ્રકારના લોકો તમારા જીવનમાં સમસ્યાઓ જ ઉભી કરશે, તેનાથી દૂર રહો

Next Article