Adhik Maas Amas 2023 : અધિક માસની અમાસ પર કરો આ કામ, જીવનભર મળશે પુણ્ય

|

Aug 16, 2023 | 6:45 AM

Adhik Maas Amavasya Date: અધિકમાસ અમાસના દિવસે પિંડદાન, તર્પણ અને દાન કરવાથી અનેક પેઢીઓ સુધી ફળ મળે છે. તેનાથી પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે.

Adhik Maas Amas 2023 : અધિક માસની અમાસ પર કરો આ કામ, જીવનભર મળશે પુણ્ય
Adhik Maas Amash

Follow us on

Adhik Maas Amas:હિંદુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે અધિક માસ અમાસ આજે 16 ઓગસ્ટ 2023, બુધવારે છે. શાસ્ત્રો અનુસાર, અમાસના દિવસે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવી શ્રેષ્ઠ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન અને દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અધિકા માસની અમાસ દર ત્રણ વર્ષે આવે છે, તેથી તેનું મહત્વ વધી રહ્યું છે. કહેવાય છે કે અધિકમાસની અમાવાસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો : અધિક શ્રાવણ મહિનામાં શિવની પૂજામાં અલગ અલગ શિવની આકૃતિ બનાવી રોજ કરવામાં આવે છે પુજા

અધિકમાસની અમાસ પર આ કામ કરો

શ્રાવણ અધિક માસની અમાસના દિવસે કરેલા શુભ કાર્યોનું પુણ્ય જીવનભર મળે છે. આ દિવસે બુધવાર હોવાના કારણે આ તહેવારનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસની શરૂઆત ગણેશજીની પૂજાથી કરો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી તેમને શુદ્ધ પાણીથી સ્નાન કરાવો. ગણેશજીને શણગાર્યા પછી તેમને જનોઈ, દુર્વા, ચંદન વગેરે વસ્તુઓ અર્પણ કરો.

ગણેશજીને લાડુ અને મોદક અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. પૂજામાં તેમના મંત્ર ‘ઓમ ગં ગણપતયે નમઃ’ નો જાપ કરો. આ પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનો અભિષેક કરો. શિવલિંગ પર જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જળ ચઢાવ્યા પછી દૂધ ચઢાવો. આ પછી ફરીથી પાણી ચઢાવો.

સૌથી વધુ શ્રાવણ મહિનાની અમાસના દિવસે શિવલિંગ પર બિલીપત્ર, ધતુરા, આકડાના ફૂલ, ગુલાબ વગેરે ચઢાવો. આ પછી ચંદનનું તિલક લગાવો.માતાનો શૃંગાર કરો અને ભગવાનને મીઠાઈઓ ચઢાવો.

અમાસ પર ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને શ્રી કૃષ્ણની પણ વિધિવત પૂજા કરવી જોઈએ. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને કૃષ્ણાય નમઃ નો જાપ કરવો શુભ છે.

અમાસ પર પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ.પિતૃઓની પૂજા કરો. અધિક માસમાં શાસ્ત્રોના પાઠ કરવાનું વિશેષ મહત્વ છે.
અધિક માસ 16મી ઓગસ્ટે પૂર્ણ થશે. અમાસના દિવસે વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, રામાયણ વગેરે પુસ્તકોનો પાઠ કરવો જોઈએ.

પૂજા-પાઠ, દાન-પુણ્ય અને શાસ્ત્રોના પાઠ કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન, પૈસા, ચંપલ-ચપ્પલ, કપડાં જેવી જરૂરી વસ્તુઓનું દાન અવશ્ય કરવું.

ભક્નિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article