યામાહાએ તેના 3 લાખ સ્કૂટર પાછા મંગાવ્યા, આમા તમારું સ્કૂટર તો નથી ને ? આ રીતે કરો ચેક

|

Feb 16, 2024 | 9:35 PM

જો તમારી પાસે પણ યામાહા સ્કૂટર છે, તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. યામાહા કંપનીએ તેના 3 લાખ સ્કૂટર પાછા મંગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે અમે તમને તમારું સ્કૂટર પણ રિકોલ લિસ્ટમાં સામેલ છે કે નહીં તેના વિશે કેવી રીતે જાણી શકાય તેની માહિતી આપીશું.

યામાહાએ તેના 3 લાખ સ્કૂટર પાછા મંગાવ્યા, આમા તમારું સ્કૂટર તો નથી ને ? આ રીતે કરો ચેક
Yamaha Scooter

Follow us on

યામાહા કંપનીએ તેના 125cc હાઇબ્રિડ સ્કૂટરના 3 લાખ યુનિટ પાછા મંગાવવાનો નિર્ણય કર્યો છે. જે સ્કૂટર્સને પરત મંગાવવામાં આવ્યા છે તે 1 જાન્યુઆરી 2022થી 4 જાન્યુઆરી 2024 વચ્ચે બનાવવામાં આવ્યા હતા. કંપનીના આ નિર્ણય પાછળનું કારણ સ્કૂટરના બ્રેક લીવર ફંક્શનમાં સમસ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે કંપનીએ તેના 3 લાખ યુનિટ્સ પાછા મંગાવ્યા છે.

બ્રેક લીવર ફંક્શનમાં સમસ્યા

તમને જણાવી દઈએ કે કંપનીના Ray ZR 125 Fi Hybrid અને Fascino 125 Fi Hybrid સ્કૂટર્સ (જે જાન્યુઆરી 2022 પછી બનાવવામાં આવ્યા હતા) બ્રેક લીવર ફંક્શનમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને ઠીક કરવા માટે કંપનીએ રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. આ સમસ્યાને ઠીક કરવા માટે કંપની ફ્રી પાર્ટ રિપ્લેસમેન્ટ ઓફર કરી રહી છે. એટલે કે આ માટે ગ્રાહકોને એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નહીં પડે.

આમાં તમારું સ્કૂટર તો નથી ને ?

જો તમારી પાસે પણ યામાહા સ્કૂટર છે તો તમે વિચારી રહ્યા છો કે તમારું સ્કૂટર રિકોલ થશે કે નહીં, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કંપની 1 જાન્યુઆરી, 2022 થી 4 જાન્યુઆરી, 2024ની વચ્ચે ઉત્પાદિત ફક્ત Yamaha Ray ZR 125 Fi Hybrid અને Fascino 125 Fi Hybrid સ્કૂટર્સને જ રિકોલ કરી રહી છે. જો તમારી પાસે આમાંથી કોઈ સ્કૂટર છે તો તમારું સ્કૂટર પણ રિકોલિંગમાં સામેલ છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તમારે ફક્ત તમારા સ્કૂટરને જ્યાંની ડીલરશીપ હોય ત્યાં લઈ જવાનું રહેશે. જો તમારું સ્કૂટર આ સમયગાળા દરમિયાન બન્યું હશે તો જ રિકોલ થશે.

આ રીતે કરો ચેક

ગ્રાહકોની સુવિધા માટે યામાહાએ રિકોલની યોગ્યતા ચકાસવાનો વિકલ્પ પણ આપ્યો છે. આ માટે તમારે સૌથી પહેલા યામાહાની વેબસાઈટ https://www.yamaha-motor-india.com/ પર જવું પડશે. આ પછી સર્વિસ સેક્શનના વિકલ્પ પર ક્લિક કરો. અહીં SC 125 સ્વૈચ્છિક રિકોલ પર જાઓ. આ પછી વાહનનો ચેસીસ નંબર દાખલ કરો. ત્યાર બાદ તમને તમારા વાહનને રિકોલ કરવું કે કેમ તેની સંપૂર્ણ વિગતો મળશે.

આ પણ વાંચો ટાટા કે હ્યુન્ડાઈ ? 8 થી 9 લાખના બજેટમાં કઈ CNG કાર ખરીદવી

Published On - 9:28 pm, Fri, 16 February 24

Next Article