આવો મોકો ફરી નહીં મળે…આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી

જીપ ઇન્ડિયા તેની વિવિધ ગાડીઓ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં એક ગાડી પર સૌથી આકર્ષક ઓફર આપવામાં આવી છે. આ ગાડી પર 12 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે તમારી નજીકના જીપ ઈન્ડિયા ડીલરો પાસેથી આ ઓફર્સ વિશે વધુ માહિતી મેળવી શકો છો.

આવો મોકો ફરી નહીં મળે...આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી
Jeep car
Follow Us:
| Updated on: Jun 22, 2024 | 5:02 PM

જીપ ઈન્ડિયા તેના વાહનો પર વિશેષ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જીપ કંપાસ પર 30 હજાર રૂપિયા સુધીના લાભો આપવામાં આવી રહ્યા છે અને મેરિડીયન પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો જીપ ઇન્ડિયા વધુ એક ગાડી પર સૌથી આકર્ષક ઓફર આપવામાં આવી છે. આ ગાડી પર 12 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે તમારી નજીકના જીપ ઈન્ડિયા ડીલરો પાસેથી આ ઓફર્સ વિશે વધુ માહિતી મેળવી શકો છો.

જીપ ઈન્ડિયાના વાહનો પર ઓફર્સ

જીપ કંપાસ પર 15,000 રૂપિયા સુધીના કોર્પોરેટ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. આ સિવાય આ કાર પર 15 હજાર રૂપિયાના સ્પેશિયલ બેનિફિટ્સ પણ મળી રહ્યા છે. જીપ મેરિડીયન પર રૂ. 20 હજાર સુધીના કોર્પોરેટ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે અને આ કાર પર રૂ. 30 હજારના વિશેષ બેનિફિટ્સ પણ છે. જીપ ઈન્ડિયાનું કહ્યું છે કે આ ખાસ ઓફર્સ વિશે વધુ જાણકારી માટે તમે તેમની નજીકની ડીલરશિપનો સંપર્ક કરી શકો છો.

ગ્રાન્ડ ચેરોકી પર 12 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

આ જૂન મહિનામાં જીપ ઈન્ડિયા તેની લક્ઝુરિયસ કાર પર દમદાર ઓફર્સ લઈને આવી છે. ગ્રાન્ડ ચેરોકી પર ખાસ ઓફર આપવામાં આવી રહી છે. ખાસ ઓફરમાં આ કાર પર 12 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે અને તમે જીપ વેવ એક્સક્લુઝિવ ઓનરશિપ પ્રોગ્રામમાં પણ જોડાઈ શકો છો. આ ખાસ ઓફર વિશે વધુ માહિતી કંપનીના કાર ડીલર્સ પાસેથી મેળવી શકાય છે. આ તમામ ઓફર્સ માત્ર જૂન મહિના સુધી મર્યાદિત છે.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

જીપ ઈન્ડિયા વાહનોની કિંમત

જીપ ઈન્ડિયા પાસે ભારતીય બજારમાં ગ્રાન્ડ ચેરોકી, મેરિડિયન, કંપાસ અને રેંગલર નામના ચાર વાહનો છે. ગ્રાન્ડ ચેરોકીની એક્સ-શોરૂમ કિંમત 68.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Meridianની એક્સ-શોરૂમ કિંમત 29.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જીપ કંપાસની એક્સ-શોરૂમ કિંમત 18.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે રેંગલરની એક્સ-શોરૂમ કિંમત 67.65 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">