આજે થયું ડેબ્યૂ! નવા લુક, નવા કેબિન અને નવા એન્જિન સાથે ધૂમ મચાવશે ‘Tata Sierra 2025’, ભારતમાં આ ગાડીની કિંમત કેટલી?
ટાટા મોટર્સ 25 નવેમ્બરના રોજ તેના આઇકોનિક મોડેલ 'ટાટા સિએરા'ને નવી ડિઝાઇન, પ્રીમિયમ ફીચર્સ અને ICE તેમજ EV બંને વિકલ્પો સાથે લોન્ચ કરી રહી છે.

ભારતીય ઓટોમોબાઇલ બજાર ફરી એકવાર નોસ્ટાલ્જીયા અને આધુનિક ટેકનોલોજીનો સંગમ જોશે. ટાટા મોટર્સ તેની આઇકોનિક SUV Tata Sierra ને નવા રૂપમાં પાછી લાવી રહી છે. વર્ષ 1990 ના દાયકામાં તેની અનોખી વિન્ડો ડિઝાઇન અને દમદાર Road Presence માટે પ્રખ્યાત સિએરા 2025 માં વધુ ફીચર-લોડેડ તરીકે પરત ફરી રહી છે. કંપની આનું ગ્લોબલ ડેબ્યૂ કરી રહી છે, જ્યારે ભારતમાં આ ગાડી 25 નવેમ્બરના રોજ લોન્ચ થવાની છે.
શું છે ખાસિયત?
નવા Tata Sierraને જોઈને લાગે છે કે, ડિઝાઇન ટીમે ક્લાસિક Sierraની ઓળખને નવી ઓળખ આપી છે. આગળના ભાગમાં સ્કલ્પ્ટેડ બોનટ, તેજ ક્રિસ્ટલ જેવી કેરેક્ટર લાઈન્સ, બ્લેકઆઉટ ગ્રિલ અને તેના પર Tata લોગો સાથે ઇન્ટિગ્રેટેડ Sierra નેમપ્લેટ SUVને ખાસ ઓળખ આપે છે. આ ઉપરાંત, સ્લિમ LED હેડલેમ્પ્સ, પહોળાઈમાં ફેલાયેલ LED લાઇટ બાર અને LED ફોગ લેમ્પ્સ તેને ખૂબ જ મૉડર્ન લુક આપે છે.
મૉડર્ન SUV બનશે
સાઈડ પ્રોફાઇલ ખૂબ લાંબી અને સીધી દેખાય છે. ડ્યુઅલ-ટોન એલોય વ્હિલ્સ, ડ્યુઅલ-ટોન પેઇન્ટ ફિનિશ અને ચાર પિલર્સ પર અલગ રંગની કોટિંગ જૂની Sierra ના રેપ-અરાઉન્ડ ગ્લાસ ઇફેક્ટને ફરીથી જીવંત બનાવે છે. SUVના રગડનેસ ફેક્ટર વધારવા માટે રૂફ રેલ્સ, ફ્લશ ડોર હેન્ડલ્સ, બ્લેક ORVMs અને વાઇડ વ્હિલ આર્ચ આપવામાં આવ્યા છે.
રિયર ભાગમાં પણ ટેલગેટ, કનેક્ટેડ LED ટેલ-લેમ્પ્સ અને મોટું Sierra નેઇમ્પ્લેટ આપવામાં આવ્યું છે, જે તેને એક મૉડર્ન SUVની ઓળખ આપે છે. Tata Sierra ની અંદર પહેલીવાર કંપનીનું ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ જોવા મળશે, જેમાં ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, સેન્ટ્રલ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને કો-ડ્રાઇવર ડિસ્પ્લેનો સમાવેશ થયેલ છે. ડેશબોર્ડની ડિઝાઇન નવી છે અને હાલની Safari તેમજ Harrierથી અલગ છે. જો કે, HVAC કંટ્રોલ્સ, ગિયર સિલેક્ટર અને સ્ટીયરિંગ વ્હીલ ઓળખવામાં પરિચિત લાગે છે.
ફીચર્સમાં શું-શું નવું છે?
બીજી લાઇનમાં ઈન્ડિવિજ્યુઅલ હેડરેસ્ટ, વિન્ડો શેડ્સ અને પ્રીમિયમ અપહોલ્સ્ટ્રી આપવામાં આવી છે. ફીચર્સમાં લેવલ 2 ADAS, પેનોરમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી હશે તેવી આશા છે. ટાટા સીએરા ICE અને EV બંને વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ICE વર્ઝન પહેલા લોન્ચ થશે, ત્યારબાદ આવતા વર્ષે Sierra EV આવશે.
કિંમત કેટલી?
ICE મોડેલ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5-લિટર હાઇપરિયન ટર્બો-પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિન ઓપ્શન સાથે ઓફર કરવામાં આવશે. આ સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવે તેવી અપેક્ષા છે. નવી સીએરાની કિંમત ₹13.50 લાખ અને ₹24 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે હશે તેવો અંદાજ છે.

