આ મંત્રના જાપથી પૂર્ણ થશે આપના સઘળા કામ, જાણી લો મહાદેવની કૃપાને પ્રાપ્ત કરાવતાં આ સરળ મંત્ર
મહાદેવ ભક્તોના શુદ્ધ ભાવથ માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. જો વ્યક્તિ શિવાલય જઈ દર્શન કરવા કે અન્ય કોઈ પણ પૂજા વિધાન કરવા સક્ષમ નથી તો પણ આ સરળ મંત્રના જાપથી શિવજીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો.
દેવાધિદેવ મહાદેવનું (Mahadev) એક નામ ભોળાનાથ પણ છે. કારણકે મહાદેવ ભક્તોના શુદ્ધ ભાવથ માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. પણ છતાયે મહાદેવની આરાધના કરવાનો વિશેષ દિવસ એટલે સોમવાર. શિવની વધુ સમીપ લઈ જતો દિવસ એટલે સોમવાર. અને ખાસ તો દેવાધિદેવની વિશેષ કૃપાને પ્રાપ્ત કરાવતો અવસર એટલે જ સોમવાર. સોમવારે શિવજીના દર્શન અને અભિષેકનું વિશેષ મહત્વ છે.
આજે અમે આપને શિવકૃપાને પ્રાપ્ત કરાવતા વિશેષ મંત્રોની વાત કરીશું. કહેવાય છે કે આ મંત્રો જીવને શિવની સમીપ લઈ જાય છે. કહેવાય છે કે સોમવારે શિવજીના આ સરળ મંત્રોનો જાપ અચૂક કરવો જોઈએ. આ સરળ મંત્રોના જાપ માત્રથી વ્યક્તિ મહાદેવની કૃપાને પ્રાપ્ત કરી શકે છે અને સાથે જ દરેક મનોકામનાને પૂર્ણ પણ કરી શકે છે. આજે વાત અત્યંત સરળ બે શિવ મંત્રોની વાત કરીશું.
સૌથી પહેલાં વાત શિવના પંચાક્ષર મંત્રની વાત કરવી છે. ૐ નમ: શિવાય । આ મંત્ર શિવનો અત્યંત સરળ મંત્ર છે. જેનો અર્થ થાય છે કે “હું ભગવાન શિવને નમન કરૂ છું.” આ મંત્રનો સોમવારે જાપ અચૂક કરવો. શક્ય હોય તો 108 વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આ મંત્રનો સાચા ઉચ્ચારણ સાથે અને આસ્થા સાથે જાપ કરવામાં આવે તો વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને સાથે આત્માનું શિવ સાથે જોડાણ થાય છે.
આટલો જ સરળ રૂદ્ર મંત્ર પણ છે. ૐ નમો ભગવતે રૂદ્રાય । મંત્રનો અર્થ છે “હું પવિત્ર રૂદ્રને નમન કરૂ છું.” કહેવાય છે કે આ મંત્ર વ્યક્તિની દરેક ઈચ્છાને પૂર્ણ કરે છે. મહાદેવના અપાર આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
એટલે કે સોમવારે શિવજીને અભિષેક કે દર્શનની સાથે જો આ મંત્રનું ઉચ્ચારણ કરતાં રહેવાથી વ્યક્તિના દરેક કામ સકુશળ પૂર્ણ થાય છે અને સાથે જ વ્યક્તિનો આદ્યાત્મિક વિકાસ પણ થાય છે. અને સાથે જ વ્યક્તિને શિવના સામીપ્યનો અહેસાસ પણ થાય છે. જો વ્યક્તિ શિવાલય જઈ દર્શન કરવા કે અન્ય કોઈ પણ પૂજા વિધાન કરવા સક્ષમ નથી તો પણ આ સરળ મંત્રના જાપથી તમે શિવજીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : સનાતન પરંપરામાં શિવલિંગની પૂજાનું શું છે મહત્વ, જાણો તેને લગતા સરળ ઉપાય આ પણ વાંચો: સ્ત્રીના માથા પરનું સિંદુર લાવે છે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ