Arvind Kejriwal Kundli: અરવિંદ કેજરીવાલની કુંડળીમા કયા ગ્રહોની બદલાયેલી ચાલે અસર બતાડવાની શરૂ કરી? આ યોગને કારણે જવું પડ્યુ જેલ

Arvind Kejriwal Kundli Analysis: કેજરીવાલ આ દિવસોમાં કથીત દારૂના કૌભાંડમાં ફસાયેલા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે, ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રો શું સંકેત આપી રહ્યા છે.

Arvind Kejriwal Kundli: અરવિંદ કેજરીવાલની કુંડળીમા કયા ગ્રહોની બદલાયેલી ચાલે અસર બતાડવાની શરૂ કરી? આ યોગને કારણે જવું પડ્યુ જેલ
Arvind Kejriwal Kundli
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 2:04 PM

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાની યોજના બનાવી છે. દિલ્હીની 7 લોકસભા બેઠકોમાંથી, આમ આદમી પાર્ટી 4 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરી રહી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 3 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરી રહી છે. કેજરીવાલ આ દિવસોમાં કથીત દારૂના કૌભાંડમાં ફસાયેલા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે, ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રો શું સંકેત આપી રહ્યા છે.

રાજનીતિમાં સફળ થવા માટે કર્ક અને સિંહ રાશિ, ગુરુ અને શનિનું મજબૂત હોવું જરૂરી છે. વાસ્તવમાં, ચંદ્ર રાણી છે અને સૂર્ય રાજા છે, તેથી જ્યારે સૂર્ય, ગુરુ અને શનિ આ રાશિઓ સાથે સંબંધિત હોય છે, તે વ્યક્તિને નેતા બનવામાં મદદ કરે છે. તેમની કુંડળીમાં સિંહ રાશિના ચોથા ભાવમાં લગ્નેશ, ધનેશ અને લાભેશનો સંયોગ છે.

ગુરુ કેન્દ્ર સ્થાને બેઠેલા હોવાને કારણે આ રાજયોગમાં વધુ શુભફળ આવે છે. આ ત્રણ ગ્રહોનો પ્રભાવ દસમા ભાવ પર આવી રહ્યો છે. સાથે જ ત્રીજા ભાવમાંથી મંગળનું પાસુ પણ દસમા ભાવમાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલ વિસ્તરણવાદની નીતિ અપનાવી રહ્યા છે. અહીં એ પણ નોંધનીય છે કે મંગળ અને ચંદ્રનો રાશિ પરિવર્તન એ રાજયોગ છે, જેને મહર્ષિ પરાશરે સૌથી શક્તિશાળી રાજયોગ કહ્યો છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

અહીં, મંગળ ચંદ્રની રાશિમાં બેઠો છે અને તે દુર્બળ બની રહ્યો છે, તે જ ચંદ્ર મંગળની રાશિ મેષમાં બેસીને નીચ ભંગ રાજયોગ બનાવી રહ્યો છે. આ કારણે રાજકારણમાં તેમનો પરાક્રમ સતત વધ્યો. રાજકારણમાં, ચોથા ઘરના ગુરુ શુક્ર અને બુધ જેવા 3 શુભ ગ્રહો સાથે યુતી હોવાને કારણે જાહેર પરિબળ તેમને સારી બહુમતી સાથે વિજયી બન્યા. પાંચમા ભાવમાં કેતુ અને લાભકારી ભાવમાં રાહુના કારણે તેમને પોતાના જ લોકો તરફથી બદનામીનો સામનો કરવો પડે છે.

અહીં, દસમા ઘરનો સ્વામી શનિ, 12માં ભાવમાં કમજોર અવસ્થામાં બિરાજમાન છે અને તે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટી કરી રહ્યા છે, આ એ સંકેત છે કે વ્યક્તિ પોતાનું કામ છોડીને કોઈ મોટા આંદોલનનો ભાગ બની શકે છે. દસમા ઘર અને દશમા સ્વામી બંને પર ગુરૂની દ્રષ્ટિ હોવાથી વ્યક્તિને લોકોનો સહયોગ મળે.ત્રીજા ભાવમાં સૌથી નીચના મંગળ પર રાહુના દ્રષ્ટીને કારણે તેમના પર મોટા દોષ લાગે, કોર્ટ કેસમાં ફસાય આવી સ્થિતી બને.વર્ષ 2010 થી, જ્યારે ગુરુની મહાદશા આવી છે, તેણે જબરદસ્ત સફળતા મળી.

હાલ તેમની કુંડળીમાં અષ્ટમેષની ગુરૂની દશા ચાલી રહી છે, જે ચિંતાનું કારણ બને, રાહુ આકસ્મિકતાના કારક છે રાહુના અંતરને કારણે તેમના પર રાજનૌતિક બદનામી થાય એમ પણ બને.

g clip-path="url(#clip0_868_265)">