Bhakti: મંગળ દોષ સંબંધી તમામ સમસ્યાઓનું થશે નિવારણ, મંગળવારે અજમાવો આ ખાસ ઉપાય

જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેણે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગે વિવાહ આડે અડચણો ઉભી થતી હોય છે. પણ, કહે છે કે મંગળવારના રોજ જો કેટલાંક વિશેષ ઉપાય અજમાવવામાં આવે તો વ્યક્તિને મંગળ દોષથી રાહત મળી શકે છે.

Bhakti: મંગળ દોષ સંબંધી તમામ સમસ્યાઓનું થશે નિવારણ, મંગળવારે અજમાવો આ ખાસ ઉપાય
સરળ ઉપાયથી થશે મંગળ દોષનું નિવારણ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 26, 2021 | 9:46 AM

કોઈપણ વ્યક્તિની કુંડળીમાં (kundli) જ્યારે મંગળ દોષ (mangal dosha) હોય ત્યારે વ્યક્તિ ચિંતામાં મૂકાઈ જતી હોય છે. કારણ કે, મંગળ દોષના લીધે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગે વિવાહ આડે અડચણો ઉભી થતી હોય છે. વ્યક્તિને દેવાના ભાર નીચે દબાઈ જવાનો વારો આવતો હોય છે. તેમજ મિલ્કત સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. પણ, કહે છે કે મંગળવારના રોજ જો કેટલાંક વિશેષ ઉપાય અજમાવવામાં આવે તો વ્યક્તિને મંગળ દોષથી રાહત મળી શકે છે.

એક માન્યતા અનુસાર જે વ્યક્તિમાં મંગળ દોષ હોય તેણે મંગળવારનું વ્રત કરવું જોઈએ. સાથે જ કેટલાંક વિશેષ ઉપાય પણ કરવા જોઈએ. જેનાથી તેના જીવનના વિઘ્નો દૂર થશે. આવો આજે કેટલાંક આવા જ ઉપાયો વિશે વાત કરીએ. પણ, તે પહેલાં જાણી લઈએ કે જો કુંડળીમાં મંગળ દોષ હોય, તો વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે ?

મંગળ દોષથી સમસ્યા ⦁ વિવાહ આડે અવરોધ ઉભા થાય છે. યોગ્ય જીવનસાથી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ⦁ લગ્ન થઈ ગયા હોય તો દાંપત્યજીવનમાં અનેકવિધ પ્રશ્નોનો સામનો કરવો પડે છે. લગ્નજીવન પણ ભંગાણને આરે આવી શકે છે ! ⦁ જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેનું જીવન દેવાના ભાર નીચે દબાઈ જાય છે. તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ⦁ વ્યક્તિમાં રક્ત સંબંધી વિકાર ઉભા થાય છે. ⦁ મિલ્કત સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ⦁ જે વ્યક્તિમાં મંગળ દોષ હોય તેનો સ્વભાવ વધારે ગુસ્સાવાળો અને અહંકારી બની જાય છે. ⦁ અનેકવિધ પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ⦁ અસાધ્ય રોગોનો પણ સામનો કરવો પડી શકે છે !

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મંગળ દોષ નિવારણના ઉપાય ⦁ શક્ય હોય તો મંગળવારના રોજ લાલ વસ્ત્ર ધારણ કરી મંગળવારનું વ્રત રાખવું. ⦁ મંગળવારના રોજ ગણેશજીના અથવા હનુમાનજીના મંદિરે જઈ તેમને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરો. ⦁ મંગળ ગ્રહની શાંતિ અર્થે “ૐ ભૌમાય નમઃ ।” મંત્રનો જાપ કરો. ⦁ મંગળવારના રોજ સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનું પઠન પણ લાભદાયી બની રહેશે. ⦁ હનુમાનજીના મંદિરે જઈ તેમને સિંદૂર અર્પણ કરવાથી લાભની પ્રાપ્તિ થશે. ⦁ જરૂરિયાતમંદોને લાલ વસ્ત્ર અથવા મસૂરની દાળનું દાન કરવું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણો ચાચરિયામાં વિદ્યમાન માતા મહાકાળીના દિવ્ય સ્વરૂપનો મહિમા

આ પણ વાંચોઃ ભગવતી જગદંબાની કૃપાથી નારી બની નર ! જાણો, રાજા સુદ્યુમ્નની કથા

g clip-path="url(#clip0_868_265)">