Mahindra Thar પર કેમ લખેલું હોય છે 4×4 ? જાણો તેનો શું થાય છે અર્થ
મહિન્દ્રા થાર પર 4×4 શા માટે લખેલું હોય છે ? અમુક લોકોને ખબર હશે 4×4 નો અર્થ શું છે, પરંતુ એવા ઘણા લોકો હશે જેઓ મહિન્દ્રા થાર ચલાવતા હશે તેમ છતાં તેઓ થાર પર લખેલા 4×4 નો અર્થ જાણતા નહીં હોય. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
જો તમે પણ મહિન્દ્રા થાર ખરીદવા જઈ રહ્યા છો, તો આજની માહિતી ખાસ તમારા માટે છે. શું તમે જાણો છો કે કંપનીએ મહિન્દ્રા થાર પર 4×4 શા માટે લખેલું હોય છે ? અમુક લોકોને ખબર હશે 4×4 નો અર્થ શું છે, પરંતુ એવા ઘણા લોકો હશે જેઓ મહિન્દ્રા થાર ચલાવતા હશે તેમ છતાં તેઓ થાર પર લખેલા 4×4 નો અર્થ જાણતા નહીં હોય.
આજે અમે તમને જણાવીશું કે કંપની દ્વારા શા માટે થાર પર 4×4 લખવામાં આવે છે અને નવું વાહન ખરીદતા પહેલા તમારા માટે આ જાણવું કેમ જરૂરી છે ? જો તમે ક્યારેય વાહન પર 4×4 ને બદલે 4WD લખેલું જોશો, તો તમારે મૂંઝવણમાં પડવાની જરૂર નથી બંને શબ્દોનો અર્થ એક જ છે.
જો કે માર્કેટમાં ઘણા એવા વાહનો છે જે 4WD સાથે આવે છે, પરંતુ આજે અમે તમને એવા પાંચ મોડલ વિશે જણાવીશું જેમાં તમને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મળશે.
કારમાં 4×4 શું છે ?
4×4 અથવા 4WD એ એક એવી સિસ્ટમ છે જેમાં વાહનનું એન્જિન કારના ચારેય વ્હીલ્સને સમાન રીતે પાવર આપે છે. ફોર-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ ઈમ્પ્રુવ ટ્રેક્શન કંટ્રોલ સાથે ભીના, બરફીલા અને ઓફ-રોડિંગ એક્સપેરિયન્સને સરળ બનાવવા માટે કામ કરે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિને પડકારજનક સ્થિતિમાં પણ ડ્રાઇવિંગનો સારો અનુભવ મળે છે.
કોઈપણ સંજોગોમાં વાહન રસ્તા પર ફસાઈ ન જાય તે માટે ટાયરમાં વધુ પાવરની જરૂર પડે છે અને તે સમયે આ સિસ્ટમ કામમાં આવે છે. સામાન્ય રસ્તાઓ પર આ સિસ્ટમ ટુ વ્હીલ ડ્રાઇવ મોડ પર કામ કરે છે. Thar સિવાય ભારતમાં Mahindra Scorpio N, Force Gurkha, Jeep Compass, Toyota Fortuner અને MG Glosterમાં ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આવે છે.
આ પણ વાંચો આવો મોકો ફરી નહીં મળે…આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી