AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 શુભ સંયોગ સાથે અક્ષય તૃતીયા ! જાણો સુવર્ણની ખરીદી માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ ?

અક્ષય તૃતીયાનો (Akshay Tritiya ) દિવસ એ શુભ કાર્યો કરવા માટે વણજોયું મુહૂર્ત મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરવાથી તેના શુભ ફળની પ્રાપ્તિ અનેકગણી વધી જાય છે. અને એટલે જ લોકો માંગલિક કાર્ય માટે અને ખાસ તો ખરીદી માટે આ દિવસને ઉત્તમ માને છે.

6 શુભ સંયોગ સાથે અક્ષય તૃતીયા ! જાણો સુવર્ણની ખરીદી માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ ?
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 18, 2023 | 6:39 AM
Share

વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા કે અખાત્રીજના નામે ઉજવવામાં આવે છે. પોતાના અક્ષય ગુણોના કારણે જ આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કોઇપણ કાર્ય કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરેલ કાર્ય અક્ષય પુણ્ય એટલે કે જેનો ક્યારેય નાશ ન થાય તેવા પુણ્ય પ્રદાન કરે છે. એટલે જ આ તિથિ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આ વખતે આ અક્ષય તૃતીયા 22 એપ્રિલ, 2023ના રોજ આવી રહી છે. એમાં પણ આ વખતે આ તિથિ 6 દુર્લભ સંયોગ સાથે છે. જે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાઈ રહ્યા છે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ અને ખરીદીના શુભ મુહૂર્ત જાણીએ.

અક્ષય તૃતીયા તિથિ

અક્ષય તૃતીયાનો દિવસ એ શુભ કાર્યો કરવા માટે વણજોયું મુહૂર્ત મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરવાથી તેના શુભ ફળની પ્રાપ્તિ અનેકગણી વધી જાય છે. અને એટલે જ લોકો માંગલિક કાર્ય માટે અને ખાસ તો ખરીદી માટે આ દિવસને ઉત્તમ માને છે. ત્રીજની તિથિની વાત કરીએ તો 22 એપ્રિલ, 2023, શનિવારના રોજ સવારે 7:49 કલાકે ત્રીજનો પ્રારંભ થશે. અને 23 એપ્રિલ, 2023, રવિવારના રોજ સવારે 7:47 કલાકે ત્રીજ તિથિની સમાપ્તિ થશે.

6 મહાયોગ સાથે અક્ષય તૃતીયા

અખાત્રીજનો દિવસ એ તો પુણ્ય પ્રદાન કરનારો દિવસ છે. પણ, સૌથી મહત્વની વાત તો એ છે કે આ વખતે આ તિથિ 6 દુર્લભ સંયોગ સાથે આવી છે. જે સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાઈ રહી છે. આ તમામ યોગ નીચે અનુસાર છે.

⦁ આયુષ્યમાન યોગ: આ યોગ 22 એપ્રિલે સૂર્યોદયથી શરૂ થઈને સવારે 9:26 સુધી રહેશે.

⦁ સૌભાગ્ય યોગ: આ યોગનો 22 એપ્રિલે સવારે 9:25થી પ્રારંભ થશે. જે 23 એપ્રિલે સવારે 8:21 સુધી રહેશે.

⦁ ત્રિપુષ્કર યોગ: આ યોગ 22 એપ્રિલે સવારે 5:49 કલાકે શરૂ થશે અને સવારે 7:49 સુધી રહેશે. એટલે કે ત્રીજના પ્રારંભે તેની અસર પડશે.

⦁ રવિયોગ: શુભદાયી મનાતો રવિયોગ 22 એપ્રિલે રાત્રે 11:24 કલાકે શરૂ થશે જે 23 એપ્રિલે સવારે 5:48 સુધી રહેશે.

⦁ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગઃ અક્ષય તૃતિયા પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ સર્જાઈ રહ્યા છે. જે 22 એપ્રિલે રાત્રે 11:24 કલાકે શરૂ થશે અને 23 એપ્રિલે સવારે 5:48 કલાકે સમાપ્ત થશે.

⦁ અક્ષય તૃતીયા પર સર્જાઈ રહેલા આ 6 દુર્લભ સંયોગ સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાઈ રહ્યા છે.

સોનું ખરીદવાનો શુભ સમય !

અક્ષય તૃતીયાનો દિવસ આમ તો અનેક પ્રકારની ખરીદી માટે ઉત્તમ મનાય છે. પણ, આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો સવિશેષ મહિમા રહેલો છે. આમ તો સમગ્ર તિથિ જ વણજોયા મુહૂર્ત સમાન મનાય છે. આ સંજોગોમાં તમે 22 એપ્રિલે ત્રીજના પ્રારંભ સાથે સવારે 7:49 થી ખરીદી શરૂ કરી શકો છો. સમગ્ર દિવસ ખરીદી માટે ઉત્તમ બની રહેશે. તો બીજા દિવસે એટલે કે, 23 એપ્રિલ, 2023ના રોજ સવારે 5:58 થી 7:47 ની વચ્ચે સુવર્ણની ખરીદી કરવી પણ શુભ બની રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
g clip-path="url(#clip0_868_265)">