SBI Credit Card યુઝર્સ માટે માઠાં સમાચાર, 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર 99 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે, જાણો વિગતવાર
SBI Cards એ માહિતી આપી હતી કે હવે તેના ગ્રાહકોએ EMI ટ્રાન્ઝેક્શન માટે 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી અને કાર્ડધારકોને ટેક્સ ચૂકવવો પડશે.
SBI Credit Card: જો તમે પણ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. SBI ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરવું 1 ડિસેમ્બરથી મોંઘું થઈ જશે. બેન્ક હવે 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લેવા જઈ રહી છે.
SBI Cards એ માહિતી આપી હતી કે હવે તેના ગ્રાહકોએ EMI ટ્રાન્ઝેક્શન માટે 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી અને કાર્ડધારકોને ટેક્સ ચૂકવવો પડશે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોએ હવે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પર ઈએમઆઈ શોપિંગ માટે વધારાની ફી ચૂકવવી પડશે.
SBIએ આ સંબંધમાં પોતાના કાર્ડ ધારકોને મેસેજ મોકલીને આ નવા નિયમની જાણકારી આપી છે. બેંકે કહ્યું કે પ્રિય કાર્ડધારક, અમે તમને જણાવવા માંગીએ છીએ કે 1 ડિસેમ્બર, 2021ના રોજ તમામ વેપારી આઉટલેટ્સ, વેબસાઇટ્સ અને એપ્સ પર EMI ટ્રાન્ઝેક્શન પર 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી અને ટેક્સ ચૂકવવો પડશે. તમારા સહકાર બદલ અમે તમારો આભાર માનીએ છીએ. બેંકે નિયમો વિશે વિગતવાર જાણવા માટે ગ્રાહકોને બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની લિંક પણ આપી છે.
નવા નિયમો શું છે? બેંકે કહ્યું કે જો ગ્રાહક તેનો EMI ટ્રાન્ઝેક્શન કેન્સલ કરશે તો પ્રોસેસિંગ ફી પણ પરત કરવામાં આવશે. આ સાથે ટ્રાન્ઝેક્શન કેન્સલ થવા પર પણ બેંક ગ્રાહકોને પ્રોસેસિંગ ચાર્જ રિફંડ કરશે. જો કે, EMI પ્રી-ક્લોઝરના કિસ્સામાં ગ્રાહકોએ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.
ATM કાર્ડ વગર પૈસા ઉપાડી શકાશે જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહક છો અને રોકડ ઉપાડ માટે ATM કાર્ડ લઈ જવામાં મુશ્કેલી અનુભવો છો અથવા ATM કાર્ડ ઘરે ભૂલી ગયા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખરેખર, SBI તેના ગ્રાહકોને ATM અથવા ડેબિટ કાર્ડ વગર પણ રોકડ ઉપાડવાની છૂટ આપે છે. આ માટે બેંક તમને YONO કેશની સુવિધા આપે છે. આની મદદથી, તમે ATM તેમજ POS ટર્મિનલ્સ અને કસ્ટમર સર્વિસ પોઈન્ટ્સ (CSP)માંથી રોકડ ઉપાડી શકશો.
આ માટે તમારા ફોનમાં SBIની Yono એપ હોવી જોઈએ. આ એપ દ્વારા તમે દેશના SBI ATMમાંથી રોકડ ઉપાડી શકો છો. આ સુવિધા દ્વારા, તમે SBI ATMમાંથી ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 10,000 રૂપિયા ઉપાડી શકો છો.
આ પણ વાંચો : IPO Listing : સોમવારે 3 IPO ના શેર્સનું લિસ્ટિંગ થશે, આ રીતે જાણો ખાતામાં શેર્સ જમા થયા કે પૈસા