AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrological Tips: કુંડળીમાં છે આવા યોગ, તો બની શકશો ડોક્ટર, વાંચો સમગ્ર અહેવાલ

આજના યુગમાં જ્યોતિષ શાસ્ત્ર યુવાનો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે, ક્યારેક કુંડળીના અમુક ગ્રહો વિદ્યાર્થી માટે અને તેના ભવિષ્ય માટે ખુબ મહત્વની ભુમિકા ભજવે છે, આજે અમે કુંડળીના કેટલાક એવા યોગ વિશે જણાવશું જે તમને ડોક્ટર બનાવવામાં મદદ કરશે

Astrological Tips: કુંડળીમાં છે આવા યોગ, તો બની શકશો ડોક્ટર, વાંચો સમગ્ર અહેવાલ
Kundali
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 5:18 PM
Share

તાજેતરમાં ધોરણ 10 અને 12ના પરિણામો (Results) જાહેર થયા છે, ત્યારે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પરિણામ બાદ નવી જગ્યાએ પ્રવેશને લઇને ચિંતીત હોય છે. ઘણાને ઇચ્છીત જગ્યાએ પ્રવેશ મળે તો ઘણા વિદ્યાર્થીઓ ઓછા માર્કના અંતરથી રહી જાય છે, આમા મેડિકલ ફિલ્ડ ખાસ વિદ્યાર્થી (Student)ઓ માટે મહત્વનું હોય છે કારણ કે આ ફિલ્ડમાં પ્રવેશ માટે ખુબ મહેનત કરવી પડે છે,ઘણી વખત સમર્થ વિદ્યાર્થી પણ પ્રવેશ મેળવતા અટકી જાય છે અથવા યોગ્ય પરિણામ નથી મળતુ. આવુ શા માટે થાય છે ? શું તમે જાણો છો ? શું તમને ખ્યાલ છે કે કુંડળીમાં ક્યાં ગ્રહો છે જે તમને ડોક્ટર કે મેડિકલ ફિલ્ડ સુધી પહોંચાડી શકે છે ?, જી હા કુંડળીના આધાકે વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી થાય છે અને એ બાબતનો પણ ખ્યાલ આવે છે વિદ્યાર્થીને મેડિકલ ફિલ્ડમાં પ્રવેશ મળશે કે કેમ, તો આજે આપણે કુંડળીમાં ગ્રહોની આવી જ સ્થિતી વિશે જાણશું કે જે મેડિકલ ફિલ્ડ માટે જવાબદાર છે.

  1. જો મંગળ, ચંદ્ર, સૂર્ય કોઈ શુભ સ્થિતિમાં હોય અને કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો તેનો સંબંધ ચિકિત્સા સાથે છે.
  2. જો પાંચમા, દશમા સ્થાને કે દશમા ઘર માલિક સાથે સારા સંબંધ હોય તો સફળતા મેળવવામાં ચાર ચાંદ લાગે છે.
  3. જો નવમેશ, દશમા, દશમા ઘરના માલિક વચ્ચે પરસ્પર યુતિ કે દ્રષ્ટી સંબંધ હોય તો તે ડોક્ટર બનીને વિદેશ જાય છે.
  4. જો મંગળ સ્વરાશિનો હોય અથવા ઉચ્ચ રાશિનો હોય છે, અને જો સૂર્ય સારી સ્થિતિમાં હોય તો તે સર્જન બને છે.
  5. કુંડળીમાં ગુરુ, ચંદ્રની સ્થિતિ બળવાન હોય, મંગળ પીડિત હોય તો સફળ ફિઝિશિયન બને છે.
  6. જો કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિ સફળ હાર્ટ સર્જન બને છે.
  7. જો ચંદ્ર બળવાન હોય, ગુરુ બળવાન હોય, કેતુ સાથે યુતિમાં હોય, તો વ્યક્તિ હોમિયોપેથિક ડૉક્ટર બને છે.
  8. સૂર્ય, ચંદ્ર ઔષધિઓના કારક છે અને ગુરુ સારો સલાહકાર છે.ત્રણેયનો સંબંધ છઠ્ઠા, દશમા, દશમા ભાવમાં હોવાથી વ્યક્તિને આયુર્વેદિક ડોક્ટર બનાવે છે.

આજના યુગમાં જ્યોતિષ શાસ્ત્ર યુવાનો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે, તે તેમને સાચો માર્ગ પણ બતાવી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં રોજગારના વિવિધ ક્ષેત્રોની પસંદગી સંબંધિત ઘણા સ્ત્રોતો છે. જેના આધારે કોઈપણ વ્યક્તિના સંબંધમાં નક્કી કરવું સરળ બની જાય છે કે તેનું કાર્યક્ષેત્ર શું હશે. માતા-પિતા તેમના બાળક માટે શું બનાવવા માંગે છે તેમાં જ્યોતિષીય માર્ગદર્શન ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો મંગળ સ્વ અથવા ઉચ્ચ રાશિમાં હોય તો તે સર્જન ડોક્ટર બનવાના ગુણ ધરાવે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">