Angarki Sankashti Chaturthi 2021: આજે છે અંગારકી ગણેશ ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત અને પુજા વિધિ

આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. મંગળા ગૌરી વ્રત પણ આજે મનાવવામાં આવે છે. આ બંને શુભ ઉપવાસ એક જ દિવસે પડતાં તેની મહત્તા વધુ વધી ગઈ છે.

Angarki Sankashti Chaturthi 2021: આજે છે અંગારકી ગણેશ ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત અને પુજા વિધિ
Angarki Sankashti Chaturthi 2021: Lord Ganesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 8:42 AM

Angarki Sankashti Chaturthi 2021:આજે સંકષ્ટિ ચતુર્થી છે. સંકષ્ટિ ચતુર્થીનું વ્રત ભગવાન ગણેશજીને સમર્પિત કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, સંકષ્ટિ ચતુર્થીનો ઉપવાસ કૃષ્ણ પક્ષની ચતુર્થી પર મનાવવામાં આવે છે. આ ચતુર્થી મંગળવારે પડી રહી છે તેથી તેને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. મંગળા ગૌરી વ્રત પણ આજે મનાવવામાં આવે છે. આ બંને શુભ ઉપવાસ એક જ દિવસે પડતાં તેની મહત્તા વધુ વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે જે લોકો સંકષ્ટિ ચતુર્થી પર વ્રત રાખે છે, તેમની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ચાલો જાણીએ પૂજા વિધિ અને સંકષ્ટિ ચતુર્થીના મહત્વ વિશે.

શુભ મુહૂર્ત સંકષ્ટિ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ વખતે સંકષ્ટિ ચતુર્થી 27 મી જુલાઈ, મંગળવારના રોજ આવી રહી છે. સાવનની અંગારકી સંકષ્ટિ ચતુર્થીનો શુભ સમય 27 જુલાઈ 2021 ના ​​રોજ 3:54 વાગ્યે શરૂ થશે અને 28 જુલાઈએ બપોરે 02: 16 વાગ્યે સમાપ્ત થશે.

પુજા વિધિ -સંકષ્ટિ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી વ્રત અને પૂજા-વ્રત કરો. -આ પછી, ઉત્તર દિશા તરફ મો રાખીને અને ભગવાન ગણેશની પૂજા કરો. પહેલા કાળા તલને પાણીમાં નાંખો અને ત્યારબાદ તેને ભગવાન ગણેશને અર્પણ કરો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

-ભગવાન ગણેશને પૂજામાં અક્ષત (ચોખા) અર્પણ કરો. આ સિવાય શમીના પાન અને બિલી પત્રના પાન ચડાવો. ભગવાન ગણેશને તલના લાડુ અથવા મોદક અર્પણ કરો. સાંજે ચંદ્ર ને અર્ધ્યા અર્પણ કરો અને તલના લાડુ ખાઈને ઉપવાસ છોડો. આ દિવસે તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

-ગણેશજીને તુલસી ન ચડાવી જોઈએ, આમ કરવાથી તેઓ ક્રોધિત થાય છે. સંકષ્ટિ ચતુર્થીના દિવસે વ્યક્તિએ કંદ-મૂળ અને જમીનની નીચે ઉગે તેવી ચીજો ખાવાનું ટાળવું જોઈએ.

સંકષ્ટિ ચતુર્થીનું મહત્વ સંકષ્ટિ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારા બધા દુ: ખ દૂર થાય છે. એવું કહેવામાં આવે છે કે વિઘ્નહર્તા તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરીને બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. આ વ્રતનું પાલન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો:  Shravan 2021: આ ત્રણ રાશિઓ પર રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા, જાણો ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાય

આ પણ વાંચો:  EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે ખુશખબર ! PF ખાતામાં જમા થશે મોટી રકમ , જાણો બેલેન્સ તપાસવાની સરળ રીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">