Bhakti: ભગવતી જગદંબાની કૃપાથી નારી બની નર ! જાણો, રાજા સુદ્યુમ્નની કથા

‘કામવન'માં મહાદેવજી અને પાર્વતી માતાજી વિહાર કરતાં હતા. ઋષિમુનિઓએ એમના વિહારમાં વિઘ્ન કર્યું. મહાદેવજીએ એ વનને વરદાન આપ્યું કે એ વનમાં જે પ્રવેશ કરે એ ‘સ્ત્રી' થઈ જશે. તો સુદ્યુમ્ને ભૂલથી એ જ વનમાં પ્રવેશ કર્યો; અને પોતે સ્ત્રી બની ગયા.

Bhakti: ભગવતી જગદંબાની કૃપાથી નારી બની નર ! જાણો, રાજા સુદ્યુમ્નની કથા
જગદંબાની કૃપાથી ઈલા પુનઃ બન્યા સુદ્યુમ્ન !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 14, 2021 | 9:34 AM

લેખક : પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી, કથાકાર

સ્યમંતકોક માહાત્મ્યના બીજા અધ્યાયમાં સ્યમંતકોપાખ્યાનની કથા છે. એ પછી માહાત્મ્યના ત્રીજા અધ્યાયમાં મનુ મહારાજના ચારિત્ર્યનું વર્ણન કર્યું છે. આ ચારિત્ર્યમાં પણ ‘શ્રીમદ્ દેવી ભાગવત’ અને જગદંબાનો મહિમા છે. સુતજી ઋષિમુનિઓને કહે છે કે, “સૂર્યવંશમાં શ્રાદ્ધદેવ નામના મનુ થયા એ આ વંશના સર્વ પ્રથમ રાજા હતા. મનુ મહારાજે જે રાજધાની સ્થાપી એનું નામ હતું અયોધ્યા.

શ્રીમદ્ દેવી ભાગવત અને પુરાણોમાં એવું વર્ણન છે કે, સૂર્યવંશના રાજાઓની રાજધાની એ અયોધ્યા હતી. ત્યાં શ્રાદ્ધદેવ મનુએ યજ્ઞ કર્યો. એમની એવી ઈચ્છા હતી કે મને પુત્ર થાય. પણ શ્રદ્ધા મહારાણીની ઈચ્છા એવી હતી કે મને દિકરો નહીં પણ મને દિકરી થાય. યજ્ઞ પૂરો થયો. મનુ મહારાજને ત્યાં દિકરીનો જન્મ થયો. મનુ મહારાજ ગુરુદેવ વષિષ્ઠજી પાસે પધાર્યા. વષિષ્ઠજીને કહ્યું કે, “મેં યજ્ઞનું આયોજન કર્યું તો એ યજ્ઞનું ફળ મને પ્રાપ્ત ન થયું. મારી ઈચ્છા હતી પુત્ર પ્રાપ્તિની પણ પુત્રીનો જન્મ શા માટે થયો !?”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વષિષ્ઠજીએ મનુ મહારાજને કહ્યું કે, “બ્રાહ્મણોએ એમનું કાર્ય બરાબર કર્યું છે. બ્રાહ્મણોનો કોઈ દોષ નથી. દોષ એ તમારા મહારાણીનો છે. એમણે દિકરીની ઈચ્છા વ્યક્ત કરી હતી.” વષિષ્ઠજીએ મહાદેવજીની કૃપાથી જે દિકરી હતી એને પુત્રના રૂપમાં સ્થાપિત કરી. એ જ્યારે પુત્ર બન્યો ત્યારે એનું નામ પડ્યું ‘સુદ્યુમ્ન’. પણ સુદ્યુમ્નએ પોતાના જીવનમાં એક ભૂલ કરી. અશ્વારૂઢ બની એ પોતે વનમાં ગયા. અને સુદ્યુમ્નએ મહાદેવજી જે વનમાં તપ કરતાં હતા એ વનમાં એમણે પ્રવેશ કર્યો.

આ વન વિષે એક કથા એવી છે કે ‘કામવન’માં મહાદેવજી અને પાર્વતી માતાજી વિહાર કરતાં હતા. ઋષિમુનિઓએ એમના વિહારમાં વિઘ્ન કર્યું. ત્યારપછી મહાદેવજીએ એ વનને વરદાન આપ્યું કે એ વનમાં જે પ્રવેશ કરે એ ‘સ્ત્રી’ થઈ જશે. તો સુદ્યુમ્ને ભૂલથી એ જ વનમાં પ્રવેશ કર્યો; અને પોતે સ્ત્રી બની ગયા.

જ્યારે સુદ્યુમ્ન સ્ત્રી થયા ત્યારે એમનું નામ ઈલા પડ્યું અને વનમાં એમને બધું વિસ્મૃત થઈ ગયું કે હું કોણ છું ? હું ક્યાંથી આવું છું ? એ બધું જ ભુલાઈ ગયું. એ પછી આ ઈલા બુધના આશ્રમમાં આવી. બુધ સાથે એમનો પરિણય થયો. એમના વિવાહ થયા અને એ બુધના પુત્ર થયા છે ‘પૂર્વા’. પણ મા જગદંબાની કૃપાથી ઈલાને પોતાનો પૂર્વાશ્રમ યાદ આવ્યો અને એ સમયે ગુરુદેવ વષિષ્ઠજી પાસે ઈલાનું આગમન થયું. વષિષ્ઠજીને ઈલાએ કહ્યું કે “હું સુદ્યુમ્ન છું. પણ મેં ફરીથી ભૂલ કરી. મહાદેવજી જે વનમાં તપ કરતાં હતા એ વનમાં હું ગયો અને હું સ્ત્રી બની ગયો માટે તમે મારા ઉપર કૃપા કરો.”

આથી ગુરુદેવ વષિષ્ઠજી ફરીથી મહાદેવજીના શરણે ગયા. એમણે મહાદેવજીની સ્તુતિ કરી. “वषिष्ठ उवाच – नम: नमशिवायास्तु शंकराय कपल्दिने गिरिजाअंगधार देवाय देहाय नमस्ते चंद्रमौलिने ।” તો વષિષ્ઠજી મહાદેવજીને વંદન કરતાં કહે છે કે, “હે ભોળાનાથ ! તમને વારંવાર વંદન છે. તમે શિવ કહેતાં જગતનું કલ્યાણ તત્વ તમે જ છો. જેમના વામભાગમાં પાર્વતી માતાજી બિરાજમાન છે એવા મહાદેવજીને વંદન છે. તમે કેવાં છો !? તો કહ્યું બીજરૂપી ચંદ્રમા જે તમારે શરણે આવ્યો અને તમે એનો સ્વીકાર કર્યો; એવા હે ભોળાનાથ ! તમને હું વંદન કરું છું.

તમે મૃડ છો. તમે મહાકાલ છો.” વષિષ્ઠજીની સ્તુતિ સાંભળી મહાદેવજી પ્રગટ થયાં. કહ્યું કે, “હે વષિષ્ઠજી ! આપે મારું સ્મરણ શા માટે કર્યું ?” ત્યારે વષિષ્ઠજીએ કહ્યું કે, “મનુ મહારાજના પુત્રનો જ્યારે જન્મ થયો ત્યારે એ કન્યાના રૂપમાં હતો. પણ તમારા આશીર્વાદથી એને પૌરુષત્વ પ્રાપ્ત થયું. પણ એણે પોતાના જીવનમાં એક ભૂલ કરી. જે વન આપનું વિહાર સ્થાન હતું એ વનમાં એ પ્રવેશ્યો અને ફરી પાછો એ સ્ત્રી બન્યો છે. માટે હે મહાદેવ આપ કૃપા કરો !.” મહાદેવજીએ વષિષ્ઠજીને કહ્યું કે, “હે વષિષ્ઠજી ! તમે મારી સ્તુતિ કરી છે. માટે હું એવી વ્યવસ્થા કરું છું કે તે એક મહિનો સ્ત્રી રહેશે અને એક મહિનો પુરુષ રહેશે. આનાથી વિશેષ હું બીજું કંઈ કરી નહીં શકું.

ગુરુદેવ વષિષ્ઠજીને આ ગમ્યું નથી. બાજુમાં જગદંબા માતાજી ઊભા છે. વષિષ્ઠજીએ માતાજીનું શરણ લીધું છે. એમણે માતાજીની સ્તુતિ કરી. “वषिष्ठ उवाच – जयदेवी महादेवी भक्तानुग्रहकारिणी; जय सर्व सूराराध्ये जयानंत गुणामये ।” કહ્યું કે, “હે મહાદેવી ! તમારો જય હો.” વષિષ્ઠજી કહે છે કે ભક્તો ઉપર તમે અનુગ્રહ કરનારા છો. હે માતાજી ! દેવો પણ તમારું આરાધન કરે છે. તમારા ગુણો અનંત છે. તમે ‘કાલસ્વરૂપીણી’ છો. એટલે તમારું નામ ‘કાલી’ એવું પડ્યું છે. તમે ‘દુર્ગતિ’ને દૂર કરવાવાળા છો એટલે તમે ‘દુર્ગા’ છો. વષિષ્ઠજીની સ્તુતિ સાંભળી માતાજી પ્રસન્ન થયા.

માતાજીએ કહ્યું કે, હે વષિષ્ઠજી ! “આ ઈલા રૂપ સુદ્યુમ્નને પૌરુષત્વ પ્રાપ્ત થશે પણ એનાં માટે તમારે એને શ્રીમદ્ દેવી ભાગવતની કથા સંભળાવવી પડશે.” માતાજીની આજ્ઞાથી અયોધ્યામાં મંડપો બંધાયા, વ્યાસપીઠ તૈયાર થઈ અને વષિષ્ઠજી બિરાજ્યા. વષિષ્ઠજીએ માતાજીના ગુણોને વર્ણવ્યા.

આ પ્રસંગને ‘શિવાનંદ સ્વામી’એ પણ પોતાની આરતીમાં વર્ણવ્યો છે. “પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, વષિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા.. ગાઈ શુભ કવિતા.” તો વષિષ્ઠજીએ માતાજીના ગુણોને વર્ણવ્યા. નવ દિવસ સુધી શ્રીમદ્ દેવી ભાગવતની કથા અયોધ્યાના પ્રજાજનોને સંભળાવી અને એ કથાના પ્રભાવથી, માતાજીની કૃપાથી અને માતાજીના અનુગ્રહથી કથાના નવમે દિવસે જે સ્ત્રી ‘ઈલા’ હતી તે ‘સુદ્યુમ્ન’ બની ગયો અને ‘સુદ્યુમ્ન’ને પૌરુષત્વ પ્રાપ્ત થયું.

આ પણ વાંચોઃ ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી ! આ પણ વાંચોઃ કયા અનુષ્ઠાનને લીધે સ્વયં શ્રીકૃષ્ણ પર લાગેલું કલંક થયું દૂર ? જાણો, નવાર્ણ મંત્રની મહત્તા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">