Traffic Challan : શું તમે ચપ્પલ પહેરીને બાઇક ચલાવો છો? ચલણનો શું છે નિયમ? સમજો ટ્રાફિક નિયમો શું કહે છે
Traffic Challan : વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી ભારે ટ્રાફિક ચલણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ટ્રાફિક નિયમોની અવગણના કરવી તમને મોંઘી પડી શકે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવા માટે ટ્રાફિક ચલણ જાહેર કરી શકાય? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન ઘૂમી રહ્યો છે તો ચાલો તમને ટ્રાફિક નિયમો સાથે જોડાયેલ સાચી માહિતી આપીએ.
શું તમને Traffic Rules વિશે સાચી જાણકારી છે આ પ્રશ્નો તમારી જાતને પૂછો. 100માંથી 90 ટકા લોકોને લાગે છે કે જો તેઓ ચપ્પલ પહેરીને બાઇક ચલાવશે તો ચલણ જાહેર થશે, પરંતુ શું આમાં સત્ય છે? શું આવો કોઈ ટ્રાફિક નિયમ છે? ઘણા બધા સવાલો છે, આજે અમે તમને આ બધા સવાલોના જવાબ આપવાના છીએ.
શું Motor Vehicle Actમાં ચપ્પલ પહેરીને વાહન ચલાવવા માટે ચલણ જાહેર કરવાની કોઈ જોગવાઈ છે? તમારે આ પ્રશ્નનો જવાબ પણ જાણવો જોઈએ. જેથી કાલે જો તમે ચપ્પલ પહેરીને વાહન ચલાવો અને પોલીસ ચેકિંગ દરમિયાન તમને ચપ્પલ પહેરીને સવારી કરવા માટે રોકવામાં આવે તો તમને તમારા અધિકારની ખબર પડે.
નિયમો શું છે તે સમજો?
ઓફિસ ઓફ નિતિન ગડકરીના ઓફિશિયલ ટ્વિટર એટલે કે X અકાઉન્ટ પર એક એવી પોસ્ટ છે જેમાં એ વાત ની સ્પષ્ટ જાણકારી આપવામાં આવી છે કે ચપ્પલ પહેરવાથી ચલણ કપાશે કે નહીં? આ પોસ્ટ પ્રમાણે જોઈએ તો હાલમાં મોટર વ્હીકલ એક્ટમાં આ માટે કોઈ જોગવાઈ નથી.
એટલું જ નહીં, જો કોઈ લુંગી, ગંજી અથવા હાફ શર્ટમાં સવાર થાય તો પણ પોલીસ તમારું ચલણ ઈશ્યુ કરી શકતી નથી. આ સિવાય જો કારના કાચ ગંદા હોવા છતાં અને તમારી પાસે વધારાનો બલ્બ ન હોવા છતાં પણ કોઈ તમારું ચલણ ઈશ્યુ કરે છે તો તમે આ અંગે ફરિયાદ કરી શકો છો.
આ ઓફિશિયલ માહિતી પછી તમે જાણતા જ હશો કે જો કોઈ પોલીસ અધિકારી તમને આમાંના કોઈપણ કારણોસર રોકે અને ચલણ ઈશ્યુ કરવાનો પ્રયાસ કરે તો શું કરવું?
- ટ્રાફીક ચલણ નથી પરંતુ હજુ પણ જોખમ.
- ચપ્પલ પહેરીને બાઇક ચલાવવા માટે કોઈ ચલણ જાહેર કરવામાં આવશે નહીં.
- ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી અકસ્માતના કિસ્સામાં ગંભીર ઇજા થઇ શકે છે.
- સલામતી માટે હંમેશા શૂઝ પહેરીને બાઇક ચલાવો.