Benefits of tilak: તિલક લગાવવાનું છે અનેરું મહત્વ, ચમકશે નસીબ અને ખુલી જશે ભાગ્ય

|

Aug 09, 2021 | 9:38 AM

સનાતન ધર્મની પરંપરામાં ઈચ્છાઓ પૂરી કરવા માટે દુઃખને દૂર કરવા દેવી -દેવતાઓ સાથે સંકળાયેલ તિલક (tilak) લગાવવાની પરંપરા રહી છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા જીવનમાં બધું ઠીક રહે તો અલગ-અલગ દિવસે આ રીતે લગાવો તિલક

Benefits of tilak: તિલક લગાવવાનું છે અનેરું મહત્વ, ચમકશે નસીબ અને ખુલી જશે ભાગ્ય
Tilak

Follow us on

Benefits of tilak:  ભારતીય સંસ્કૃતિના મુખ્ય પ્રતીકોમાં તિલકનું (tilak) આગવું સ્થાન છે. પ્રાચીન કાળમાં જ્યારે લોકો યુદ્ધ માટે જતા હતા, ત્યારે તેમના માટે તિલકથી અભિષેક કરવામાં આવતો હતો. અત્યારે પણ, આપણે બધા શુભ પ્રસંગો અને પૂજાઓ દરમિયાન આ પવિત્ર તિલક આપણા કપાળ પર લગાવીએ છીએ. અહીં તે તિલકને ટીકા, બિંદી વગેરેના નામથી ઓળખે છે.

સનાતન પરંપરામાં કપાળ પર તિલક લગાવ્યા વગર કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. મૂળભૂત રીતે તિલક ત્રણ પ્રકારના હોય છે. એક રેખા કૃતિ તિલક, બે રેખા કૃતિ તિલક અને ત્રિરેખા તિલક. આ ત્રણેય પ્રકારના તિલક માટે ચંદન, કેસર, ગોરોચન અને કસ્તુરીનો ઉપયોગ થાય છે.જેમાં કસ્તુરી તિલક સૌથી મહત્વનું છે.

દિવસના હિસાબથી લગાવો તિલક
દરેક દિવસ નિશ્ચિત દેવતા અને ગ્રહ માટે હોય છે. આ સ્થિતિમાં ચોક્કસ દેવતાના આશીર્વાદ મેળવવા માટે દિવસ મુજબ તિલક લગાવી શકાય છે. જેમ સોમવાર ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત છે. આ દિવસે સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ. મંગળવાર ભગવાન હનુમાન અને મંગળ ગ્રહને સમર્પિત છે, તેથી આ દિવસે લાલ ચંદન અથવા ચમેલીના તેલમાં સિંદૂરનું તિલક લગાવો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બુધવારે સૂકા સિંદૂરનું તિલક લગાવીને ગણપતિના આશીર્વાદ મેળવવા જોઈએ. ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી આ દિવસે કપાળ પર પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવો. શુક્રવારે લાલ ચંદન અથવા સિંદૂરનું તિલક અને શનિવારે ભસ્મ લગાવો. રવિવાર દૃશ્યમાન દેવતા ભગવાન સૂર્યને સમર્પિત છે અને આ દિવસે શુભ અને શુભકામનાઓ માટે લાલ ચંદનનું તિલક લગાવો.

કપાળ પર તિલક લગાવવાના લાભ
તિલક આપણા સમગ્ર શરીરનું સંચાલન કરવા માટેનું કેન્દ્રબિંદુ છે. એવું માનવામાં આવે છે કે માથા પર લગાવવામાં આવેલું તિલક મનની એકાગ્રતા વધારે છે અને મગજમાં ઉદ્ભવતા વિચારો સાથે સંકળાયેલ તણાવ દૂર કરે છે. તિલક લગાવવાથી વ્યક્તિના શરીરમાં આભા સર્જાય છે અને આ આભા વ્યક્તિત્વના વિકાસ તરફ દોરી જાય છે. ધીરે ધીરે આ ઓરા વ્યક્તિને પરમાનંદ તરફ લઈ જાય છે. દેશમાં વિવિધ પરંપરાઓ અને સંપ્રદાયો સાથે જોડાયેલા લોકો લાંઅલગ-અલગ તિલક લગાવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ જ વૈજ્ઞાનિક પ્રમાણ નહીં. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને અહી પ્રસ્તુત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rashi Bhavisya : 2022માં આ 8 રાશિનાં લોકોએ સાચવવાની જરૂર, જુઓ તમારી રાશિ તો નથી ને ?


આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 09 ઓગસ્ટ: અંગત અને પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો

 

Published On - 7:40 am, Mon, 9 August 21

Next Article