AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: જાણો શા માટે માળામાં હોય છે 108 મણકા? વાંચો ચાર માન્યતા વિશે

શ્રદ્ધાળુઓ માળાના માધ્યમથી મંત્રજાપ કરતા હોય છે. પણ, શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે માળામાં 108 મણકા જ શા માટે હોય છે ? માળાના 108 મણકા સાથે ચાર માન્યતાઓ જોડાયેલી છે.

Bhakti: જાણો શા માટે માળામાં હોય છે 108 મણકા? વાંચો ચાર માન્યતા વિશે
108 મણકાનું શું રહસ્ય ?
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 26, 2021 | 12:58 PM
Share

માળાથી (MALA)  મંત્રજાપની પરંપરા (Rituals) તો સદીઓથી ચાલી રહી છે. શક્ય છે કે તમે પણ માળાથી જ મંત્રજાપ(Shlok Chants) કરતા હશો. આમ તો વધારે મહત્વ મંત્રજાપનું છે. પણ, આ મંત્રજાપમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે માળા જ માધ્યમ બનતી હોય છે અને એટલે જ તેનું મહત્વ બિલ્કુલ પણ ઓછું આંકી શકાય તેમ નથી.

શક્ય છે કે તમે પણ માળાના માધ્યમથી જ મંત્રજાપ કરતા હશો. પણ, શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે માળામાં 108 મણકા જ શા માટે હોય છે ? આવો, આજે જાણીએ માળામાં પરોવાયેલા 108 મણકાનું રહસ્ય. માળાના મણકા સાથે ચાર માન્યતા જોડાયેલી છે.

પ્રથમ માન્યતા શાસ્ત્રોક્ત ગણના મુજબ 24 કલાકમાં એક વ્યક્તિ 21600 વાર શ્વાસ લે છે. 24 કલાકમાંથી વ્યક્તિના 12 કલાક પોતાની દિનચર્યામાં જ નીકળી જાય છે, અને વધેલા 12 કલાક દેવ આરાધના માટે રહે છે. એટલે કે 10800 શ્વાસનો ઉપયોગ વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવના સ્મરણ માટે કરવાનો રહે છે. જો કે, આટલો સમય ફાળવવો દરેક માટે શક્ય નથી હોતો. એટલે આ સંખ્યામાં રહેલા છેલ્લા બે શૂન્ય કાઢીને 108 શ્વાસમાં જ પ્રભુનું સ્મરણ કરવાની છૂટ પ્રદાન કરવામાં આવી છે.

બીજી માન્યતા બીજી એક માન્યતા તરફ નજર કરીએ તો સૂર્ય એક વર્ષમાં 2,16,000 કળાઓ બદલે છે. સૂર્ય 6 મહિના ઉત્તરાયણ અને 6 મહિના દક્ષિણાયનમાં રહેતો હોય છે. એટલે કે, 6 મહિનામાં સૂર્યની કુલ કળાઓ 1,08,000 જેટલી હોય છે. અંતમાં આવેલ ત્રણ શૂન્ય દૂર કરવાથી 108 સંખ્યા મળે છે. એટલે માળા જાપ માટેના 108 મણકા એ સૂર્યની એક એક કળાનું પ્રતિક છે એવું કહી શકાય !

Why there are 108 beads in the mala ?

માળાથી મંત્રજાપનો મહિમા

ત્રીજી માન્યતા ત્રીજી માન્યાતા અનુસાર જ્યોતિષ શાસ્ત્ર તેને 12 રાશિઓ અને 9 ગ્રહો સાથે જોડે છે. 12 રાશિઓ અને 9 ગ્રહોનો ગુણાકાર કરીએ તો 108 અંક મળે. એટલે કે, 108 અંક સંપૂર્ણ જગતની ગતિનું પ્રતિનિધિત્વ કરે છે.

ચોથી માન્યતા માળાના 108 મણકા સાથે જોડાયેલી ચોથી માન્યતા ભારતીય ઋષિઓ દ્વારા થયેલ 27 નક્ષત્રોની શોધ પર આધારિત છે. પ્રત્યેક નક્ષત્રનાં 4 ચરણ હોય છે. આ 27 નક્ષત્ર અને 4 ચરણનું ગુણનફળ 108 આવે છે. જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સંતો અને મહાન પુરુષોનાં નામની આગળ 108 અંકનો પ્રયોગ કરવામાં આવે છે. તે એ સંકેત આપે છે કે જે-તે વ્યક્તિ પ્રકૃતિ, ઇશ્વર અને બ્રહ્મનાં સંબંધમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે જોડાયેલ છે.

આ માન્યતાઓમાંથી સત્ય શું છે તે કહેવું મુશ્કેલ છે. પણ, કહે છે કે 108ની સંખ્યા ખૂબ જ શક્તિશાળી છે. તેના દ્વારા જીવ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ, ઈશ્વરના દર્શન, બ્રહ્મ તત્વની અનુભૂતિ તેમજ જે પણ ઈચ્છે તે મેળવી શકે છે !

આ પણ વાંચોઃ ક્યાંક તમે તો નથી કરીને આ ભૂલ? પૂજા સ્થાન સંબંધી આ ભૂલ આપને નુક્શાન કરી શકે છે

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">